Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ભારત સાથે પિન્ક બૉલ ટેસ્ટ રમવાની મજા આવશે : સ્ટાર્ક

ભારત સાથે પિન્ક બૉલ ટેસ્ટ રમવાની મજા આવશે : સ્ટાર્ક

27 May, 2020 12:21 PM IST | Melbourne
Agencies

ભારત સાથે પિન્ક બૉલ ટેસ્ટ રમવાની મજા આવશે : સ્ટાર્ક

મિચેલ સ્ટાર્ક

મિચેલ સ્ટાર્ક


ઑસ્ટ્રેલિયા સાથે ઇન્ડિયા પિન્ક બૉલ ટેસ્ટ રમવાની વાત લૉકડાઉન પહેલાં ચાલી રહી હતી અને હવે મિચેલ સ્ટાર્કે પણ કહ્યું છે કે તેમની સાથે પિન્ક બૉલ ટેસ્ટ રમવાની મજા આવશે. ગયા વર્ષે ૨૦૧૮-’૧૯ની ટૂરમાં ભારતે ડે-નાઇટ ટેસ્ટ રમવાની ના પાડી દીધી હતી. જોકે ફેબ્રુઆરીમાં સૌરવ ગાંગુલીએ પણ આ ટેસ્ટ માટે હા પાડી હતી. આ સંદર્ભે મિચેલ સ્ટાર્કે કહ્યું કે ‘મારા ખ્યાલથી ભારત સાથે પિન્ક બૉલ ટેસ્ટ રમવાની મજા આવશે. ચાહકોને પણ આ ગમશે અને આ કૉન્ટેસ્ટમાં બૅટ અને બૉલની સારી જુગલબંધી જોવા મળશે. ભારત પિન્ક બૉલ ગેમ પોતાના દેશમાં જ રમ્યું છે, વિદેશી ધરતી પર નથી રમ્યું. ફાયદાની વાત કરું તો પિન્ક બૉલ ગેમમાં અમારો હોમગ્રાઉન્ડ પર સારો રેકૉર્ડ છે. આ જ વસ્તુ ભારત માટે પણ લાગુ પડે છે. જો અમે આ પિન્ક બૉલ ટેસ્ટ રમવા ભારત જઈએ એમાં સારી વાત એ છે કે આ પ્રકારનું ક્રિકેટ રમવા માટે ભારતીય ક્રિકેટ ટીમ ઘણી ઉત્સુક છે.’


Whatsapp-channel Whatsapp-channel

27 May, 2020 12:21 PM IST | Melbourne | Agencies

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK