Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > એમ.એસ. ધોની પાકો બિઝનેસમેન

એમ.એસ. ધોની પાકો બિઝનેસમેન

16 August, 2020 07:09 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એમ.એસ. ધોની પાકો બિઝનેસમેન

એમ.એસ.ધોની

એમ.એસ.ધોની


સ્પોર્ટ્સ ટીમની માલિકીઓ

રાંચીની હૉકી ક્લબ રાંચી રેઝની માલિકીમાં સહારા ઇન્ડિયા પરિવારની સાથે ભાગીદારી. રાંચી રેઝ હૉકી ઇન્ડિયા લીગની ફ્રૅન્ચાઇઝી છે.



ધોની ચેન્નઈની ફુટબૉલ ક્લબ ચેન્નાયીન એફસીની માલિકીમાં અભિષેક બચ્ચન અને વિટા દાની સાથે ભાગીદારી. ચેન્નાયીન એફસી ઇન્ડિયન સુપર લીગની ફ્રૅન્ચાઇઝી છે.


બાઇક્સમાં ધોનીના ઇન્ટરેસ્ટની પ્રસાર માધ્યમોમાં ઘણી ચર્ચા થાય છે. સુપર સ્પોર્ટ વર્લ્ડ રેસિંગ ટીમ માહી રેસિંગ ટીમ ઇન્ડિયા ખરીદવામાં ધોનીએ અક્કીનેની નાગાર્જુન સાથે ભાગીદારી કરી છે.

ધંધાદારી હિતો


૨૦૧૬માં મહેન્દ્ર સિંહ ધોનીએ લાઇફસ્ટાઇલ બ્રૅન્ડ ‘સેવન’ લૉન્ચ કરી. ધોની ‘સેવન’ બ્રૅન્ડની ફુટવેર સાઇડની માલિકી ધરાવે છે. ધોની ‘સેવન’નો બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર પણ છે.

dhoni-ssr

બાયોગ્રાફિકલ ફિલ્મ

મહેન્દ્ર સિંહ ધોનીના જીવન પર આધારિત ફિલ્મ ‘એમએસ ધોની ઃ ધ અનટોલ્ડ સ્ટોરી’ ૨૦૧૬ના ફેબ્રુઆરી મહિનામાં રિલીઝ
થઈ હતી.

ધોની એન્ટરટેઇનમેન્ટ

ધોની એન્ટરટેઇનમેન્ટે વિવિધ પ્રકારનું કન્ટેન્ટ પ્રોડ્યુસ કરવા માટે બનીજે એશિયા સાથે લૉન્ગ ટર્મ બિઝનેસ ઍગ્રીમેન્ટ કર્યો હતો. એમાં સૌપ્રથમ ડૉક્યુમેન્ટરી વેબ-સિરીઝ ‘રોઅર ઑફ ધ લાયન’ ડેવલપ કરવામાં આવી હતી. એમાં ૨૦૧૮ની ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં જીત સાથે ચેન્નઈ સુપર કિંગ્સના કમબૅકની કથા હતી. એમાં મહેન્દ્ર સિંહ ધોની લીડ રોલમાં છે. એ વેબ-સિરીઝ હૉટસ્ટાર સ્પેશ્યલ્સ પ્લૅટફૉર્મ પર સૌથી મોટી રિલીઝમાંથી એક છે. એનું ઑનલાઇન પ્રસારણ ૨ની૦૧૯ ૨૦ માર્ચથી શરૂ કરવામાં આવ્યું હતું.

ટેરિટોરિયલ આર્મી

ક્રિકેટમાં અસાધારણ પ્રદાનના ઉપલક્ષમાં મહેન્દ્રસિંહ ધોનીને ઇન્ડિયન ટેરિટોરિયલ આર્મીમાં ઓનરરી લેફ્ટનન્ટ કર્નલની પદવી ૨૦૧૧માં એનાયત કરવામાં આવી હતી. ૨૦૧૯ના ઑગસ્ટ મહિનામાં જમ્મુ-કાશ્મીરમાં ધોનીએ ટેરિટોરિયલ આર્મી સાથે બે અઠવાડિયાંની કામગીરી પૂર્ણ કરી હતી.

અવૉર્ડ અને બહુમાન

રાષ્ટ્રીય પુરસ્કાર
૨૦૧૮ : પદ્મ ભૂષણ, ભારતનું ત્રીજું સર્વોચ્ચ નાગરિક સન્માન
૨૦૦૯ : પદ્મશ્રી, દેશનું ચોથું સર્વોચ્ચ નાગરિક સન્માન
૨૦૦૭-’૦૮ : રાજીવ ગાંધી ખેલરત્ન, રમત-ગમત ક્ષેત્રે સિદ્ધિ મેળવવા બદલ દેશનું સર્વોચ્ચ સન્માન

રમત-ગમત ક્ષેત્રે બહુમાન
આઇસીસી વન-ડે ઇન્ટરનૅશનલ પ્લેયર ઑફ ધ યર ઃ ૨૦૦૮, ૨૦૦૯
આઇસીસી વર્લ્ડ ODI XI : ૨૦૦૬, ૨૦૦૮, ૨૦૦૯, ૨૦૧૦, ૨૦૧૧, ૨૦૧૨, ૨૦૧૩, ૨૦૧૪ (૨૦૦૯, ૨૦૧૧-૨૦૧૪માં કૅપ્ટન)
આઇસીસી વર્લ્ડ ટેસ્ટ XI : ૨૦૦૯, ૨૦૧૦, ૨૦૧૩
કૅસ્ટ્રોલ ઇન્ડિયન ક્રિકેટર ઑફ ધ યર ઃ ૨૦૧૧

અન્ય બહુમાન તથા અવૉર્ડ્ઝ

એમટીવી યુથ આઇકૉન ઑફ ધ યર, ૨૦૦૬
એલજી પિપલ્સ ચોઇસ અવૉર્ડ ઃ ૨૦૧૩
ડી મોન્ટફોર્ટ યુનિવર્સિટી દ્વારા ઑગસ્ટ ૨૦૧૧માં ઓનરરી ડૉક્ટરેટ ડિગ્રી

અન્ય માધ્યમોમાં

ધોનીના બાળપણથી લઈને ૨૦૧૧ના ક્રિકેટ વર્લ્ડ કપ સુધીના તેના જીવનના ઘટનાક્રમ પર ‘એમ. એસ. ધોની ઃ ધ અનટોલ્ડ સ્ટોરી’ શીર્ષક હેઠળ ફિલ્મ બનાવવામાં આવી હતી. અન્ય એક વેબ-સિરીઝ પણ ધોનીના જીવન અને ઇન્ડિયન પ્રીમિયર લિગમાં ચેન્નઈ સુપર કિંગ્ઝ સાથે તેણે પસાર કરેલા સમય પર કેન્દ્રિત હતી. ‘રોર ઑફ ધ લાયન’ નામની આ વેબ-સિરીઝ ૨૦૧૯ની ૨૦ માર્ચે હૉટસ્ટાર પર પ્રસારિત થઈ હતી.

એના જેવો ખેલાડી હોય તો કોઈ પણ મિશન અશક્ય નથી. ન કોઈ હૈ, ન કોઈ થા, ન કોઈ હોગા એમએસ કે જૈસા. ખેલાડી આવશે અને જશે પણ એના જેવા શાંત બીજો નહીં હોય. ધોની એક પરિવારના માણસની જેમ ક્રિકેટપ્રેમીઓ સાથે જોડાણ ધરાવતો હતો. ઓમ ફિનિશાય નમ:
- વીરેન્દ્ર સહેવાગ

ભારતીય ક્રિકેટને આપેલા અમૂલ્ય ફાળા માટે સમગ્ર વિશ્વભરમાંથી તારો આભાર માનવામાં આવી રહ્યો છે જે પૈકી હું પણ એક છું. તેના શાંત સ્વભાવને કારણે ઘણી રસાકસીની મેચો ભારતે જીતી હતી. તેના નેતૃત્વમાં ભારત અલગ-અલગ ફોર્મેટમાં બે વખત વર્લ્ડ કપ ચેમ્પિયન બન્યું. પોતની અલગ સ્ટાઇલને કારણે ધોની કરોડના મનમાં વસ્યો છે. તે આગમી સમયમાં પણ ભારતીય ક્રિકેટને પોતાનું યોગદાન આપતો રહેશે. દુનિયા તારો હેલિકોપ્ટર શોટ્સને યાદ રાખશે.
અમિત શાહ, યુનિયન હોમ મિનિસ્ટર

જ્યારે મારો છેલ્લો શ્વાસ હશે ત્યારે મારી એક માત્ર ઇચ્છા હશે ધોનીએ વર્લ્ડકપની ફાઇનલમાં ફટકારેલી સિક્સ જોવાની.
- સુનિલ ગાવસ્કર.

ધોની તારું ભારતીય ક્રિકેટને આપેલું યોગદાન અમૂલ્ય છે. સાથે ૨૦૧૧નો વર્લ્ડ કપ જીતવો મારા જીવનની શ્રેષ્ઠ ક્ષણ હતી. સેકન્ડ ઇનિંગ્સ માટે તને તારા પરિવારને ખૂબ-ખૂબ શુભેચ્છા.
- સચિન તેન્ડુલકર

ઇન્ડિયા-એ થી શરૂ કરીને ભારતીય ટીમ સુધી આપણા બન્નેનો પ્રવાસ ઘણો બધા સવાલોવાળો રહ્યો હતો. હવે જ્યારે તે નિવૃત્તિ લીધી છે. ત્યારે મારા અનુભવના આધારે કહું છું કે નવો પ્રવાસ ઘણો જ રોમાંચક હશે.
- ગૌતમ ગંભીર

Whatsapp-channel Whatsapp-channel

16 August, 2020 07:09 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK