IPL 2020: 15 સૌથી મોંઘા પ્લેયર્સમાંથી 7 ભારતીય

Published: Sep 14, 2020, 14:40 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

રૂ.10 કરોડથી વધુ ફી લેનારમાં 15 નહીં 16 ખેલાડીઓ હતા, પરંતુ ચેન્નઈ સુપર કિંગ્સના સુરેશ રૈનાએ ટુર્નામેન્ટ છોડતા આ વખતની સીઝનમાં 15 પ્લેયર્સ છે જેમની ફી રૂ.10 કરોડથી વધુ છે

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL 2020) 19 સપ્ટેમ્બરથી UAEમાં યોજાશે. દરેક ટીમ આઈપીએલની ટ્રોફી અને રૂ.10 કરોડનો ઈનામ જીતવા માટે નેટ પ્રેક્ટિસમાં પરસેવો પાડી રહી છે. આઠ ટીમમાંથી 15 એવા પ્લેયર્સ છે, જેની સેલેરી રૂ.10 કરોડથી પણ વધુની છે.

રૂ.10 કરોડથી વધુ ફી લેનારમાં 15 નહીં 16 ખેલાડીઓ હતા, પરંતુ ચેન્નઈ સુપર કિંગ્સના સુરેશ રૈનાએ ટુર્નામેન્ટ છોડતા આ વખતની સીઝનમાં 15 પ્લેયર્સ છે જેમની ફી રૂ.10 કરોડથી વધુ છે. આ 15માંથી સાત ખેલાડી તો ભારતીય જ છે. બે ખેલાડી સાઉથ આફ્રિકાના અને એક-એક ખેલાડી વેસ્ટ ઈન્ડીઝ અને ઈંગ્લેન્ડના છે.

ઑસ્ટ્રેલિયાના કમિંસ, સ્ટીવ સ્મિથ, ડેવિડ વોર્નર અને ગ્લેન મેક્સવેલનો પણ આ યાદીમાં સમાવેશ છે. સાઉથ આફ્રિકાના એબી ડીવીલિયર્સ અને ક્રિસ મોરિસ છે, જ્યારે વેસ્ટ ઈન્ડિઝના સુનિલ નરિન અને ઈંગ્લેન્ડના બેન સ્ટોક્સનો આ યાદીમાં સમાવેશ છે.

જ્યારે ભારતીય ખેલાડીઓની વાત કરીએ તો આઈપીએલમાં સૌથી વધુ રકમ વિરાટ કોહલી (રૂ.17 કરોડ), રોહિત શર્મા (રૂ.15 કરોડ), એમએસ ધોની (રૂ.15 કરોડ), રિષભ પંત (રૂ.15 કરોડ), હાર્દિક પંડ્યા (રૂ.11 કરોડ), કેએલ રાહુલ (રૂ.11 કરોડ) અને મનીષ પાંડે (રૂ.11 કરોડ)નો સમાવેશ છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK