મિસબાહ ઍન્ડ કંપની હટે એટલે હું પાકિસ્તાન માટે રમવા તૈયાર: આમિર

Published: 19th January, 2021 12:05 IST | Gujarati Mid-day Correspondent | Lahore

ગઈ કાલે ટ્વિટરના માધ્યમથી મોહમ્મદ આમિરે કહ્યું આ

મોહમ્મદ આમિર
મોહમ્મદ આમિર

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ના વર્તમાન ટીમ મૅનેજમેન્ટ પર માનસિક તાણ આપવાનો આરોપ લગાવનારા પાકિસ્તાનના લેફ્ટ-આર્મ પેસર મોહમ્મદ આમિરે હાલમાં સ્પષ્ટતા કરતાં કહ્યું કે એક વાર હેડ કોચ મિસબાહ-ઉલ-હક અને તેનો સપોર્ટ-સ્ટાફ સત્તા પરથી હટે એટલે હું પાકિસ્તાન ક્રિકેટ ટીમ માટે રમવા અવેલેબલ રહીશ.

ગઈ કાલે ટ્વિટરના માધ્યમથી મોહમ્મદ આમિરે કહ્યું કે ‘હું અહીં એક વાતની ચોખવટ કરવા માગું છું કે એક વાર પાકિસ્તાનનું વર્તમાન ટીમ મૅનેજમેન્ટ સત્તા પરથી હટે એટલે હું પાકિસ્તાન માટે રમવા અવેલેબલ છું.’

ડિસેમ્બર મહિનામાં ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી પોતાની નિવૃત્તિ જાહેર કરતાં મોહમ્મદ આમિરે વર્તમાન પાકિસ્તાન ટીમ મૅનેજમેન્ટ સાથે રમી ન શકવાની વાત કરી હતી. ૨૦૦૯માં ટી૨૦ વર્લ્ડ કપ જીતનારી પાકિસ્તાની ટીમમાં આમિરનો સમાવેશ હતો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK