ધોની લાવશે પરમવીર ચક્ર વિજેતાઓની કહાની, આવતા વર્ષે થશે ટેલીકાસ્ટ

Published: Dec 09, 2019, 16:25 IST | Mumbai

અહેવાલો પ્રમાણે, તેઓ પોતાની કંપની ધોની એન્ટરટેઈનમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ અંતર્ગત એક શો લાવવાની તૈયારીમાં છે. જેને તેઓ સ્ટૂડિયો નેક્સ્ટ સાથે મળીને બનાવશે.

એમ એસ ધોની
એમ એસ ધોની

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની હવે સિને જગતમાં હાથ અજમાવવા તૈયાર છે. ધોની એક્ટર નહીં પર પ્રોડ્યૂસર તરીકે ઈન્ડસ્ટ્રીમાં પગ મુકવાના છે. હાલ તેઓ ક્રિકેટથી દૂર છે અને અન્ય કામમાં વ્યસ્ત છે. આ વચ્ચે ખબર છે કે તેઓ એક પોતાનો શો લઈને પણ આવી રહ્યા છે. જે આવતા વર્ષે ટીવી પર નજર આવી શકે છે.

અહેવાલો પ્રમાણે, તેઓ પોતાની કંપની ધોની એન્ટરટેઈનમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ અંતર્ગત એક શો લાવવાની તૈયારીમાં છે. જેને તેઓ સ્ટૂડિયો નેક્સ્ટ સાથે મળીને બનાવશે. જણાવવામાં આવી રહ્યું છે કે આ શો પરમવીર ચક્ર વિજેતાઓની કહાની પર આધારિત હશે. જે આવતા વર્ષે પ્રસારિત થશે.

ધોની પર બની ચુકી છે ફિલ્મ
તમને જણાવી દઈએ કે, મહેન્દ્ર સિંહ ધોનાના જીવન પર ફિલ્મ ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી બની ચુકી છે. જેમાં તેમી ક્રિકેટર બનવાથી લઈને વર્લ્ડ કપ જીતવા સુધીની સફરને દર્શાવવામાં આવી હતી. જેમાં ધોનીની ભૂમિકામાં સુશાંત સિંહ રાજપૂત જોવા મળ્યા હતા.

ધોનીના જીવનનો સૌથી મુશ્કેલ સમય એ હતો જ્યારે ચેન્નઈની ટીમ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. આ સમયે ખેલાડીઓની મનઃસ્થિતિ કેવી હતી તેના પર ફિલ્મ રોર ઑફ ધ લાયન પણ બની હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK