કેપ્ટન કૂલ ધોની પાસે છે Audi, Hummer સહિત આ ગાડીઓનું કલેક્શન

Published: Jul 13, 2019, 17:07 IST

આ વાત કોઈનાથી છુપી નથી કે, ધોની બાઈક્સ અને ગાડીઓના કેટલા મોટા શોખીન છે અને આજ કારણ છે ધોની પાસે એક થી ચઢીયાતી એક મોંઘી suv ગાડીઓનું મોટુ કલેક્શન છે આ ગાડીમાં Audi, Hummer સહિત અન્ય ઘણી ગાડીઓનું કલેક્શન સામેલ છે

ધોની તેની મોંઘી ગાડી સાથે
ધોની તેની મોંઘી ગાડી સાથે

ભારતીય ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની દુનિયાના સૌથી સફળ કેપ્ટનમાંથી એક છે. ધોનીની બેટિંગ અને મેદાન પર તેમના પ્લાનિંગ માટે દુનિયાભરમાં તેમના વખાણ કરવામાં આવે છે. આ વાત કોઈનાથી છુપી નથી કે, ધોની બાઈક્સ અને ગાડીઓના કેટલા મોટા શોખીન છે અને આજ કારણ છે ધોની પાસે એક થી ચઢીયાતી એક મોંઘી suv ગાડીઓનું મોટુ કલેક્શન છે આ ગાડીમાં Audi, Hummer સહિત અન્ય ઘણી ગાડીઓનું કલેક્શન સામેલ છે. ચાલો જોઈએ ધોની પાસે કઈ કઈ ગાડીઓ છે.

હમર એચ-2 (Hummer H2):

ધોની ઘણી વાર Hummer H2 સાથે ડ્રાઈવ કરતા જોવા મળી રહ્યા છે. એન્જીન અને પાવરની વાત કરીએ તો ગાડીમાં 6.2 લીટરનું v8 પેટ્રોલ એન્જીન આપવામાં આવી રહ્યું છે જે 393 bhp પાવર જનરેટ કરે છે. Hummer H2ની ટોપ સ્પીડ 200 કિલોમીટર પ્રતિ કલાકની છે.

ઓડી ક્યૂ 7(Audi Q7)

ધોની પાસે શાનદાર Audi Q7 30 TDI Quattro પણ છે. Audi Q7 30 TDI Quattroના પાવર અને એન્જીનની વાત કરીએ તો ગાડીમાં 2967 ccનું એન્જીન આપવામાં આવ્યું છે જે 242 hp પાવર અને 550 ન્યુટન મીટરનું ટાર્ક જનરેટ કરે છે. Audi Q7 30 TDI Quattro ભારતમાં સૌથી વધુ પસંદ કરવામાં આવેલ ગાડીઓમાંથી એક છે.

મિસ્તુબિશિ પજેરો (Mitsubishi Pajero):

ધોનીની કારસેનામાં પજેરો પણ છે. મિસ્તુબિશિ પજેરોમાં 2.8 લીટરની પાવરફૂલ એન્જીન આપવામાં આવ્યું છે. પજેરો 120 hpનું પાવર અને 280 ન્યુટન મીટરનું ટાર્ક જનરેટ કરે છે.

આ પણ વાંચો: ટીમ ઈન્ડિયાને ઈંગ્લેન્ડમાં છોડીને રોહિત શર્મા પહોચ્યો મુંબઈ !

લેન્ડ રોવર ફ્રીલેન્ડર 2 (Land Rover Freelander 2):

ધોનીએ તેની પસંદીદા ગાડીઓમાં લેન્ડ રોવર ફ્રીલેન્ડર 2નો સમાવેશ પણ કરવામાં આવ્યો છે. ફ્રીલેન્ડર 148 hpનો પાવર જનરેટ કરે છે અને 420 ન્યુટન મીટરનું ટાર્ક જનરેટ કરે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK