IPL 2019 : કેપ્ટન કુલ ધોનીને આવ્યો ગુસ્સો, પહોંચી ગયો મેદાનમાં, વિવાદ વકર્યો

મુંબઈ | Apr 12, 2019, 08:59 IST

બેન સ્ટોક્સનો કમર ઉપરનો ફૂલ ટોસ હતો, જેને અમ્પાયર સ્ટોક્સના કમર ઉપરના ફૂલ ટોસને અમ્પાયર ઉલ્હાસ ગાંધેએ નો-બોલ આપ્યો હતો. પરંતુ લેગ-અમ્પાયર બ્રુસ ઓક્સનફર્ડે કોઈ સિગ્નલ ન આપતા તેણે ઉલ્હાસના નિર્ણયને ચેન્જ કર્યો હતો.

IPL 2019 : કેપ્ટન કુલ ધોનીને આવ્યો ગુસ્સો, પહોંચી ગયો મેદાનમાં, વિવાદ વકર્યો
ધોની અમ્પાયર પર થયો લાલધુમ (PC : CricInfo)

આઇપીએલમાં ગુરૂવારે રમાયેલી ચેન્નઇ અને રાજસ્થાન વચ્ચેની મેચમાં ચેન્નઇએ 4 વિકેટે મેચ જીતી લીધી હતી. જોકે આ મેચ ચેન્નઇની જીતને બદલે ધોનીના મેદાનમાં જઇને અમ્પાયર વચ્ચે થયેલા વિવાદને વધુ યાદ રાખવામાં આવશે. બેન સ્ટોક્સનો કમર ઉપરનો ફૂલ ટોસ હતો, જેને અમ્પાયર સ્ટોક્સના કમર ઉપરના ફૂલ ટોસને અમ્પાયર ઉલ્હાસ ગાંધેએ નો-બોલ આપ્યો હતો. પરંતુ લેગ-અમ્પાયર બ્રુસ ઓક્સનફર્ડે કોઈ સિગ્નલ ન આપતા તેણે ઉલ્હાસના નિર્ણયને ચેન્જ કર્યો હતો.


ધોની ગુસ્સે થતાં મેદાનમાં દોડી ગયો

અમ્પાયર ઉલ્હાસે પોતાનો નિર્ણય પાછો ખેચતા ધોની ગુસ્સે થયો હતો અને મેદાને આવી ગયો હતો. ધોની તરત જ મેદાન પર જઇને આ અંગે અમ્પાયર સાથે દલીલ કરવા લાગ્યો હતો કે પહેલા અમ્પાયરે નો-બોલ આપ્યા પછી નિર્ણય કઈ રીતે ફેરવી શકે છે? ધોનીએ ગાંધેને સિગ્નલ આપતા જોયો હતો અને તેનો પક્ષ હતો કે અમ્પાયર આમ પોતાનો નિર્ણય ચેન્જ કરે તે ખોટું છે. ધોની સાથે રાજસ્થાનના ખેલાડીઓ પણ અંગે ચર્ચા કરવા અમ્પાયર પાસે આવી ગયા હતા.

ધોની આ વર્તનથી ઘણા લોકોએ વિરોધ પણ કર્યો

ધોની આ નો-બોલ અંગે મેચ પછી ફરિયાદ કરી શકતો હતો. આ આઇપીએલમાં આ પહેલા કોહલી પણ મેચ રેફરીને આ રીતે અમ્પાયરિંગની ફરિયાદ કરી ચૂક્યો છે. એક વાર બેટ્સમેન આઉટ થઇ જાય પછી તેને ગ્રાઉન્ડમાં પાછો પ્રવેશવાનો કોઈ અધિકાર નથી. ઇએસપીએનના કમેન્ટેટર રૌનક કપૂરે કહ્યું હતું કે, "ધોની માટે પણ એ જ નિયમ લાગુ પડે છે જે નિયમ અન્ય ખેલાડીઓ માટે લાગુ પડે છે."


મેચ બાદના પ્રેઝન્ટેશનમાં ધોનીને આ અંગે એક પણ પ્રશ્ન ન પુછાયો

મહત્વની વાત તો એ છે કે મેચ જીત્યા બાદ જે પ્રેઝન્ટેશન રાખવામાં આવે છે તેમાં ધોની સાથેના ઇન્ટરવ્યુંહમાં આ વિવાદને લઇને એક પણ પ્રશ્ન પુછવામાં આવ્યો ન હતો. આને લઇને સોશિયલ મીડિયામાં પણ તેના પર ટીકાઓ થઇ રહી હતી.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK