૩૫ બૉલમાં ધબડકો થયો અને પાકિસ્તાનનો પરાજય લખાયો

Published: 30th August, 2012 05:55 IST

    મંગળવારે પાકિસ્તાન સામેની પ્રથમ વન-ડે ઑસ્ટ્રેલિયાએ ૧૦ બૉલ બાકી રાખીને ૪ વિકેટે જીતી લીધી હતી.

શારજાહ: આ સાથે કાંગારૂઓએ ત્રણ મૅચની સિરીઝમાં ૧-૦થી સરસાઈ મેળવી હતી. ૪૨ રનમાં પાંચ વિકેટ લેનાર કાંગારૂ પેસબોલર મિચલ સ્ટાર્કને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ મળ્યો હતો. બીજા પેસબોલર જેમ્સ પૅટિન્સને ફક્ત ૧૯ રનમાં ત્રણ વિકેટ લીધી હતી.

બૅટિંગ લીધા પછી પાકિસ્તાનનું ટોટલ ૪૦મી ઓવરમાં પાંચ વિકેટે ૧૭૪ રન હતું ત્યારે મૅચ જીતવા માટે બન્ને ટીમ સરખી દાવેદાર લાગતી હતી, પરંતુ એ તબક્કા પછી ૩૫ બૉલમાં પાકિસ્તાને બાકીની પાંચ વિકેટ ગુમાવી દેતાં જીતવા માટેના એના ચાન્સ ઘણા ઘટી ગયા હતા. પાકિસ્તાન ઑલઆઉટ થયું ત્યારે એનો સ્કોર ૧૯૮ રન હતો. એમાં અસદ શફીકનો ૫૬ અને ઉમર અકમલનો બાવન રનનો ફાળો હતો.

ઑસ્ટ્રેલિયાએ ૬૭ રનમાં ચાર વિકેટ ગુમાવી દેતાં પાકિસ્તાનની જીતના થોડા ચાન્સ ફરી વધી ગયા હતા, પરંતુ કૅપ્ટન માઇકલ ક્લાર્ક (૬૬ રન, ૯૬ બૉલ, પાંચ ફોર) અને જ્યૉર્જ બેઇલી (૫૭ રન, ૮૮ રન, એક સિક્સર, એક ફોર) તેમ જ ગ્લેન મૅક્સવેલ (૩૮ રન, ૩૮ બૉલ, એક સિક્સર, બે ફોર)ના યોગદાનોથી ઑસ્ટ્રેલિયાએ ૪૯મી ઓવરના બીજા બૉલમાં જીત હાંસલ કરી હતી.

પાકિસ્તાની બોલરોમાં સ્પિનર સઈદ અજમલે ૩૦ રનમાં ત્રણ અને મોહમ્મદ હાફિઝે ૨૯ રનમાં બે વિકેટ લીધી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK