Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ભારતના આ ખેલાડીએ બેટીંગમાં નોંધાવ્યો શર્મનાક રેકોર્ડ

ભારતના આ ખેલાડીએ બેટીંગમાં નોંધાવ્યો શર્મનાક રેકોર્ડ

02 September, 2019 12:51 PM IST | Mumbai

ભારતના આ ખેલાડીએ બેટીંગમાં નોંધાવ્યો શર્મનાક રેકોર્ડ

મો. શમી (PC : Google)

મો. શમી (PC : Google)


Mumbai : ભારતીય ટીમ હાલ વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસે છે અને ટેસ્ટ સીરિઝની બીજી અને અંતિમ ટેસ્ટ મેચ રમી રહી છે. જેમાં ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ ટેસ્ટ ક્રિકેટમાં એક શરમજનક રેકોર્ડ પોતાના નામે કર્યો છે. આ રેકોર્ડ બૉલિંગમાં નહીં પણ બેટિંગમાં નોંધાયો છે. જોકે મોહમ્મદ શમી બોલર છે પણ તેણે બેટીંગમાં એક શર્મનાક રેકોર્ડ નોંધાવ્યો છે.

મો. શમીએ પોતાની છેલ્લી 6 ટેસ્ટમાં એક પણ રન નથી કર્યો
ભારતીય ખેલાડી મોહમ્મદ શમીએ છેલ્લી 6 ટેસ્ટ ઇનિંગમાં એકપણ રન નથી બનાવ્યો, એટલે કે ખાતુ પણ નથી ખોલાવી શક્યો. ઓસ્ટ્રેલિયા સામેની એડિલેડ ટેસ્ટ બાદથી વેસ્ટ ઇન્ડિઝ સામેની બીજી ટેસ્ટ સુધીની ઇનિંગમાં મોહમ્મદ શમી 0 રન પર જ આઉટ થયો છે.

આ પણ જુઓ : ક્રિકેટ પીચની બહાર પણ અનોખો છે સચિનનો અંદાજ

મોહમ્મદ શમીની છેલ્લી 6 ટેસ્ટ ઇનિંગમાં બેટીંગના આંકડા
વેસ્ટ ઇન્ડિઝ, જમેકા ટેસ્ટ- 0 (2)
વેસ્ટ ઇન્ડિઝ, એન્ટીગા ટેસ્ટ- 0 (1)
ઓસ્ટ્રેલિયા, મેલબોર્ન ટેસ્ટ- 0*( 3)
ઓસ્ટ્રેલિયા, પર્થ ટેસ્ટ- 0* (0)
ઓસ્ટ્રેલિયા, પર્થ ટેસ્ટ- 0 (1)
ઓસ્ટ્રેલિયા એડિલેટ ટેસ્ટ- 0 (1)

આ પણ જુઓ : પર્ફેક્ટ કપલ છે ચેતેશ્વર અને પૂજા, આ તસવીરો છે પુરાવો

જોકે બોલીંગમાં મો. શમીના નામે ઘણા શાનદાર રેકોર્ડ
મહત્વનું છે કે બેટિંગમાં ફેઇલ જનારો મોહમ્મદ શમીએ બૉલિંગમાં પોતાની ધાર વધુ તેજ બનાવી છે. હાલમાં તે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 150 વિકેટ લેનારો ત્રીજો ખેલાડી બની ગયો છે.


Whatsapp-channel Whatsapp-channel

02 September, 2019 12:51 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK