દુબઈમાં વેચાશે ધોનીના ખેતરનાં શાકભાજી

Published: 3rd January, 2021 15:37 IST | Gujarati Mid-day Correspondent | Mumbai

આ શાકભાજીને દુબઈમાં ઑલ સીઝન ફ્રેશ એજન્સી વેચશે

મહેન્દ્ર સિંહ ધોની
મહેન્દ્ર સિંહ ધોની

ઇન્ડિયન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ રિટાયરમેન્ટ બાદ પોતાના ફાર્મહાઉસમાં અનેક શાકભાજીની ખેતી કરવાથી માંડીને પશુપાલનનો વ્યવસાય શરૂ કર્યો છે. ધોનીના ફાર્મમાં ઊગેલાં શાકભાજી બજારમાં આવી ગયાં છે અને હવે એ નજીકના સમયમાં દુબઈની માર્કેટમાં પણ પ્રવેશ કરશે.

પ્રાપ્ત જાણકારી મુજબ ધોનીના ફાર્મમાં ઊગેલાં શાકભાજી દુબઈની માર્કેટમાં પ્રવેશ કરવાના અંતિમ તબક્કામાં છે અને આ શાકભાજી દુબઈમાં વેચવાની સંપૂર્ણ જવાબદારી ઝારખંડ કૃષિ વિભાગે પોતાના માથે લીધી છે. આ શાકભાજીને દુબઈમાં ઑલ સીઝન ફ્રેશ એજન્સી વેચશે.

આ એજન્સીના માધ્યમે કૃષિ વિભાગે પહેલાં પણ શાકભાજીની નિકાસ કરી હતી. માર્કેટિંગ કમિટીના વડા અભિષેક આનંદના જણાવ્યા પ્રમાણે ‘એમ. એસ. ધોની એક મોટી બ્રૅન્ડ છે અને તેની સાથે ઝારખંડનું નામ જોડાવાથી રાજ્યના ખેડૂતોને લાભ મળશે. પહેલાં જે એજન્સી અહીં નહોતી આવવા માગતી એ પણ હવે ધોનીના નામથી અહીં આવી રહી છે.’

ધોનીનું ફાર્મહાઉસ પંચાવન એકરમાં ફેલાયેલું છે જેમાં ૧૦ એકરની જગ્યામાં સ્ટ્રૉબેરી, કોબી, ટમેટાં, બ્રોકલી, વટાણા, હોક અને પપૈયાની ખેતી મોટી માત્રામાં કરવામાં આવે છે. રાંચીનની બજારમાં ધોનીના ફાર્મમાં ઊગેલી કોબી, ટમેટાં અને વટાણાની ખૂબ ડિમાન્ડ હોય છે.

આ ઉપરાંત ધોનીની ડેરીના દૂધની પણ રાંચીમાં ઘણી ડિમાન્ડ છે. નવા વર્ષના પહેલા દિવસે લાલપુરસ્થિત ધોનીની ડેરી આઉટલેટ પર મોટી માત્રામાં ખરીદદારોની લાઇન જોવા મળી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK