આઈપીએલમાં કાર્તિકને ઘણો મદદરૂપ થઈ શકે છે મૉર્ગન : હસી

Published: Sep 07, 2020, 16:07 IST | IANS | Kolkata

આ નવા શેડ્યુલ પ્રમાણે કલકત્તા નાઇટ રાઇડર્સ પોતાનો પહેલો મુકાબલો મુંબઈ ઇન્ડિયન્સ સામે અબુ ધાબીમાં ૨૩ સપ્ટેમ્બર રમશે

ડેવિડ હસ્સી
ડેવિડ હસ્સી

ઇન્ડિયન પ્રીમિયર લીગની ૧૩મી સીઝનનું શેડ્યુલ ગઈ કાલે સાંજે ભારતીય ક્રિકેટ બોર્ડે જાહેર કર્યું હતું. આ નવા શેડ્યુલ પ્રમાણે કલકત્તા નાઇટ રાઇડર્સ પોતાનો પહેલો મુકાબલો મુંબઈ ઇન્ડિયન્સ સામે અબુ ધાબીમાં ૨૩ સપ્ટેમ્બર રમશે. કેકેઆર ટીમના ચીફ મેન્ટર ડેવિડ હસીનું માનવું છે કે ઇંગ્લૅન્ડના વર્લ્ડ કપ વિજેતા કૅપ્ટન ઓઇન મૉર્ગન કલકત્તા નાઇટ રાઇડર્સના કૅપ્ટન દિનેશ કાર્તિકને ઘણો મદદરૂપ થઈ શકે છે. આ વિશે વધારે વાત કરતાં ડેવિડ હસીએ કહ્યું કે ‘મૉર્ગન વર્લ્ડ કપ વિજેતા કૅપ્ટન છે અને તે ઘણા લાંબા સમયથી અંગ્રેજ ટીમનું નેતૃત્વ કરે છે. દિનેશ કાર્તિક સાથે તેનું સારું જામશે. તે કદાચ રિંગમાં ફીલ્ડિંગ કરી શકે છે. તે ઘણો શાંત પ્રકૃતિનો માણસ છે અને મિડલ ઓવરમાં બન્ને કૅપ્ટન સાથે મળીને સારું કામ કરી શકે છે. માટે હું ધારું છું કે મેદાનમાં અને મેદાનની બહાર તેમના સંબંધો સારા રહે. આ કપરી ટુર્નામેન્ટમાં મગજ ઠંડું રાખીને તેઓ આગળ વધી શકે છે.’
આ ઉપરાંત ડેવિડ હસીએ ઇંગ્લૅન્ડ ક્રિકેટ ટીમના ઓપનર ટોમ બૅન્ટનને કેવિન પીટરસનનું સારું વર્ઝન કહીને તેનાં વખાણ કર્યાં હતાં.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK