Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > બેન સ્ટોક્સની પૈસા વસૂલ બેટિંગ

બેન સ્ટોક્સની પૈસા વસૂલ બેટિંગ

02 May, 2017 05:04 AM IST |

બેન સ્ટોક્સની પૈસા વસૂલ બેટિંગ

બેન સ્ટોક્સની પૈસા વસૂલ બેટિંગ


ben stokes




બેન સ્ટોક્સની શાનદાર સેન્ચુરીને કારણે ગઈ કાલે પુણેએ ગુજરાતને પાંચ વિકેટે હરાવ્યું હતું. સ્ટોક્સને પુણેની ટીમે હરાજીમાં ૧૪.૫ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તેણે પોતાની આટલી કિંમતને યથાર્થ સાબિત કરી દઈ ૬૩ બૉલમાં ૬ સિક્સર અને ૭ ચોગ્ગાની મદદથી નૉટઆઉટ ૧૦૩ રન ફટકાર્યા હતા. ગુજરાતે આપેલા ૧૬૨ રનના લક્ષ્યાંકના જવાબમાં પુણેની શરૂઆત સારી નહોતી. એણે પોતાની ચાર વિકેટે ૪૨ રનમાં જ ગુમાવી હતી. ત્યાર બાદ મહેન્દ્ર સિંહ ધોની અને સ્ટોક્સ વચ્ચે ૭૬ રનની પાર્ટનરશિપ થઈ હતી.

ટૉસ હાર્યા બાદ પહેલાં બૅટિંગ કરવા ઊતરેલા ગુજરાતે ૧૯.૫ ઓવરમાં તમામ વિકેટ ગુમાવીને ૧૬૧ રન બનાવ્યા હતા, જેમાં બ્રેન્ડન મૅક્લમે સૌથી વધુ ૪૫ રન બનાવ્યા હતા. ગુજરાતે શરૂઆત સારી કરી હતી, પરંતુ બાદમાં અન્ય બૅટ્સમેનો એનો લાભ નહોતા ઉઠાવી શક્યા. ઇમરાન તાહિરે ઈશાનને આઉટ કરીને પુણેને પહેલી સફળતા અપાવી હતી. પુણે તરફથી ઇમરાન તાહિર અને ઉનડકટે ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી.


Whatsapp-channel Whatsapp-channel

02 May, 2017 05:04 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK