Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > જિમમાં સમય વિતાવી રહ્યો છે મિચેલ સ્ટાર્ક

જિમમાં સમય વિતાવી રહ્યો છે મિચેલ સ્ટાર્ક

14 August, 2020 12:59 PM IST | Mumbai Desk
Agencies

જિમમાં સમય વિતાવી રહ્યો છે મિચેલ સ્ટાર્ક

મિચેલ સ્ટાર્ક

મિચેલ સ્ટાર્ક


ઑસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક ભારત સામે વર્ષના અંતમાં રમાનારી ટેસ્ટ સિરીઝ માટે હાલમાં જિમમાં વધારે સમય વિતાવી રહ્યો છે. કોરોનાકાળમાં તેને અને અન્ય પ્લેયર્સને ભરપૂર આરામ મળ્યો હતો અને પોતાનો લય પાછો મેળવવા માટે તે સખત મહેનત કરી રહ્યો છે. ત્રીજી ડિસેમ્બરથી ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મૅચની સિરીઝ શરૂ થવાની છે. પોતાના વિશે સોશ્યલ મીડિયામાં વાત કરતાં મિચેલ સ્ટાર્કે કહ્યું કે ‘ઉનાળાના સમયમાં મારું વજન ૯૩ કિલોથી ઘટીને ૮૭ કિલો થઈ ગયું છે. હું મારું આટલું વજન રાખવા ઇચ્છતો હતો જે ટાર્ગેટ મેં પ્રાપ્ત કરી લીધો છે. ઉનાળાની શરૂઆતમાં મારું વજન ૯૦-૯૧ કિલો હતું, પણ હવે શેપમાં આવી ગયા પછી હું પોતાને ઘણો સ્ટ્રૉન્ગ મહેસૂસ કરું છું. આ શેપમાં આવવા માટે મેં જિમમાં ઘણો પસીનો વહાવ્યો છે. બોલિંગ કરીને પણ હું મારા લયમાં પાછો આવી રહ્યો છું. સારી વાત એ છે કે બોલિંગ કરતી વખતે હું ૧૬૦ પ્રતિ કલાકની ઝડપ પ્રાપ્ત કરી શક્યો હતો. આશા રાખું કે આગામી સિરીઝમાં કન્ડિશન સારી રહેશે તો આ સ્પીડ હું જાળવી રાખી શકીશ.’


Whatsapp-channel Whatsapp-channel

14 August, 2020 12:59 PM IST | Mumbai Desk | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK