ઑસ્ટ્રેલિયા સામેના પૂનમ અને શેફાલીના પર્ફોર્મન્સનાં વખાણ કર્યાં મિતાલી રાજે

Published: Feb 23, 2020, 13:38 IST | New Delhi

ઇન્ડિયા વન-ડે ટીમની કૅપ્ટન મિતાલી રાજે હાલમાં પૂનમ યાદવ અને દીપ્તિ શર્માનાં ખૂબ જ વખાણ કર્યાં છે.

મિતાલી રાજ
મિતાલી રાજ

ઇન્ડિયા વન-ડે ટીમની કૅપ્ટન મિતાલી રાજે હાલમાં પૂનમ યાદવ અને દીપ્તિ શર્માનાં ખૂબ જ વખાણ કર્યાં છે. ટી૨૦ વર્લ્ડ કપની શરૂઆત ઇન્ડિયા અને ઑસ્ટ્રેલિયાની મૅચ દ્વારા થઈ હતી. આ મૅચમાં ઇન્ડિયાની જીત થઈ હતી. આ જીત બાદ મિતાલીએ ટ્વીટ કર્યું હતું, ‘પૂનમ યાદવની બોલિંગ ટર્નિંગ પૉઇન્ટ હતી. તે છેલ્લાં ઘણાં વર્ષોથી ઇન્ડિયાની મેઇન સ્પિનર તરીકે ખૂબ સારી જવાબદારી નિભાવી રહી છે. તેની સ્ટાઇલ આ મૅચમાં પણ કામ કરી ગઈ. જોકે દીપ્તિ શર્મા અને જેમિમાહ રૉડ્રિગ્સ‍ની પાર્ટનરશિપ ખૂબ કામ આવી હતી, પરંતુ ઑસ્ટ્રેલિયાના મેગાસ્ટાર્સ સામે પૂનમે જે વિકેટ લીધી એનાથી ગેમ ચેન્જ થઈ હતી. શેફાલીએ તેની ડેબ્યુ મૅચમાં મને ઇમ્પ્રેસ કરી હતી. તેણે ઇન્ડિયાના મિડલ ઑર્ડરને ખૂબ મજબૂત બનાવ્યું છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK