ધોની પાસેથી બીજી ટીમના પ્લેયરોએ દેશભક્તિ શીખવી જોઈએ : ચેતન ચૌહાણ

ર્શીડી | Jun 10, 2019, 11:22 IST

વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં જેમ રેકૉર્ડ થતા હોય એમ બીજી બાજુ નાના-મોટા વિવાદ પણ સર્જાતા હોય છે.

ધોની પાસેથી બીજી ટીમના પ્લેયરોએ દેશભક્તિ શીખવી જોઈએ : ચેતન ચૌહાણ
ચેતન ચૌહાણ

વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં જેમ રેકૉર્ડ થતા હોય એમ બીજી બાજુ નાના-મોટા વિવાદ પણ સર્જાતા હોય છે. તાજેતરમાં મહેન્દ્ર સિંહ ધોનીના ગ્લવ્ઝ પર ભારતીય આર્મી જેવા દેખાતા નિશાનને લઈને વિવાદ સર્જાયો હતો જેમાં ધોનીને એ ગ્રીન કલરના ગ્લવ્ઝ ન પહેરવાનો ક્રિકેટ ર્બોડે આદેશ આપ્યો હતો.

આ વિવાદને ઉત્તર પ્રદેશના સ્પોર્ટ્સ મિનિસ્ટર ચેતન ચૌહાણે નવી બાજુથી જોતાં કહ્યું છે કે જો ક્રિકેટ બોર્ડ માન્ય કરે તો અન્ય દેશના ક્રિકેટરોએ ધોની પાસેથી દેશભક્તિ શીખવી જોઈએ. વાસ્તવમાં ચેતન ર્શીડી ખાતે સાંઈબાબાનાં દર્શનાર્થે આવ્યાં હતાં જ્યાં આ મુદ્દે પ્રશ્ન કરાતાં તેમણે પોતાનો મત આપ્યો હતો અને ક્રિકેટ બોર્ડના નિયમોને પ્લેયરો માટે સર્વોપરી ગણાવ્યા હતા.

આ પણ વાંચો : World Cup 2019 : આજે સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે મુકાબલો

નોંધનીય છે કે પાંચમી જૂને સાઉથ આફ્રિકા સામેની મૅચમાં ધોનીએ પહેરેલા લીલા રંગના ગ્લવ્ઝ પર આર્મી જેવી નિશાની હોવાથી વિવાદ સર્જાયો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK