ધોનીના સંન્યાસ પર કોણે શું કહ્યું?

Published: Dec 31, 2014, 03:47 IST

મંગળવારે ભારતીય ક્રિકેટ-ટીમના કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના ટેસ્ટ-ક્રિકેટમાંથી સંન્યાસ લેવાના નિર્ણયથી સૌકોઈ હેરાન છે.


અલવિદા દોસ્તો : છેલ્લી ટેસ્ટમાં ટેસ્ટને હારથી ઉગાર્યા બાદ પાછો ફરી રહેલો મહેન્દ્ર સિંહ ધોનીમંગળવારે ભારતીય ક્રિકેટ-ટીમના કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના ટેસ્ટ-ક્રિકેટમાંથી સંન્યાસ લેવાના નિર્ણયથી સૌકોઈ હેરાન છે. દરેકે તેના આ નિર્ણય પર આર્ય વ્યક્ત કર્યું છે. તો જાણો કોણે શું કહ્યું...

‘ધોની સાથેની રમતને મેં હંમેશાં એન્જૉય કરી છે. આગલો ટાગેર્ટ ૨૦૧૫નો વલ્ર્ડ કપ છે મારા દોસ્ત.’

- સચિન તેન્ડુલકર

‘ધોની મારો હીરો છે.’

- કપિલ દેવ

‘ધોની ઘણી વાર હેરાન કરનારાં પરાક્રમ કરી ચૂ્ક્યો છે, પરંતુ આ તો ઘણો ચોંકાવનારો નિર્ણય છે.’

- હર્ષા ભોગલે, ક્રિકેટ-કૉમેન્ટેટર

‘ધોનીએ હંમેશાં રમતનો આનંદ લીધો છે. આગલું લક્ષ્ય ૨૦૧૫ છે મારા દોસ્ત.’

- રિકી પૉન્ટિંગ, ઑસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ કૅપ્ટન

‘ધોનીએ હંમેશાં સારું નેતૃત્વ કર્યું છે.’

- સુરેશ રૈના

‘ધોનીએ હંમેશાં સારું કર્યું છે.’

- માઇકલ વૉન

‘ધોનીને શુભેચ્છા. ખરેખર તેને યાદ કરવામાં આવશે.’

- વિનયકુમાર આર.

‘ધોનીનું આ રીતે અધવચ્ચે સિરીઝ છોડવું યોગ્ય નથી.’

- મનોજ પ્રભાકર, ભૂતપૂર્વ ક્રિકેટર

‘આવી રીતે સિરીઝને અધવચ્ચે છોડવાનો નિર્ણય હેરાન કરનારો છે, પરંતુ તેને પોતાના વિશે નિર્ણય લેવાનો હક છે અને હું તેને શુભકામના આપું છું.’

- બિશન સિંહ બેદી, ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર,

‘જેવી રીતે ધોની રમે છે એને હું પસંદ કરું છું, પરંતુ હવે ભારતીય ટીમને નવી દિશામાં લઈ જવા વિરાટ કોહલી માટે ખરો સમય છે.’

- વૉન, ઇંગ્લૅન્ડનો ભૂતપૂર્વ કૅપ્ટન

‘ભારતીય ટીમ નવા વર્ષથી એક ફ્રેશ કૅપ્ટનથી શરૂઆત કરશે. એમ. એસ. ધોનીના નિર્ણયથી ખૂબ જ નવાઈ લાગી છે. આ તેનો સાચો નિર્ણય છે, વેલ ડન ધોની.’

- રસેલ આનોર્લ્ડ, ભૂતપૂર્વ શ્રીલંકન બૅટ્સમૅન

‘ધોનીએ સિડની ટેસ્ટ પછી સંન્યાસ લેવાની જાહેરાત કરવી જોઈતી હતી. તે કૅપ્ટન તરીકે શ્રેષ્ઠ રહ્યો છે. ટેસ્ટ-ક્રિકેટમાં ભારતને નંબર-વનના સ્થાને લઈ જવા સાથે તેણે વ્૨૦ અને આંતરરાષ્ટ્રીય વન-ડે વલ્ર્ડ કપ જીતીને ભારતીય ક્રિકેટના દરેક ફૉર્મને ઉચ્ચતમ શિખર પર પહોંચાડ્યું છે. જોકે ધોની કૅપ્ટન તરીકે પટૌડી અને ગાંગુલી જેવો ઉજ્જ્વળ અને સર્જનાત્મક રહ્યો નથી, પરંતુ તેનામાં જન્મજાત આવડતના ગુણો હતા.’

- એરાપલ્લી પ્રસન્ના, ભારતીય ભૂતપૂર્વ સ્પિનર

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK