Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ટીમ મેનેજમેન્ટના વર્તનથી દુઃખી થઈ PAK બૉલર મોહમ્મદ આમિરે લીધો સંન્યાસ

ટીમ મેનેજમેન્ટના વર્તનથી દુઃખી થઈ PAK બૉલર મોહમ્મદ આમિરે લીધો સંન્યાસ

17 December, 2020 04:37 PM IST | Mumbai
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

ટીમ મેનેજમેન્ટના વર્તનથી દુઃખી થઈ PAK બૉલર મોહમ્મદ આમિરે લીધો સંન્યાસ

મોહમ્મદ આમિર (ફાઇલ ફોટો)

મોહમ્મદ આમિર (ફાઇલ ફોટો)


પાકિસ્તાન ક્રિકેટ ટીમ (Pakistan Cricket Team)ના સ્ટાર ફાસ્ટ બૉલર મોહમ્મદ આમિરે (Mohammad Aamir) ઇન્ટરનેશનલ ક્રિકેટ (International Cricket)ને અલવિદા કહેવાનું મન બનાવી લીધું છે. પાકિસ્તાન ટીમ મેનેજમેન્ટના વર્તનથી દુઃખી થઈને આમિરે આ નિર્ણય લીધો છે. મોહમ્મદ આમિરે પોતાના કરિઅરના શરૂઆતના વર્ષોમાં બહેતરીન બૉલિંગનું પ્રદર્શન કર્યું હતું, પણ વર્ષ 2010માં સ્પૉટ ફિક્સિંગમાં ફસાયા પછી તેના પર પાંચ વર્ષનો બૅન મૂકવામાં આવ્યો. ત્યાર પછી, આમિરે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ફરીથી કમબૅક કર્યું અને પાકિસ્તાનની ટીમને પહેલી વાર ચેમ્પિયન્સ ટ્રૉફીનો ખિતાબ અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી.

આમિર વિશ્વભરમાં રમાતી ટી20 લીગમાં પોતાની છાપ છોડવામાં સફળ રહ્યો છે. ટેસ્ટ ક્રિકેટથી રિટાયરમેન્ટની જાહેરાતની વાત આમિરની ઘણી ટીકા થઈ હતી અને પાકિસ્તાન તરફથી લિમિટેડ ઓવર ક્રિકેટમાં પણ તેમને રમવાની તક નથી મળી રહી, માનવામાં આવે છે કે આ કારણે આમિરે સંન્યાસ લેવાનો નિર્ણય લીધો છે. આમિરે પાકિસ્તાનના જર્નાલિસ્ટ શોએબ જટ્ટ સાથે વાતચીત દરમિયાન કહ્યું, "હું ક્રિકેટથી દૂર નથી જઈ રહ્યો. મને નથી લાગતું કે હું આ મેનેજમેન્ટની હેઠળ ક્રિકેટ નહીં રમી શકું. મને લાગે છે કે હાલ ક્રિકેટ છોડી દેવી જોઇએ. મને માનસિક રીતે ટૉર્ચર કરવામાં આવે છે."



મોહમ્મદ આમિરે પાકિસ્તાન માટે 36 ટેસ્ટ, 61 વનડે અને 50 ટી20 મેચ રમ્યો છે અને આ દરમિયાન તેણે કુલ મળીને 259 વિકેટ પોતાને નામે કરી છે. પોતાની સ્વિંગ બૉલિંગ માટે આમિર ખૂબ જ જાણીતો રહ્યો અને મોટા મોટા બેટ્સમેનને તેમણે હાર સ્વીકારવા મજબૂર કર્યા. વનડેમાં 30 રન આપીને 5 વિકેટનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું, જ્યારે ટેસ્ટ ક્રિકેટમાં તેણે 44 રન આપીને એક ઇનિંગમાં 6 વિકેટ લીધી. ત્રણેય ફૉર્મેટમાં તેની ઇકૉનોમી ઘણી સારી રહી.


Whatsapp-channel Whatsapp-channel

17 December, 2020 04:37 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK