બોયફ્રેન્ડની પોર્ન સાઈટ પ્રમોટ કરવા સ્વીમ સ્યુટમાં ચાલુ મેચમાં ગ્રાઉન્ડ પર પહોંચી મોડેલ

યુકે | Jun 03, 2019, 16:16 IST

ચાલુ ફાઈનલમાં એક મોડેલ સ્વીમસ્યુટમાં ગ્રાઉન્ડ પર દોડી આવતા ફાઈનલ મેચ થોડો સમય માટે અટકાવવાની ફરજ પડી હતી.

બોયફ્રેન્ડની પોર્ન સાઈટ પ્રમોટ કરવા સ્વીમ સ્યુટમાં ચાલુ મેચમાં ગ્રાઉન્ડ પર પહોંચી મોડેલ

ફૂટબોલની પ્રતિસ્થિત ટુર્નામેન્ટની ફાઈનલમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. લિવરપુલ અને ટોટ્ટનહેમ હોટ્સપુર વચ્ચેની મેચને કેટલાક સમય માટે અટકાવવી પડી હતી. ચાલુ ફાઈનલમાં એક મોડેલ સ્વીમસ્યુટમાં ગ્રાઉન્ડ પર દોડી આવતા ફાઈનલ મેચ થોડો સમય માટે અટકાવવાની ફરજ પડી હતી.

શનિવારે કિન્સે વોલન્સ્કી નામની મોડે બોયફ્રેન્ડ વિટલી ઝ્રોવેત્સ્કીની પોર્ન સાઈટને પ્રમોટ કરવા માટે આ સ્ટન્ટ કર્યો હતો. આ મોડેલે જે સ્વીમ સ્યુટ પહેર્યો હતો, તેના પર બોયફ્રેન્ડની પોર્ન સાઈટનું પણ નામ લખેલું હતું.

મેચનો પહેલો હાફ ચાલી રહ્યો હતો ત્યારે આ ઘટના બની. મેડ્રિડના વાન્ડા મેટ્રોપોલિતાનો સ્ટેડિયમમાં આ મેચ રમાઈ રહી હતી. વોલાન્સ્કીએ પોતે સ્વીમ સ્યુટ પહેરીને ગ્રાઉન્ડમાં દોડી ગઈ તેનો વીડિયો પણ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. આ વીડિયો પોસ્ટ થયા બાદ વોલાન્સ્કીના ઈન્સ્ટાગ્રામ ફોલોઅર્સમાં વધારો થયો છે. માત્ર એક જ રાતમાં તેના ફોલોઅર્સ 2 લાખ 30 હજારથી વધીને 10 લાખ થઈ ચૂક્યા છે.

આ પણ વાંચોઃ World Cup 2019: જાણો કોહલીએ કેમ કહ્યું ટીમને મારા પર ભરોસો નથી ?

એપેક્સ માર્કેટિંગ ગ્રુપના સ્પોર્ટ્સ બિઝનેસ એનાલિસ્ટ ડેરન રોવલનું કહેવું છે કે વોલાન્સ્કીના સ્ટન્ટથી જેટલો સમય મેચ રોકાઈ તેટલો સમય એડવર્ટાઈઝની કોસ્ટ 3.97 મિલિયન ડોલર થવા જાય છે. ઉલ્લેખનીય છે કે વોલાન્સ્કીનો બોયફ્રેન્ડ યુટ્યુબર પણ છે. અને યુટ્યુબ પર તે પ્રેન્ક ચેનલ ચલાવે છે, જેના 10 મિલિયન જેટલા સબસ્ક્રાઈબર્સ છે. તેની નેટવર્શ લગભગ 7.2 મિલિયન પાઉન્ડ જેટલી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK