ક્રિકેટ વિશ્વ માટે આજે ફરી દુખના સમાચાર આવ્યા છે. બાંગ્લાદેશના પૂર્વ અંડર-19 ખેલાડી મોહમ્મદ શોજિબનુ નિધન થઇ ગયુ છે. 21 વર્ષીય બેટ્સમેન મોહમ્મદ શોજિબે આત્મહત્યા કરી છે.
આત્મહત્યાનું કારણ હજી સ્પષ્ટ થયુ નથી. બાંગ્લાદેશના ઉભરતો સ્ટાર મોહમ્મદ શોજિબ એક રાઈટ હૅન્ડ બેટ્સમેન હતો, જે છેલ્લીવાર 2017-18માં ઢાકા પ્રીમિયર લીગમાં શાઇનપુકુર ક્રિકેટ ક્લબ માટે રમ્યો હતો, તેને બાંગ્લાદેશ માટે ત્રણ યૂથ વનડે મેચ પણ રમી હતી.
મોહમ્મદ શોજિબ વર્ષ 2018માં અંડર-19 વર્લ્ડકપમાં સ્ટેન્ડ બાય ખેલાડી તરીકે રહ્યો હતો, બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના નિદેશક ખાલિદ મહમૂદે કહ્યું- મને વિશ્વાસ નથી થઇ રહ્યો, હું ખુબ દુઃખી છુ. મોહમ્મદ શોજિબ એક ઓપનર બેટ્સમેન અને મીડિયમ પેસર હતો.
ઇએસપીએન ક્રિકઇન્ફોના અહેવાલ મુજબ, બાંગ્લાદેશમાં એવી કોઇ સંસ્થા નથી જે માનસિક સ્વાસ્થ્યના મુદ્દા પર ખેલાડીઓને મદદ કરે. માત્ર બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ- બીસીબીએ સમય સમય પર માનસિક સ્વાસ્થ્ય વિશેષજ્ઞ આપ્યા છે.
બાંગ્લાદેશના ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર તનુમોય ઘોષે દિવંગત મોહમ્મદ શોજિબ વિશે કહ્યું- હું હંમેશા માનતો હતો કે તે લાંબા સમય સુધી રમી શકે છે, કેમકે તે એકેડમીમાં આટલી મહેનત કરી રહ્યો હતો, મોહમ્મદ શોજિબની સાથે જે થયુ, તેને જાણીને ખુબ દુઃખી છું.
ભારતની વેક્સિન્સ નેપાલ અને બાંગલાદેશ પહોંચી
22nd January, 2021 13:09 ISTવેસ્ટ ઇન્ડીઝના સ્પિનર હેડન વૉલ્શ જુનિયરનો કોરોના-રિપોર્ટ પૉઝિટિવ
16th January, 2021 14:39 ISTહોલ્ડર-પોલાર્ડ સહિત ૧૦ પ્લેયરો બંગલા દેશ નહીં જાય
31st December, 2020 16:39 ISTપેઢીઓથી આ પરિવારના પુરુષોના હાથ પર કોઈ ફિન્ગરપ્રિન્ટ જ નથી
30th December, 2020 08:40 IST