પ્લેઇંગ ઇલેવનમાં શમીને ન લેતાં ટીમ મૅનેજમેન્ટની થઈ ટીકા

નવી દિલ્હી | Jul 10, 2019, 12:39 IST

આ રાઇટ-આર્મ પેસ બોલરે ૪ મૅચમાં ૧૪ વિકેટ લીધી છે જેમાં હૅટ-ટ્રિક સામેલ છે

પ્લેઇંગ ઇલેવનમાં શમીને ન લેતાં ટીમ મૅનેજમેન્ટની થઈ ટીકા
મોહમ્મદ શમી

વર્તમાન વર્લ્ડ કપમાં સતત ૩ મૅચમાં ૪ વિકેટ લેનાર ભારતના રાઇટ-આર્મ પેસ બોલર મોહમ્મદ શમીની બાદબાકીને લઈને ઇન્ડિયન ટીમ મૅનેજમેન્ટની ખૂબ જ ટીકા કરવામાં આવી રહી છે. ન્યુ ઝીલૅન્ડ સામેની પહેલી સેમી-ફાઇનલ મૅચમાં પ્લેઇંગ ઇલેવનમાં સામેલ ન કરાતાં ટીમ મૅનેજમેન્ટના નિર્ણયની ભૂતપૂર્વ ક્રિકેટરો અને સોશ્યલ મીડિયામાં જોરદાર ટીકા કરવામાં આવી રહી છે. ૩૧૧ વન-ડેનો વિશાળ અનુભવ ધરાવતા સૌરવ ગાંગુલીએ સવાલ કર્યો હતો કે શમીને શા માટે ટીમમાં ન લીધો? તેના જવાબમાં ભારતના ભૂતપૂર્વ ટેસ્ટ ઓપનર આકાશ ચોપરાએ કહ્યું ‘કુલદીપના સ્થાને યુઝવેન્દ્ર ચહલ ઓકે છે, પણ શમીની બાકાતી વિશે હું ઓકે નથી. ફક્ત પાંચ બોલરો સાથે પહેલાં બોલિંગ કરવી એ ખરાબ નથી.’

જાણીતા કૉમેન્ટેટર હર્ષા ભોગલેએ ટ્વીટ કર્યું, ‘ગાંગુલીની જેમ મને પણ આશ્ચર્ય થાય છે કે શમીને શા માટે પ્લેઇંગ ઇલેવનમાં ન લેવામાં આવ્યો. તે વિકેટો લઈ રહ્યો છે અને ડેથ ઓવરમાં સારી બોલિંગ કરે છે. સારું પર્ફોર્મ કરનારા કુલદીપને ડ્રૉપ કરવો બહુ મોટો નિર્ણય કહેવાય.’

આ પણ વાંચો : World Cup 2019:20 વર્ષ પહેલા પણ ટીમ ઈન્ડિયાએ રિઝર્વ ડે પર કરી હતી કમાલ

શમીએ આ વર્લ્ડ કપમાં ૪ મૅચમાં ૧૪ વિકેટ લીધી છે જેમાં હૅટ-ટ્રિક સામેલ છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK