World Cup માં રચાયો વધુ એક ઇતિહાસ, મો. શમી બન્યો પહેલો ભારતીય બોલર

Published: Jun 30, 2019, 19:48 IST | London

ઇંગ્લેન્ડમાં ચાલી રહેલ વર્લ્ડ કપ 2019માં ફરી એક રેકોર્ડ નોંધાયો છે. આ રેકોર્ડ બીજુ કોઇ નહીં પણ ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમી ફરી પોતાના નામે એક રેકોર્ડ નોંધાવ્યો છે. મો.શમીએ વર્લ્ડ કપ 2019માં ઇંગ્લેન્ડ સામેની મેચમાં 5 વિકેટ ઝડપીને ઈતિહાસ રચ્યો છે.

ઇંગ્લેન્ડ સામેની મેચમાં મો. શમીએ ઝડપી 5 વિકેટ
ઇંગ્લેન્ડ સામેની મેચમાં મો. શમીએ ઝડપી 5 વિકેટ

London : ઇંગ્લેન્ડમાં ચાલી રહેલ વર્લ્ડ કપ 2019માં ફરી એક રેકોર્ડ નોંધાયો છે. આ રેકોર્ડ બીજુ કોઇ નહીં પણ ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમી ફરી પોતાના નામે એક રેકોર્ડ નોંધાવ્યો છે. મો.શમીએ વર્લ્ડ કપ 2019માં ઇંગ્લેન્ડ સામેની મેચમાં 5 વિકેટ ઝડપીને ઈતિહાસ રચ્યો છે. વર્લ્ડ કપમાં સતત 3 વખત 4 વિકેટ ઝડપનાર મોહમ્મદ શમી પહેલો બોલર બની ગયો છે.

આ વર્લ્ડ કપ 2019માં મોહમ્મદ શમીએ પોતાની વન-ડે કારકિર્દીનું સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. તેણે ઇંગ્લેન્ડ સામેની મેચમાં 5 વિકેટ ઝડપીને હરીફ ટીમને મોટો સ્કોર કરતો રોકી દીધું હતું અને ઇતિહાસ રચી દીધો હતો. મોહમ્મદ શમીએ ઈંગ્લેન્ડના 5 બેટ્સમેનોને પેવેલિયન પરત મોકલ્યા જે શમીના વનડે કરિયરનું બેસ્ટ પ્રદર્શન છે. ઇંગ્લેન્ડ સામેની મેચમાં મો. શમીએ
10 ઓવરમાં 69 રન આપ્યા હતા. શમી આ મેચમાં જરૂર મોંઘો સાબિત થયો પણ તેણે ઈંગ્લેન્ડની અડધી ટીમને આઉટ કરી દીધી હતી.

ઉલ્લેખનીય છે કે શમી આ વર્લ્ડ કપમાં હેટ્રિક પણ લઈ ચુક્યો છે. અફઘાનિસ્તાન સામેની મેચમાં તેણે હેટ્રિક સહિત 4 વિકેટ ઝડપીને રેકોર્ડ બનાવ્યો હતો. ત્યાર બાદ ફરી વિન્ડીઝ સામે શમીએ 4 વિકેટ લીધી હતી. તો આ મેચમાં શમીએ પાંચ વિકેટ ઝડપીને વધુ એક ઈતિહાસ રચીને એક રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.

આ પણ જુઓ : મૅચ કરતા વધુ ચર્ચામાં રહી છે આ મહિલા એન્કર, જુઓ એનો ગ્લેમરસ અંદાજ

આ સિદ્ધી મેળવનાર આફ્રિદી બાદ શમી વિશ્વનો બીજો બોલર બન્યો

મોહમ્મદ શમી પાકિસ્તાનના ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદી બાદ બીજો અને ભારતનો પ્રથમ એવો બોલર બની ગયો છે, જેણે વિશ્વકપમાં સતત3 મેચોમાં 4-4 કે તેથી વધુ વિકેટ પોતાના નામે કરી છે. શમી પહેલા આફ્રિદીએ 2011ના વિશ્વ કપમાં સતત ત્રણ ઈનિંગમાં 4-4 વિકેટ લીધી હતી.

વિશ્વ કપની 3 મેચોમાં સતત 4-4 વિકેટ
મોહમ્મદ શમી : વર્લ્ડ કપ 2019
શાહિદ આફ્રિદી : વર્લ્ડ કપ 2011


આ પણ જુઓ : વર્લ્ડ કપ દરમિયાન ફૅમસ થઈ આ મિસ્ટ્રી ગર્લ, જાણો કોણ છે?

મોહમ્મદ શમી ભારતનો બીજો એવો બોલર છે, જેણે વનડે ક્રિકેટમાં સતત 3 મેચોમાં 4 કે તેથી વધુ વિકેટ લીધી છે. શમી પહેલા નરેન્દ્ર હિરવાણીએ વર્ષ 1988ના વર્ષમાં સતત 3 વખત 4-4 વિકેટ પોતાના નામે કરી હતી.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK