World Cup 2019 માં સ્ટાર્કનો વધુ એક રેકોર્ડ, બન્યો પહેલો બોલર બન્યો

London | Jun 30, 2019, 21:22 IST

ઓસ્ટ્રેલિયાના સ્ટાર ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્કે આ વર્લ્ડ કપમાં પોતાની તોફાની બોલિંગથી હરીફ ટીમોના બેટ્સમેનોને હંફાવી રહ્યો છે. ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં તેણે ઘાતક બોલિંગ કરતા 5 વિકેટ ઝડપી અને 85 રને ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

World Cup 2019 માં સ્ટાર્કનો વધુ એક રેકોર્ડ, બન્યો પહેલો બોલર બન્યો
મિશેલ સ્ટાર્ક (PC : Cricket Australia)

London : ઇંગ્લેન્ડમાં ચાલી રહેલ વર્લ્ડ કપનું ટાઇટલ જીતવા માટે ભારતની સાથે ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ મજબુત દાવેદાર માનવામાં આવે છે. ત્યારે ઓસ્ટ્રેલિયાના સ્ટાર ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્કે આ વર્લ્ડ કપમાં પોતાની તોફાની બોલિંગથી હરીફ ટીમોના બેટ્સમેનોને હંફાવી રહ્યો છે. ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં તેણે ઘાતક બોલિંગ કરતા 5 વિકેટ ઝડપી અને 85 રને ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે 9.4 ઓવરમાં માત્ર 26 રન આપી અને 5 વિકેટ ઝડપી હતી. વર્લ્ડ કપ 2019માં તેણે અત્યાર સુધી 7 મેચોમાં 24 વિકેટ ઝડપી છે. આ સાથે તેણે પાછલા વિશ્વ કપમાં પોતાના 22 વિકેટના રેકોર્ડને પાછળ છોડી દીધો છે. 2015ના વિશ્વ કપમાં સ્ટાર્કે 22 વિકેટ ઝડપી હતી અને મેન ઓફ ધ મેચ રહ્યો હતો.

આ પણ જુઓ : મૅચ કરતા વધુ ચર્ચામાં રહી છે આ મહિલા એન્કર, જુઓ એનો ગ્લેમરસ અંદાજ

વિશ્વ કપમાં રચ્યો ઈતિહાસ
મિશેલ સ્ટાર્કે ન્યૂઝીલેન્ડ સામેની 5 વિકેટ ઝડપ્યા બાદ વનડે વર્લ્ડ કપના ઈતિહાસમાં પહેલો એવો બોલર બન્યો જેણે ત્રણ વખત 5 કે ચેથી વધુ વિકેટ ઝડપી છે. વર્લ્ડ કપ 2019મા બીજીવાર સ્ટાર્કે બીજીવાર પાંચ વિકેટ ઝડપી છે. આ પહેલા સ્ટાર્કે વિન્ડીઝ સામે 46 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. તો ઈંગ્લેન્ડ સામે સ્ટાર્કે 43 રન આપીને ચાર સફળતા મેળવી હતી. શ્રીલંકા સામે તેણે 55 રન આપીને ચાર વિકેટ લીધી હતી.

આ પણ જુઓ : વર્લ્ડ કપ દરમિયાન ફૅમસ થઈ આ મિસ્ટ્રી ગર્લ, જાણો કોણ છે?

આ રેકોર્ડ પણ તોડી શકે છે સ્ટાર્ક 
એક વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ ઝડપવાનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેક્ગ્રાના નામે નોંધાયેલો છે. 2007 વર્લ્ડ કપમાં મેક્ગ્રાએ કુલ 26 વિકેટ ઝડપી હતી. સ્ટાર્ક હવે આ વર્લ્ડ કપમાં 2 વિકેટ ઝડપશે તો તેની બરોબરી કરી લેશે અને 3 વિકેટ ઝડપતા મેક્ગ્રાનો રેકોર્ડ તોડી દેશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK