Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > લોહાણાઓએ સુપર સન્ડેમાં મારી બાજી

લોહાણાઓએ સુપર સન્ડેમાં મારી બાજી

09 March, 2020 05:02 PM IST | Mumbai Desk
Dinesh Savaliya / Sachin Vajani

લોહાણાઓએ સુપર સન્ડેમાં મારી બાજી

મિડડે કપ

મિડડે કપ


ઘોઘારી લોહાણાની મૅચ ઑફ ધ ડેમાં પરજિયા સોની સામે એક રનથી રોમાંચક જીત, જ્યારે હાલાઈ લોહાણાએ ઑલરાઉન્ડ પર્ફોર્મન્સ વડે સોરઠિયા મુસ્લિમ ઘાંચીને ૪૪ રનથી કર્યા પરાસ્તઃયુવા ટૅલન્ટેડ અડાઆઠમ દરજીએ આંજણા ચૌધરી સામે ૮ વિકેટે શાનદાર જીત મેળવીને કરી સીઝનની સૉલિડ શરૂઆત : નાથળિયા ઉનેવાળ બ્રાહ્મણે કમાલના પર્ફોર્મન્સ સાથે નવગામ વીસાનાગર વણિક સામે જીત સાથે પ્રી-ક્વૉર્ટર ફાઇનલ માટેની દાવેદારી કરી મજબૂત

‘મિડ-ડે કપ ૨૦૨૦’માં ગઈ કાલનો દિવસ સુપર સન્ડે સાબિત થયો હતો. એકથી એક રોમાંચક મુકાબલાઓએ ક્રિકેટપ્રેમીઓને ખુશ કરી દીધા હતા. છેલ્લી બે સીઝનનો ટચ જાળવી રાખતાં અડાઆડમ દરજીએ વધુ એક શાનદાર પર્ફોર્મન્સ સાથે ટુર્નામેન્ટમાં પ્રથમ વાર રમી રહેલી આંજણા ચૌધરી ટીમને ૮ વિકેટે હરાવીને સીઝન ૧૩ની ધમાકેદાર શરૂઆત કરી હતી. પ્રથમ લીગમાં હાર મળ્યા બાદ પરજિયા સોની સામે જીત સાથે કમબૅક કરનાર નાથળિયા ઉનેવાળ બ્રાહ્મણ ટીમે વધુ એક વાર ઑલરાઉન્ડ પર્ફોર્મન્સ સાથે નવગામ વીસાનાગર વણિકની ટૅલન્ટેડ અને અનુભવી ટીમને હરાવીને પ્રી-ક્વૉર્ટરના દ્વારે પહોંચી ગઈ હતી. મૅચ ઑફ ધ ડે સાબિત થયેલી ટક્કરમાં ભારે ઉતાર-ચડાવ બાદ પરજિયા સોની સામે ઘોઘારી લોહાણાએ એક રનથી રોમાંચક જીતી સાથે નૉક-આઉટ રાઉન્ડમાં પ્રવેશ ઑલમોસ્ટ કન્ફર્મ કરી લીધો હતો. દિવસની છેલ્લી મૅચમાં પણ ભારે રોમાંચકતાની અપેક્ષા હતી, પણ હાલાઈ લોહાણા સામે સોરઠિયા મુસ્લિમ ઘાંચી ટીમ ખાસ કંઈ કમાલ નહોતી કરી શકી અને ૪૪ રનથી હારી ગઈ હતી.
મૅચ ૧
ગ્રુપ Dની આ ટક્કરમાં અડાઆઠમ ચૌધરી સામે આંજણા ચૌધરીના કૅપ્ટન મુકેશ પટેલે ટૉસ જીતી પહેલાં બૅટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ચાર ઓવરમાં ૬૧ રન ફટકારીને સૉલિડ શરૂઆત કર્યા બાદ આંજણા ચૌધરી ટીમે પાંચમી ઓવરમાં વિકેટ ગુમાવતાં ૧૦ રન માઇનસ થયા બાદ ફસડાઈ પડી હતી. નિરંતર વિકેટપતનને લીધે રનગતિને બ્રેક લાગી ગઈ હતી. આખરે ૧૦ ઓવરમાં ૮ વિકેટે ૧૦૦ રનના આંકડે પહોંચવા તેઓ સફળ રહ્યા હતાં. પાંચમી ઓવરમાં ઝટકો આપવા ઉપરાંત ૧૮ રનમાં ૩ વિકેટ સાથે આંજણા ચૌધરી ટીમની બૅટિંગલાઇન-અપની કમર તોડીને અડાઆઠમ દરજીનો ફક્ત ૧૫ વર્ષનો અને ૧૦મા ધોરણની પરીક્ષા ચાલી રહી હોવા છતાં ટીમ માટે મેદાનમાં ઊતરીને પાર્થ દરજીએ સર્વેનાં દિલ જીતી લીધાં હતાં. ૧૦૧ રનના ટાર્ગેટ સામે કૅપ્ટન મુકેશ પટેલે અડાઆઠમ દરજીને પહેલી જ ઓવરમાં ઝટકો આપીને આંજણા ચૌધરી કૅમ્પમાં જોશ ભરી દીધું હતું. અડાઆઠમ દરજીના ટૅલન્ટેડ અને અનુભવી કૅપ્ટન રવિ પરમારે ત્યાર બાદ બાજી પોતાના હાથમાં લઈ લીધી હતી અને તેને ધ્રુવ દરજીનો પણ સૉલિડ સપોર્ટ મળ્યો હતો. બન્ને બીજી વિકેટ માટે ૮૮ રનની પાર્ટનરશિપ સાથે ટીમને જીતના દ્વારે લઈ ગયા હતા. રવિ પરમાર ૪૭ રન સાથે અણનમ રહ્યો હતો, પણ ધ્રુવ પરમાર સાતમી ઓવરના છેલ્લા બૉલમાં ૩૯ રન બનાવીને આઉટ થઈ ગયો હતો. આમ ૮ વિકેટ જીત સાથે અડાઆઠમ દરજીએ સીઝનની શાનદાર શરૂઆત કરી હતી ત્યારે ટુર્નામેન્ટમાં પહેલી વાર રમી રહેલી આંજણા ચૌધરી સતત બીજા પરાજય સાથે નૉક-આઉટની રેસમાંથી ઑલમોસ્ટ બહાર થઈ ગઈ હતી. અડાઆઠમ દરજીનો પાર્થ દરજી મૅન ઑફ ધ મૅચ જાહેર થયો હતો.
ટૂંકો સ્કોર
આંજણા ચૌધરી : ૧૦ ઓવરમાં ૯ વિકેટે ૧૦૦ રન (વિજય પટેલ ૧૩ બૉલમાં ચાર ફોર સાથે ૨૦ રન, ઈશ્વર ચૌધરી છ બૉલમાં એક સિક્સર અને બે ફોર સાથે ૧૫ રન, કિરણ ભોલિયા ૬ બૉલમાં ત્રણ ફોર સાથે ૧૪ રન, ભાવિક ચૌધરી આઠ બૉલમાં બે સિક્સર સાથે ૧૨ રન અને દિનેશ પટેલ ૧૦ બૉલમાં એક ફોર સાથે અણનમ ૧૦ રન, પાર્થ દરજી ૧૮ રન આપી ત્રણ વિકેટ, પ્રીતેશ રાઠોડ ૮ રન, ધ્રુવ દરજી ૧૦ રન, રોહન ચૌહાણ ૧૪ રન અને નીલેશ ચૌહાણ ૨૪ રન આપી એક-એક વિકેટ )
અડાઆઠમ દરજી :  ૭.૩ ઓવરમાં બે વિકેટે ૧૦૩ રન (રવિ પરમાર ૨૩ બૉલમાં બે સિક્સર અને ચાર ફોર સાથે અણનમ ૪૭ રન, ધ્રુવ દરજી ૨૩ બૉલમાં એક સિક્સર અને ચાર ફોર સાથે ૩૯ રન, મુકેશ પટેલ ૧૫ રન આપીને બે વિકેટ)
મૅચ ૨
ગ્રુપ Eની આ મૅચમાં નાથળિયા ઉનેવા‍ળ બ્રાહ્મણ સામે નવગામ વીસાનાગર વણિકના કૅપ્ટન મનન શાહે ટૉસ જીતીને પહેલાં ફીલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બે ઓવરમાં ૩૮ રન ફટકારીને નાથળિયા ઉનેવાળ બ્રાહ્મણે મસ્ટ-વિન મૅચમાં સરસ શરૂઆત કરી હતી. ત્રીજી ઓવરમાં પ્રથમ વિકેટ બાદ પાંચમી ઓવરમાં કૅપ્ટન વિવેક જોષી આઉટ થઈ જતાં ટીમને જબરો ઝટકો લાગ્યો હતો. ત્યાર બાદ નિરંતર વિકેટપતન છતાં એક છેડો સાચવીને રાજીવ પાઠકે ૧૨ બૉલમાં એક સિક્સર અને બે ફોર સાથે અણનમ ૨૧ રન ફટકારીને ટીમને ૧૦ ઓવરના અંતે સન્માનજનક ૯૪ રન સુધી લઈ ગયો હતો. નવગામ વીસાનાગર વણિક માટે ૯૫ રનનો ટાર્ગેટ કંઈ અઘરી વાત નહોતી, પણ આશ્ચર્યજનક રીતે તેમના બૅટ્સમેનો નાથળિયા ઉનેવાળ બ્રાહ્મણના સ્પિનરો સામે ફસડાઈ પડતાં ૧૦ ઓવરમાં ૯ વિકેટે ૭૪ રન સુધી જ પહોંચી શક્યા હતા અને ૨૦ રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. નાથળિયા ઉનેવાળ બ્રાહ્મણ ટીમે પહેલી લીગમાં હાર બાદ સતત બીજી જીત મેળવીને શાનદાર કમબૅક સાથે પ્રી-ક્વૉર્ટર ફાઇનલ માટેની દાવેદારી નોંધાવી દીધી હતી. મહત્ત્વપૂર્ણ ૨૧ રન અને ૩ વિકેટ સાથે ઑલરાઉન્ડ પર્ફોર્મન્સ બદલ નાથળિયા ઉનેવાળ બ્રાહ્મણનો રાજીવ પાઠક મૅન ઑફ ધ મૅચ જાહેર થયો હતો.
ટૂંકો સ્કોર
નાથળિયા ઉનેવા‍ળ બ્રાહ્મણ : ૧૦ ઓવરમાં આઠ વિકેટે ૯૪ રન (વિવેક જોષી ૧૩ બૉલમાં ચાર ફોર સાથે ૨૩ રન, રાજીવ પાઠક ૧૨ બૉલમાં એક સિક્સર અને બે ફોર સાથે અણનમ ૨૧ રન, જયેશ ઓઝા ૧૧ બૉલમાં એક સિક્સર અને બે ફોર સાથે ૨૦ રન, વિનય શાહ ૧૦ રનમાં ત્રણ વિકેટ, નીરવ શાહ ૧૯ રનમાં બે વિકેટ, પ્રણવ શાહ ૧૧ રન અને પલક શાહ ૨૧ રન આપી ૧-૧ વિકેટ)
નવગામ વીસાનાગર વણિક :  ૧૦ ઓવરમાં ૯ વિકેટે ૭૪ રન (પ્રણવ શાહ ૧૦ બૉલમાં એક સિક્સર અને ત્રણ ફોર સાથે ૨૧ રન, વિનય શાહ સાત બૉલમાં એક સિક્સર અને બે ફોર સાથે ૧૬ રન, મનન શાહ સાત બૉલમાં એક સિક્સર અને એક ફોર સાથે ૧૪ રન, રાજીવ પાઠક ૨૨ રન આપી ત્રણ વિકેટ, હિરેન ઓઝા ૧૬ રન આપી બે વિકેટ, પાર્થિવ મહેતા ચાર રન, ઉર્વેશ ઓઝા અને વિવેક જોષી ૨૦-૨૦ રન આપી એક-એક વિકેટ)
મૅચ ૩
ગ્રુપ Eની આ ટક્કરમાં પરજિયા સોની સામે ઘોઘારી લોહાણાના કૅપ્ટન યોગેશ વસાણીએ ટૉસ જીતીને પહેલાં બૅટિંગનો નિર્ણય લીધો હતો. પહેલી લીગમાં ધમાકેદાર પર્ફોર્મન્સ કરનાર ઘોઘારી લોહાણાના ઓપનરોએ ફરી ટીમને સૉલિડ શરૂઆત કરાવી આપી હતી. ઓપનર સુજય ઠક્કર ૧૫ બૉલમાં ૩૨ રન બનાવીને આઉટ થયા બાદ અમન સુરૈયાએ ૨૪ બૉલમાં ૫૧ રન બનાવીને સેકન્ડ લાસ્ટ બૉલમાં આઉટ થયો હતો. પરજિયા સોનીના દેવાંશ હિરાણીએ સાતમી ઓવર મેઇડન નાખતાં ઘોઘારી લોહાણાના સ્કોરમાંથી ૬ રન માઇનસ થઈ ગયા હતા. ઘોઘારી લોહાણા આખરે ૬ વિકેટે ૧૪૫ રનનો સ્કોર બનાવવામાં સફળ થયું હતું. ૧૪૬ રનના ચૅલેન્જિંગ ટાર્ગેટ સામે પરજિયા સોનીએ ચાર ઓવરમાં એક વિકેટ ૫૧ રન ફટકારીને શાનદાર શરૂઆત કરી હતી. ચોથી ઓવરમાં પરજિયા સોનીના વિકી ધકાણે સતત પાંચ બૉલમાં પાંચ ફોર ફટકારીને મેદાન ગજવી નાખ્યું હતું. પાંચમી ઓવરમાં ડબલ સાથે કુલ ૨૯ રન મેળવીને ટીમના સ્કોરને ૮૦ રને પહોંચાડીને ઘોઘારી લોહાણાના કૅમ્પમાં સોપો પાડી દીધો હતો. વિકી ધકાણ (૫૦) અને દેવાંશ હિરાણી (૪૦)ની ફટકાબાજીએ ઘોઘારી લોહાણાના બોલરોને ભયભીત કરી દીધા હતા. છઠ્ઠી ઓવરમાં વધુ ૧૦ અને સાતમી ઓવરમાં બે સિક્સર અને બે ફોર સાથે કુલ ૨૨ રન ફટકારીને સ્કોરને ૧૧૨ રન સુધી ગઈ ગયા હતા અને હવે ૧૮ બૉલમાં ૩૪ રનની જરૂર હતી અને પરજિયા સોની એકાદ ઓવર બાકી રાખીને જીતી શકે એવું લાગી રહ્યું હતું. જોકે આઠમી ઓવરમાં બે વિકેટ પડી જતાં મૅચમાં ફરી ટર્ન આવ્યો હતો. નવમી ઓવરમાં ૬ રન બન્યા હતા અને વધુ બે વિકેટ પડી જતાં પરજિયા સોનીને છેલ્લી ઓવરમાં જીત માટે ૧૬ રનની જરૂર હતી. પહેલા બૉલે અને ત્રીજા બૉલે બાઉન્ડરી જતાં ઘોઘારી લોહાણા જ્ઞાતિજનોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. પછી ૩ બૉલમાં જીત માટે ૮ રનની જરૂર હતી. ચોથા અને પાંચમાં બૉલે બે-બે રન બનતાં છેલ્લા બૉલમાં ચાર રનની જરૂર હતી અને ફક્ત બે રન જ બનતાં ઘોઘારી લોહાણની એક રનથી રોમાંચક જીત થઈ હતી. સતત બીજી જીત સાથે ઘોઘારી લોહાણાએ પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં સ્થાન પાકું કરી લીધું છે જ્યારે પરજિયા સોનીનું સતત બીજી હાર સાથે હવે ટુર્નામેન્ટમાં ટકી રહેવું મુશ્કેલ થઈ ગયું છે. ૫૧ રન કરી છેલ્લા
બૉલમાં રનઆઉટ કરાવવા સાથે ટીમની યાદગાર જીતમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપવા બદલ ઘોઘારી લોહાણાનો અમન સુરૈયા મૅન ઑફ ધ મૅચ જાહેર થયો હતો.
ટૂંકો સ્કોર
ઘોઘારી લોહાણા : ૧૦ ઓવરમાં ૬ વિકેટે ૧૪૫ રન (અમન સુરૈયા ૨૪ બૉલમાં ચાર સિક્સર અને પાંચ ફોર સાથે ૫૧, સુજય ઠક્કર ૧૫ બૉલમાં ૩ સિક્સર અને ૩ ફોર સાથે ૩૨ અને આકાશ ઠક્કર ૧ બૉલમાં ચાર ફોર સાથે ૧૭ રન, દેવાંશ હિરાણી ૧૦ રનમાં ત્રણ તથા પરીક્ષિત સોની ૨૦ રનમાં અને સારંગ સોની ૨૭ રનમાં એક-એક વિકેટ)
પરજિયા સોની :  ૧૦ ઓવરમાં ૬ વિકેટે ૧૪૪ રન (વિક્કી ધકાણ ૨૪ બૉલમાં ૩ સિક્સર અને ૬ ફોર સાથે ૪૦, દેવાંશ હિરાણી ૧૯ બૉલમાં બે સિક્સર અને પાંચ ફોર સાથે ૪૦ તથા ધર્મિત ધકાણ ૮ બૉલમાં બે ફોર સાથે ૧૬ રન, કવન વસાણી ૨૬ રનમાં અને અમિત ઠક્કર ૨૮ રનમાં બે-બે વિકેટ તથા યોગેશ વસાણી ૩૦ રનમાં એક વિકેટ)
મૅચ ૪
ગ્રુપ Bના આ જંગમાં સોરઠિયા મુસ્લિમ ઘાંચી સામે હાલાઈ લોહાણના કૅપ્ટન નિંકુજ કારિયાએ ટૉસ જીતીને પહેલાં બૅટિંગનો નિર્ણય લીધો હતો. કૅપ્ટનના નિર્ણયને યોગ્ય ઠેરવતાં ઓપનરોએ ૪.૪ ઓવરમાં ૪૬ રન ફટકાર્યા હતા. પાંચમી ઓવરમાં ઓપનર અને ડેન્જરમૅન તેજસ કાનાણીની વિકેટ પડતાં ૧૦ રનનો ઝટકો લાગ્યો હતો અને રનગતિને બ્રેક લાગી ગઈ હતી. છઠ્ઠી ઓવરના અંતે બે વિકેટે ૫૦ રન બનતાં હાલાઈ લોહાણા સોરઠિયા મુસ્લિમ ઘાંચીને ૧૦૦ રનની અંદરનો ટાર્ગેટ આપશે એવું લાગી રહ્યું હતું, પણ હર્ષિત સવાણી (૩૬) અને સ્નેહલ વિઠ્ઠલાણી (અણનમ ૩૧)એ ત્રીજી વિકેટ માટે ૨૨ ઓવરમાં ૬૭ રન ફટકારીને ટીમને ૧૦ ઓવરને અંતે ૩ વિકેટે ૧૨૭ રનના ચૅલેન્જિંગ સ્કોર સુધી લઈ ગયા હતા. સોરઠિયા મુસ્લિમ ઘાંચી માટે ૧૨૮ રનના ટાર્ગેટ સામે તેમનો સ્ટાર ખેલાડી સુફિયાન ચૌહાણ મહત્ત્વપૂર્ણ હતો પણ તે ૬ બૉલમાં માત્ર ૬ રન જ બનાવીને આઉટ થતાં ટીમે હથિયાર નાખી દીધાં હતાં. ઓપનર અતિક ચૌહાણ ૩૧ બૉલમાં ૫૦ રન સાથે લડત આપતાં સોરઠિયા મુસ્લિમ ઘાંચી ૧૦ ઓવરમાં ૮ વિકેટે ૮૩ રનના સન્માનજનક સ્કોર બનાવી શક્યા હતા અને ૪૪ રનથી હાર જોવી પડી હતી. સતત બીજી હાર સાથે સોરઠિયા મુસ્લિમ ઘાંચી માટે હવે ટુર્નામેન્ટમાં ટકી રહેવું મુશ્કેલ થઈ ગયું છે અને હાલાઈ લોહાણાએ સતત બીજી જીત સાથે પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. ૭ બૉલમાં આક્રમક અણનમ ૩૨ રન, એક વિકેટ તથા એક કૅચ સાથે ઑલરાઉન્ડ પર્ફોર્મન્સ બદલ હાલાઈ લોહાણાનો સ્નેહલ વિઠ્ઠલાણી મૅન ઑફ ધ મૅચ જાહેર થયો હતો.
ટૂંકો સ્કોર
હાલાઈ લોહાણા : ૧૦ ઓવરમાં ૩ વિકેટે ૧૨૭ રન (હષિત સવાણી ૨૦ બૉલમાં ચાર સિક્સર અને એક ફોર સાથે ૩૬, મેહુલ ગોકાણી ૨૦ બૉલમાં એક સિક્સર અને ચાર ફોર સાથે ૩૫, સ્નેહલ વિઠ્ઠલાણી ૭ બૉલમાં ૩ સિક્સર અને ત્રણ ફોર સાથે અણનમ ૩૧ તથા તેજસ કાનાણી ૧૩ બૉલમાં બે સિક્સર અને એક ફોર સાથે ૨૦ રન, સુફિયાન બિલખિયા સાત રનમાં, અતિક ચૌહાણ ૨૬ રનમાં તથા સુફિયાન ચૌહાણ ૩૮ રનમાં એક-એક વિકેટ)
સોરઠિયા મુસ્લિમ ઘાંચી : ૧૦ ઓવરમાં ૮ વિકેટે ૮૩ રન (અતિક ચૌહાણ ૩૧ બૉલમાં ચાર સિક્સર અને ૩ ફોર સાથે ૫૦ તથા અકબર શાહ ૯ બૉલમાં બે સિક્સર અને એક ફોર સાથે ૧૯ રન, તેજસ કાનાણી ૧૦ રનમાં, નિકુંજ કારિયા ૧૧ રનમાં અને વિનેશ ઠક્કર ૩૩ રનમાં બે-બે વિકેટ તેમ જ સ્નેહલ વિઠ્ઠલાણી ૨૦ રનમાં એક વિકેટ)


Whatsapp-channel Whatsapp-channel

09 March, 2020 05:02 PM IST | Mumbai Desk | Dinesh Savaliya / Sachin Vajani

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK