ટીમ ઇન્ડિયાના સિનિયર પેસર મોહમ્મદ શમીએ નૅશનલ ક્રિકેટ ઍકૅડેમી (એનસીએ)માં લો ઇન્ટેન્સિટી સાથે પોતાની ટ્રેઇનિંગ શરૂ કરી છે જેને લીધે તે કદાચ ત્રીજી ટેસ્ટ મૅચમાં ટીમ ઇન્ડિયા માટે રમતો જોવા મળી શકે છે. ઑસ્ટ્રેલિયામાં ઍડીલેડ ટેસ્ટ દરમ્યાન શમીને પૅટ કમિન્સનો બૉલ કાંડા પર વાગ્યો હતો જેને લીધે તે જખમી થયો હતો.
શુક્રવારે શમીએ પોતાનો એનસીએમાં નવદીપ સૈની સાથે બોલિંગ કરતો વિડિયો અપલોડ કર્યો હતો. પ્રાપ્ત સમાચાર મુજબ શમી હવે કાંડાની ઈજામાંથી બહાર આવી ગયો છે અને તે હજી થોડા દિવસ ઓછી સ્પીડથી બોલિંગ કરશે. તેને હાલમાં પોતાની ૫૦થી ૬૦ ટકા ક્ષમતાથી અંદાજે ૧૮ બૉલ નાખવાની સલાહ આપવામાં આવી છે.’
ઉલ્લેખનીય છે કે તેની આ ધીમી સ્પીડની બોલિંગ સમયાંતરે વધારવામાં આવશે અને ત્યાર બાદ તે ઇંગ્લૅન્ડ સામેની છેલ્લી બે ટેસ્ટ મૅચ રમી શકશે કે નહીં એ વિશે નિર્ણય લેવામાં આવશે.
જ્યારે કૅપ્ટન વિરાટ કોહલીએ અક્ષર પટેલની બૉલિંગના ગુજરાતીમાં કર્યા વખાણ
27th February, 2021 08:59 ISTમોટા સમાચાર: ટીમ ઈન્ડિયાના ઑલરાઉન્ડર ખેલાડી યુસુફ પઠાણે લીધો સંન્યાસ
26th February, 2021 17:11 ISTત્રીજી ટેસ્ટનો માત્ર ૧૪૦.૨ ઓવરમાં ધી એન્ડઃ ભારતની લૉર્ડ્સની ટિકિટ ઑલમોસ્ટ કન્ફર્મ
26th February, 2021 08:14 IST