ગરમ વાતાવરણવાળા યુએઈમાં પેસરો માટે મહત્ત્વનું છે વર્કલોડ મૅનેજમેન્ટ : મોહમ્મદ શમી

Published: Sep 09, 2020, 17:19 IST | IANS | Dubai

ઇન્ડિયન ક્રિકેટ ટીમના દિગ્ગજ ફાસ્ટ બોલર મોહમ્મદ શમી ઇન્ડિયન પ્રીમિયર લીગમાં કિંગ્સ ઇલેવન પંજાબ વતી રમી રહ્યો છે.

શમી
શમી

ઇન્ડિયન ક્રિકેટ ટીમના દિગ્ગજ ફાસ્ટ બોલર મોહમ્મદ શમી ઇન્ડિયન પ્રીમિયર લીગમાં કિંગ્સ ઇલેવન પંજાબ વતી રમી રહ્યો છે. યુએઈના ગરમ વાતાવરણને ધ્યાનમાં રાખીને શમીએ કહ્યું છે કે જો પેસર્સ તેમનું વર્કલોડ મૅનેજ કરી શકે તો તેમને આ ટુર્નામેન્ટમાં વાંધો નહીં આવે. દુબઈ, અબુ ધાબી અને શારજાહમાં આઇપીએલની મૅચ રમાવાની છે જ્યાંનું વાતાવરણ અંદાજે ૩૫થી ૪૦ ડિગ્રી રહેવાની સંભાવના છે. આ વિશે વાત કરતાં મોહમ્મદ શમીએ કહ્યું કે ‘અહીંનું વાતાવરણ ભારત કરતાં ઘણું વધારે છે એથી ડીહાઇડ્રેટ થવાની સંભાવના પણ વધારે છે. ક્રેમ આવવાના ચાન્સ પણ વધારે છે માટે અમારે આ દરેક બાબતનું ધ્યાન રાખવું પડશે. અહીંની વિકેટ પણ ઘણી અઘરી છે માટે અહીં રમવા માટે વર્કલોડ મૅનેજમેન્ટ કરવું જરૂરી છે. જોકે વર્કલોડ મૅનેજ કરવાનું કામ એટલું પણ અઘરું નથી. પરિવારથી દૂર આવીને અહી દુબઈમાં રમવું ઘણું સારું લાગે છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK