વિમેન્સ ક્રિકેટ પહેલાંથી જ બીસીસીઆઇની અન્ડર હોય એ જરૂરી હતું : મિતાલી

Published: 2nd August, 2020 11:32 IST | Agencies | New Delhi

ઇન્ડિયન વિમેન્સ ક્રિકેટ ટીમની સ્ટાર પ્લેયર મિતાલી રાજનું કહેવું છે કે ઇન્ડિયન વિમેન્સ ક્રિકેટ ઘણા સમય પહેલાં ભારતીય ક્રિકેટ બોર્ડના નેતૃત્વ હેઠળ આવી જવું જોઈતું હતું.

મિતાલી રાજ
મિતાલી રાજ

ઇન્ડિયન વિમેન્સ ક્રિકેટ ટીમની સ્ટાર પ્લેયર મિતાલી રાજનું કહેવું છે કે ઇન્ડિયન વિમેન્સ ક્રિકેટ ઘણા સમય પહેલાં ભારતીય ક્રિકેટ બોર્ડના નેતૃત્વ હેઠળ આવી જવું જોઈતું હતું. મિતાલીના મત પ્રમાણે આમ થવાથી પ્લેયરોને નાણાકીય સુરક્ષા ઉપલબ્ધ થઈ શકી હોત. આ સંદર્ભે પોતાનો મત પ્રગટ કરતાં મિતાલીએ કહ્યું કે ‘મારા ખ્યાલથી કેટલાંક કામ પાંચ વર્ષ પહેલાં જ થઈ ગયાં હોત તો વધારે સારું હોત. ઘણા પ્લેયરોને નાણાકીય કટોકટી અને પૈસાની અછતને કારણે બીજે શિફ્ટ થવું પડે છે. ૨૩-૨૪ વર્ષની ઉંમર થતાં પેરન્ટ્સ પૂછવા માંડે છે કે હવે આગળ શું? વિમેન્સ ક્રિકેટર તરીકે તમે તમારા પેરન્ટ્સને શું જવાબ આપી શકો? આ જ સમસ્યાને કારણે ઘણા પ્રતિભાશાળી ક્રિકેટરોએ અન્ય ક્ષેત્રમાં જવું પડ્યું હતું. એ સમયે ભારતીય ક્રિકેટ બોર્ડ હતું અને જો એણે પ્લેયરના પરિવાર વિશે વિચાર્યું હોત તો આજે વિમેન્સ ક્રિકેટ વધારે સફળ થયું હોત. ખરું કહું તો ક્રિકેટ મને ઘણી મદદ કરે છે. મેં મારી જાતે ક્રિકેટ પસંદ નહોતું કર્યું. મારા પિતાએ મને એમાં ઘણી મદદ કરી હતી. નાની હતી ત્યારે મારા પપ્પા મને ઍકૅડેમીમાં લઈ ગયા હતા અને ૧૦ વર્ષના બાળકને શું ખબર પડે? જો કોઈએ મને પૂછ્યું હોત કે મિતાલી, તું મોટી થઈને શું બનવા માગે છે? તો કદાચ મેં કહ્યું હોત કે હું મોટી થઈને આઇએએસ ઑફિસર બનવા માગું છું.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK