મેં ડાઇવ કેમ ન મારી?

Published: Jan 13, 2020, 12:16 IST | Mumbai Desk

વર્લ્ડ કપ સેમી ફાઇનલની એ ક્ષણને યાદ કરતાં આખરે ધોનીએ તોડી ચુપ્પી

ઇન્ડિયન ટીમની વર્લ્ડ કપ ૨૦૧૯ જીતવાની આશા ત્યારે ચકનાચૂર થઈ ગઈ હતી જ્યારે ગેમ ફિનિશર મહેન્દ્ર સિંહ ધોનીની ઇનિંગ માર્ટિન ગપ્ટિલે ફિનિશ કરી હતી. આજે પણ જ્યારે વર્લ્ડ કપ સેમી ફાઇનલની ન્યુ ઝીલૅન્ડ સામેની એ મૅચ જોઈએ છીએ ત્યારે ભારતીય ચાહકોનાં દિલ કઈ રીતે તૂટ્યાં હતાં એ સમજી શકાય છે. ૨૪૦ રનનો ટાર્ગેટ ચેઝ કરવા ઊતરેલી ટીમ ઇન્ડિયા મહેન્દ્ર સિંહ ધોની આઉટ થતાં જાણે મૅચ ગુમાવી બેઠી હતી. 

વર્લ્ડ કપની એ મૅચ બાદ ધોની એક પણ મૅચ રમ્યો નથી અને પોતાની ઇનિંગ માટે તેણે કોઈ વાત પણ કરી નહોતી. જોકે હાલમાં ધોનીએ એ વિશે વાત કરતાં પોતાની ચુપ્પી તોડી છે. ક્રીઝની બહાર બે ઇંચનું અંતર રહી જવાથી પોતાની વિકેટ ગુમાવી દીધાની એ ઘટનાને યાદ કરતાં ધોનીએ કહ્યું હતું કે ‘એ સમયે હું સતત મારી જાતને કહ્યા કરતો હતો કે શા માટે મેં ડાઇવ ન મારી. એ બે ઇંચ મને વારંવાર કહી રહી હતી, ‘એમ. એસ. ધોની તારે ડાઇવ મારવી જોઈતી હતી.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK