જૂની કરતાં નવી સિલેક્શન કમિટી ચડિયાતી : ગાંગુલી

Published: 29th September, 2012 06:45 IST

તેણે કહ્યું કે રાજિન્દર હંસને નથી ઓળખતો; પણ પાટીલ, બિન્ની, રાઠોર અને સબામાં ક્રિકેટ વિશે બહુ સારી સમજ છેકલકત્તા : ભૂતપૂર્વ કૅપ્ટન સૌરવ ગાંગુલીએ સંદીપ પાટીલના અધ્યક્ષસ્થાનવાળી નવી સિલેક્શન કમિટીને ગઈ કાલે ખૂબ વખાણી હતી અને કૃષ્ણમાચારી શ્રીકાન્તના વડપણ હેઠળની આગલી કમિટી કરતાં એને ચડિયાતી ગણાવી હતી.

ગાંગુલી નવી સમિતિની નિયુક્તિથી ખૂબ પ્રભાવિત છે. તેણે કહ્યું હતું કે ‘ટીમ સિલેક્ટ કરવી આસાન કામ નથી. નવી સમિતિની પણ ટીકા થશે, પરંતુ આ કમિટીના મેમ્બરોમાં ક્રિકેટ વિશેની બહુ સારી સમજ છે. હું નવા મેમ્બર અને ફર્સ્ટ-ક્લાસ મૅચો રમેલા

રાજિન્દર સિંહ હંસને તો નથી ઓળખતો, પણ સંદીપ પાટીલ અને રોજર બિન્નીને ઓળખું છું. તેમનામાં ક્રિકેટને લગતી બહુ સારી સમજબૂઝ છે. વિક્રમ રાઠોર અને સબા કરીમ સાથે હું રમ્યો છું એટલે તેમના વિશે ચોક્કસપણે કહી શકું કે તેઓ સિલેક્શનની બાબતમાં યોગ્ય નિર્ણયો લેશે.’

મોહિન્દરે પિતાનું બૅટ ન આપ્યું એ બોર્ડને નહોતું ગમ્યું?

સિલેક્શન કમિટીમાંથી મોહિન્દર અમરનાથની થયેલી હકાલપટ્ટી માટે જે કારણો સપાટી પર આવ્યા છે એમાં એક નવાઈ પમાડનારું કારણ એ છે કે તેમણે એક અમૂલ્ય બૅટ ભારતીય ક્રિકેટ બોર્ડને બદલે ઑસ્ટ્રેલિયન બોર્ડને ભેટમાં આપી દીધું હતું.

તેમના પિતા સદ્ગત લાલા અમરનાથ જે બૅટ વાપરતા હતા એ તેમને તેમની પાસેથી ગિફ્ટમાં મળ્યું હતું અને મોહિન્દરે ઑસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડને મ્યુઝિયમમાં રાખવા આપી દીધું હતું. ભારતીય બોર્ડ મ્યુઝિયમ બનાવવા વિચારે છે અને મોહિન્દરે એને આ બૅટ ન આપ્યું એ ઉચ્ચ હોદ્દેદારોને નહોતું ગમ્યું.

મોહિન્દરને તગેડી મૂકવા પાછળનું સૌથી મોટું કારણ એ છે કે ઇંગ્લૅન્ડ અને ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટસિરીઝમાં ૦-૪તી થયેલા વાઇટવૉશ પછી તેમણે મહેન્દ્ર સિંહ ધોનીને હટાવીને વીરેન્દર સેહવાગને ટેસ્ટની કૅપ્ટન્સી સોંપવાની માગણી કરી હતી જે એ સમયના ચીફ સિલેક્ટર કૃષ્ણમાચારી શ્રીકાન્ત અને ક્રિકેટ બોર્ડના પ્રમુખ એન. શ્રીનિવાસનને નહોતું ગમ્યું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK