ભારત પ્રવાસમાં યુસુફની બાદબાકી

Published: 6th December, 2012 07:37 IST

કરાચી: પાકિસ્તાનના ક્રિકેટરો આ મહિને T20 અને વન-ડે સિરીઝ રમવા ભારતના પ્રવાસે આવશે, પરંતુ બેમાંથી એક પણ ટીમ માટે પીઢ ક્રિકેટર મોહમ્મદ યુસુફના નામ પર ચર્ચા નહીં કરવામાં આવશે એવું ચીફ સિલેક્ટર ઇકબાલ કાસિમે ગઈ કાલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું. કાસિમની આ સ્પષ્ટતા જોતાં યુસુફની T20 અને વન-ડે કરીઅરનો અંત આવી ગયો એવું કહી શકાય.થોડા દિવસ પહેલાં યુસુફે ડોમેસ્ટિક ક્રિકેટમાં નાનો વિવાદ વહોરી લીધો હતો. નૅશનલ T20 ચૅમ્પિયનશિપ માટેની લાહોર લાયન્સ ટીમનું સુકાન તેને સોંપવામાં આવ્યું હતું, પરંતુ પહેલી જ મૅચ પહેલાં તેણે કૅપ્ટન્સી પાકિસ્તાનના વ્૨૦ કૅપ્ટન મોહમ્મદ હફીઝને સોંપી દીધી હતી. યુસુફ એ પહેલી મૅચ પછીની બે મૅચમાં રમ્યો પણ નહોતો. યુસુફ છેલ્લે ૨૦૧૦ની સાલમાં પાકિસ્તાન વતી રમ્યો હતો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK