અમ્પાયર રઉફ સાથેની વધુ તસવીરો મિડિયાને આપવાની મૉડલની ધમકી

Published: 17th August, 2012 09:07 IST

લીના કહે છે કે ‘તેમણે મારી સાથેના સંબંધોનો ઇનકાર કયોર્ જ કેમ! હવે હું તેમને નહીં છોડું’

 

 

મુંબઈની મૉડલ લીના કપૂરે પાકિસ્તાની અમ્પાયર અસદ રઉફ સામેના આક્ષેપો કર્યા એને પગલે રઉફે એ સાવ ખોટા ગણાવ્યા એને પગલે લીના વિફરી છે અને તેણે રઉફ સાથેના સંબંધોનો પુરાવો આપતી વધુ તસવીરો મિડિયાને આપવાની ધમકી આપી છે. લીનાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘રઉફે મને મૅરેજનું વચન આપીને મારી સાથે ઘણી વાર સેક્સ માણ્યું હતું અને મને મુંબઈમાં ફલૅટ અપાવવાની ખાતરી પણ આપી હતી. મારી પાસે તેમની સાથેના વધુ ફોટા છે જે હું અખબારોને આપીશ.’

 

લીનાએ રઉફ સામે બળાત્કાર અને મારપીટના આરોપો પણ મૂક્યા છે. રઉફે લીના સાથે મિડિયામાં વહેતી થયેલી તસવીરો સાચી હોવાનું લાહોરથી કહ્યું હતું. જોકે તેમણે એવું પણ કહ્યું હતું કે ‘હું ૫૬ વર્ષનો છું અને મારા લગ્નજીવનમાં ખુશ છું. હું આ ઉંમરે શા માટે કોઈને મૅરેજનું વચન આપું? લાહોરમાં હું પોતે લાહોરમાં નાના ફ્લૅટમાં રહું છું. હું પોતે આલીશાન ફ્લૅટ નથી ખરીદી શક્યો તો લીનાને મુંબઈ જેવા મોંઘા શહેરમાં ફ્લૅટ અપાવવાનું વચન શી રીતે આપું! તે શા માટે મારી સામે આક્ષેપો કરે છે એ જ નથી સમજાતું. તે નહીં સમજે તો હું તેની સામે કાનૂની પગલાં લઈશ.’

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK