Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > વેઇટલિફ્ટિંગ ચૅમ્પિયનશિપમાં મીરાબાઈએ જીત્યો ગોલ્ડ મેડલ

વેઇટલિફ્ટિંગ ચૅમ્પિયનશિપમાં મીરાબાઈએ જીત્યો ગોલ્ડ મેડલ

10 July, 2019 12:55 PM IST | એપિયા

વેઇટલિફ્ટિંગ ચૅમ્પિયનશિપમાં મીરાબાઈએ જીત્યો ગોલ્ડ મેડલ

મીરાબાઈ ચાનુ

મીરાબાઈ ચાનુ


ભૂતપૂર્વ વર્લ્ડ ચૅમ્પિયન મીરાબાઈ ચાનુએ કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચૅમ્પિયનશિપના પહેલા દિવસે ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતે સિનિયર, જુનિયર અને યુથ કૅટેગરીમાં ટોટલ ૧૩ મેડલ જીત્યા હતા જેમાં ૮ ગોલ્ડ, ૩ સિલ્વર અને ૨ બ્રૉન્ઝ મેડલ સામેલ છે. ઑલિમ્પિક ક્વૉલિફાઇંગ ઇવેન્ટની સિનિયર વિમેન્સ ૪૯ કિલોની કૅટેગરીમાં મીરાબાઈએ ટોટલ ૧૯૧ કિલો (૮૪ કિલો પ્લસ ૧૦૭ કિલો) વજન ઊંચક્યું હતું જેને કારણે તે ગોલ્ડ મેડલ જીતી હતી. આ ગોલ્ડને કારણે તેને જે પૉઇન્ટ્સ મળશે એ આવતા વર્ષે ટોક્યો ૨૦૨૦ ઑલિમ્પિક્સમાં ક્વૉલિફાય થવા માટેની ફાઇનલ રૅન્કિંગમાં ઉમેરાશે.

આ પણ વાંચો : ઑસ્ટ્રેલિયાએ ઇંગ્લૅન્ડને હરાવવામાં ઘણી મહેનત કરવી પડશે: જો રૂટ



ટોક્યો ૨૦૨૦ ઑલિમ્પિક્સમાં ક્વૉલિફાય થવા વેઇટલિફ્ટરોનો છેલ્લા ૧૮ મહિનામાં ૬ ઇવેન્ટનો પર્ફોર્મન્સ ગણતરીમાં લેવામાં આવે છે જેમાંથી ૪ બેસ્ટ રિઝલ્ટ ધરાવનાર લિફ્ટર ક્વૉલિફાય થાય છે.


Whatsapp-channel Whatsapp-channel

10 July, 2019 12:55 PM IST | એપિયા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK