Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > મનીગ્રામ પહોંચાડશે ચાહકોની શુભેચ્છા ભારતીય વર્લ્ડ કપની સ્કવૉડ સુધી

મનીગ્રામ પહોંચાડશે ચાહકોની શુભેચ્છા ભારતીય વર્લ્ડ કપની સ્કવૉડ સુધી

07 May, 2019 04:34 PM IST | મુંબઈ

મનીગ્રામ પહોંચાડશે ચાહકોની શુભેચ્છા ભારતીય વર્લ્ડ કપની સ્કવૉડ સુધી

યુવરાજે મનીગ્રામનું અભિયાન કર્યું લૉન્ચ

યુવરાજે મનીગ્રામનું અભિયાન કર્યું લૉન્ચ


મની ટ્રાન્સફરની નવીન સેવા પ્રદાન કરવામાં વૈશ્વિક સ્તરે અગ્રણી અને ICCનE લાંબા સમયથી સ્પોન્સર મનીગ્રામે આજે નવા માર્કેટિંગ અભિયાનની જાહેરાત કરી. જે દુનિયાભરમાં વસતાં ભારતીયોને આગામી ક્રિકેટ વર્લ્ડ કપ  2019 દરમિયાન “મેન ઇન બ્લૂ” (ભારતીય ક્રિકેટરો)ની નજીક લાવવામાં મદદરૂપ થશે. આ માટે સ્પેશ્યલ માઇક્રોસાઇટનો ઉપયોગ કરવામાં આવશે, જે ભારતીય ક્રિકેટ ટીમનાં પ્રશંસકોને ક્રિકેટની સૌથી મોટી આ ટુર્નામેન્ટ માટે તૈયાર કરવામાં ટીમનાં ખેલાડીઓને ‘શુભેચ્છાઓ/આશીર્વાદ’ આપવામાં મદદરૂપ થશે. આજે ભારતનાં સૌથી વધુ લોકપ્રિય ઓલ-રાઉન્ડરમાં સામેલ અને 2011 સીડબલ્યુસી મેન ઓફ ધ સીરિઝ યુવરાજ સિંહે આ અભિયાન લોંચ કર્યું હતું.

ભારતીય પરંપરામાં તમારાં જીવનમાં મહત્ત્વપૂર્ણ સીમાચિહ્ન અગાઉ તમે તમારાં વડીલોનાં આશીર્વાદ મેળવો છો અને તમારાં પ્રિયજનોની શુભેચ્છા મેળવો છો. આ પરંપરાને જાળવતાં માર્કેટિંગ અભિયાનનો ઉદ્દેશ ઓનલાઇન અને ઓફલાઇન એક્ટિવેશન સાથે દુનિયાભરનાં ભારતીય ક્રિકેટપ્રેમીઓ સાથે જોડવાનો છે, જેમાં તેઓ ભારતીય ક્રિકેટ ટીમને ‘શુભેચ્છા/આશીર્વાદ’ મેળવી શકે છે.



આ અભિયાનને 6 રાજ્યો ઉત્તરપ્રદેશ, બિહાર, પંજાબ, કેરળ, ગુજરાત અને તેલંગાણામાં પ્રોત્સાહન આપવા પ્રમોટર્સની ટીમ મનીગ્રામ એજન્ટ લોકેશન પર ટેબ્લેટ્સ સાથે સજ્જ હશે, જેનો આશય બજારનાં ચોકમાં ક્રિકેટપ્રેમીઓ સુધી પહોંચવાનો અને તેમની શુભેચ્છાઓ તથા આશીર્વાદો એકત્ર કરવાનો છે. આ વિશિષ્ટ એક્ટિવેશન પસંદગીનાં મનીગ્રામ ગ્રાહકોને તેમને પ્રાપ્ત થતી રકમથી બમણી રકમ જીતવાની તક પણ આપશે, જેની મહત્તમ મર્યાદા દર અઠવાડિયે 500 અમેરિકન ડોલરને સમકક્ષ હશે.


મનીગ્રામનાં ચીફ માર્કેટિંગ ઓફિસર જોન ચેટફિલ્ડે કહ્યું હતું કે, “ક્રિકેટ અનેક લોકોનાં જીવનને સ્પર્શે છે તથા આ રમતનો ભાગ બનવાનું તેમજ લોકોનાં જીવનને પ્રેરિત કરવા અને પરિવર્તિત કરવાની એની સંભવિતતાનાં સાક્ષી બનવાનું ખરાં અર્થમાં રોમાંચક છે. અમને દુનિયાભરનાં લાખો ક્રિકેટપ્રેમીઓને તેમનાં ક્રિકેટ હીરોની નજીક લાવવામાં સક્ષમ બનાવવાની ખુશી છે. આઇસીસી સાથે અમારાં જોડાણે દુનિયાભરનાં દક્ષિણ ભારતીયો માટે પસંદગીની બ્રાન્ડ તરીકે મનીગ્રામને સ્થાપિત કરવામાં મદદ કરી છે તેમજ ક્રિકેટ વર્લ્ડકપ નજીકમાં છે ત્યારે અમે ટીમ ઇન્ડિયા કપ ફરી જીતે એ માટે મદદ કરવા અમારો શ્રેષ્ઠ પ્રયાસ કરવા ઇચ્છતાં હતાં!”


Whatsapp-channel Whatsapp-channel

07 May, 2019 04:34 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK