મિડ-ડે કપની પ્રથમ સેન્ચુરી થઈ

Published: 30th December, 2012 05:42 IST

વૈંશ સુથારના દિવ્યેશ કાટેલિયાએ આ સિદ્ધિ સાથે ટીમને જીત અપાવીને પ્રી-ક્વૉર્ટરની આશા જીવંત રખાવી : સૌરાષ્ટ્ર લેઉવા પટેલ રસાકસીભરી મૅચમાં પરાજિત થતાં આઉટમિડ-ડે કપના ઇતિહાસમાં ગઈ કાલે પહેલી વાર સેન્ચુરી જોવા મળી હતી. આ સિદ્ધિ વૈંશ સુથારના ઓપનર દિવ્યેશ કાટેલિયાએ હાંસલ કરી હતી. તેણે છારીયા ઉનેવાળ બ્રાહ્મણ સામે અણનમ ૧૦૯ રન બનાવ્યા હતા.

આવતી કાલની બધી પ્રી-ક્વૉર્ટર ફાઇનલ લાઇન-અપ નક્કી થઈ ગયા પછી પ્રથમ જાન્યુઆરીના બ્રેક પછીની બીજી જાન્યુઆરીની પહેલી બે લાઇન-અપ ગઈ કાલે નક્કી થઈ હતી. એ લાઇન-અપ માટેની હરીફ ટીમો ગઈ કાલે ગ્રુપ ચ્ તથા ગ્રુપ જ્ની છેલ્લી લીગ મૅચો પરથી નક્કી થઈ હતી.

મૅચ ૧

કચ્છી લોહાણાની ટીમ આ મૅચ પહેલાં જ પ્રી-ક્વૉર્ટરમાં પહોંચી હતી એટલે એના માટે આ મુકાબલો પ્રૅક્ટિસ-મૅચ જેવો હતો જેમાં એના બૅટ્સમેનોએ બૅટિંગ મળતાં સારો ફાયદો લીધો હતો. આ ટીમે ચાર સારી ભાગીદારીઓની મદદથી પાંચ વિકેટે ૧૨૩ રન બનાવ્યા હતા. ઓપનર અવધ ઠક્કર અને મિડલના બૅટ્સમૅન ર્કીતન માણેકે એક-એક વખત સતત ત્રણ બૉલમાં ત્રણ ફોર ફટકારીને ટીમને ત્રીજી ફોરના ચારને બદલે ૧૦ રન અપાવ્યા હતા.

વીસા સોરઠિયા વણિકની ટીમની ઇનિંગ્સ અનોખી હતી. આઠમી ઓવરને બાદ કરતા દરેક ઓવરમાં આ ટીમે વિકેટ ગુમાવી હતી. પાવર ઓવરની એક વિકેટને લીધે બૅટિંગ ટીમના ટોટલમાંથી ૧૦ રન કપાઈ ગયા હતા. છેવટે આ ટીમ ૯ વિકેટે ૭૨ રન બનાવી શક્તા ૫૧ રનથી હારી ગઈ હતી અને સ્પર્ધા બહાર થઈ ગઈ હતી.

ટૂંકો સ્કોર : કચ્છી લોહાણા : ૧૦ ઓવરમાં પાંચ વિકેટે ૧૨૩ રન (અવધ ઠક્કર ૨૧ બૉલમાં ૭ ફોર સાથે ૩૭ રન, કર્તિન માણેક ૧૨ બૉલમાં પાંચ ફોર સાથે ૨૪ રન, યોગેશ શાહ ૨-૦-૧૭-૩)

વીસા સોરઠિયા વણિક : ૧૦ ઓવરમાં ૯ વિકેટે ૭૨ રન (હર્ષ ૧૪ બૉલમાં એક ફોર સાથે ૧૨ રન, એક્સ્ટ્રા ૨૦)

મૅચ ૨

સઈ સુતાર વાંઝા નાઘેરે બૅટિંગ લઈને નબળી શરૂઆત કરી હતી. પહેલી ચાર ઓવરમાં માત્ર ૧૫ રન બન્યા હતા અને ચારેય ઓવરમાં એક-એક વિકેટ પડી હતી. બૅટથી થતો પ્રત્યેક રન ડબલ કરી આપતી પાવર ઓવરમાં કુલ ફક્ત બે રન થયા હતા. આ ટીમ એકમાત્ર શૈલેશ જેઠવાની ૩૬ નૉટઆઉટની મોટી ઇનિંગ્સ સાથે માત્ર ૭૮ રન બનાવી શકી હતી.

લુહાર સુતારે સારા પ્રારંભ પછી સારીએવી ગતિએ રન બનાવ્યા હતા. જોકે પાવર ઓવરમાં બે વિકેટ પડતાં ટોટલમાંથી ૨૦ રન કપાઈ ગયા હતા, પરંતુ સાતમી ઓવરમાં ૧૯ રન બન્યા હતા જે ટર્નિંગ પૉઇન્ટ સાબિત થયા હતા. છેવટે લુહાર સુતારની ટીમે નવમી ઓવરમાં ૮૨ રનના ટોટલ સાથે પ્રી-ક્વૉર્ટરમાં પ્રવેશ મેળવી લીધો હતો.

ટૂંકો સ્કોર : સઈ સુતાર વાંઝા નાઘેર: ૧૦ ઓવરમાં પાંચ વિકેટે ૭૮ રન (શૈલેશ જેઠવા પચીસ બૉલમાં પાંચ ફોર સાથે ૩૬ નૉટઆઉટ, જયેશ ગોહિલ ૧૭ બૉલમાં એક સિક્સર અને એક ફોર સાથે ૧૫ રન, પારસ ચિત્રોડા ૨-૦-૭-૨, અંકિત કનાડિયા ૨-૦-૪-૧, અંકિત હરસોરા ૨-૦-૧૩-૧)

લુહાર સુતાર : ૮.૨ ઓવરમાં ૪ વિકેટે ૮૨ રન (અંકિત હરસોરા ૧૦ બૉલમાં બે સિક્સર અને એક ફોર સાથે ૨૩ નૉટઆઉટ, એક્સ્ટ્રા ૨૧, મયૂર જેઠવા ૨-૦-૧૩-૨, શૈલેશ જેઠવા ૨-૦-૧૧-૧)

મૅચ ૩

મિડ-ડે કપના ઇતિહાસમાં ઘણી રીતે નામ નોંધાવનાર આ મૅચમાં વૈંશ સુથારે બૅટિંગ લઈને માત્ર બન્ને ઓપનરો દિવ્યેશ કાટેલિયા તથા જિતુ પડિયારની અતૂટ ભાગીદારીથી ૧૦ ઓવરમાં બનેલા ૧૭૪ રનના ટોટલ સાથે છારીયા ઉનેવાળ બ્રાહ્મણને ૧૭૫ રનનો તોતિંગ ટાર્ગેટ આપ્યો હતો. આ વખતના મિડ-ડે કપનું આ હાઇએસ્ટ ટોટલ હતું. ૧૭૪ રનની ઓપનિંગ ભાગીદારી મિડ-ડે કપના ઇતિહાસની સૌથી મોટી હતી.

મિડ-ડે કપની અગાઉની સીઝનમાં કપોળના જય મહેતા અને અમર મહેતા વચ્ચે થયેલી ૧૨૯ રનની ભાગીદારી આ પહેલાંની બેસ્ટ ઓપનિંગ પાર્ટનરશિપ હતી જે તૂટી છે.

દિવ્યેશ કાટેલિયા મિડ-ડે કપના ઇતિહાસનો પ્રથમ સેન્ચુરિયન છે. તેણે ૩૫ બૉલમાં ૧૦૦ રન પૂરા કર્યા હતા અને બીજા ત્રણ બૉલમાં બનાવેલા રન સાથે ૩૮ બૉલમાં ૧૦૯ રનના હાઇએસ્ટ ઇન્ડિવિજ્યુઅલ સ્કોર સાથે અણનમ ઇનિંગ્સ પૂરી કરી હતી. તેણે સાત સિક્સર તથા બાર ફોર ફટકારી હતી. તેણે બે વખત સતત બે બૉલમાં બે સિક્સર ફટકારીને ટીમને બીજી સિક્સરના છને બદલે ૧૫ રન અપાવ્યા હતા. તેણે એક તબક્કે લાગલગાટ ત્રણ ફોર પણ ફટકારી હતી જેમાં ટીમને ત્રીજી ફોરના ચારને બદલે ૧૦ રન મળ્યાં હતા.

છારીયા ઉનેવાળ બ્રાહ્મણની ટીમ ૧૦ ઓવરમાં પાંચ વિકેટે ૬૮ રન બનાવી શકી હતી અને ૧૦૬ રનથી પરાજિત થઈ હતી.

ટૂંકો સ્કોર : વૈંશ સુથાર : ૧૦ ઓવરમાં વિના વિકેટે ૧૭૪ રન (દિવ્યેશ કાટેલિયા ૩૮ બૉલમાં સાત સિક્સર અને બાર ફોર સાથે ૧૦૯ નૉટઆઉટ, જિતુ પડિયાર ૨૩ બૉલમાં બે ફોર સાથે ૨૧ નૉટઆઉટ, એક્સ્ટ્રા ૯)

છારીયા ઉનેવાળ બ્રાહ્મણ : ૧૦ ઓવરમાં પાંચ વિકેટે ૬૮ રન (રસેશ જાની ૩૧ બૉલમાં બે ફોર સાથે ૨૮ રન, દિવ્યેશ કાટેલિયા ૨-૦-૭-૨, કુણાલ ગોઢાણિયા ૨-૦-૧૧-૧)

મૅચ ૪

બન્ને ટીમ માટે ડુ ઑર ડાય જેવી આ મૅચમાં ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ (બારીશી)એ ૧૦ ઓવરમાં પાંચ વિકેટે ૯૬ રન બનાવ્યા હતા. એકમાત્ર મનીષ ભટ્ટે ૨૦ રનનો ફિગર પાર કયોર્ હતો. જોકે ૯૬ રનનું ટોટલ આ ટીમ માટે પ્રી-ક્વૉર્ટરના પ્રવેશ માટે ડિફેન્ડેબલ તો હતું જ.

સૌરાષ્ટ્ર લેઉવા પટેલની સ્ટ્રૉન્ગ ટીમ જીતવા કોઈ કસર બાકી નહીં રાખે એવી ધારણા હતી અને એવું જ બન્યું હતું. સૌરાષ્ટ્ર લેઉવા પટેલે ૧૦ ઓવરમાં ચાર વિકેટે ૯૨ રન બનાવ્યા હતા અને માત્ર પાંચ રન માટે વિજય ચૂકી ગઈ હતી. મૅચવિનર મનીષ ભટ્ટની પાવર ઓવરમાં એક વિકેટ પડતાં ટોટલમાંથી ૧૦ રનની બાદબાકી થઈ હતી જે છેલ્લે આ ટીમને ભારે પડી હતી. રાજુ ઠાકરની છેલ્લી ઓવરમાં સૌરાષ્ટ્ર લેઉવા પટેલને જીતવા ૩૦ રનની જરૂર હતી. શૈલેશ માણિયાએ ટીમને જિતાડવા જબરદસ્ત ફટકાબાજી કરી હતી. સતત ત્રણ ફોર સાથે ટીમને ત્રીજી ફોરના ચારને બદલે ૧૦ રન પણ અપાવ્યા હતા અને છેલ્લા બે બૉલમાં ૧૨ રનની જરૂર હતી, પરંતુ સેકન્ડલાસ્ટ બૉલની તેની સિક્સર ગયા પછી છેલ્લા બૉલમાં તે ફરી છગ્ગો નહોતો મારી શક્યો અને આ ટીમે ભારે લડત પછી હાર જોવી પડી હતી.

એ સાથે આ નિર્ણાયક મુકાબલામાં ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ (બારીશી)એ પ્રી-ક્વૉર્ટરમાં પ્રવેશ કરી લીધો હતો.

ટૂંકો સ્કોર : ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ (બારીશી) : ૧૦ ઓવરમાં પાંચ વિકેટે ૯૬ રન (મનીષ ભટ્ટ ૧૭ બૉલમાં એક સિક્સર અને બે ફોર સાથે ૨૭ રન, શમી ઉપાધ્યાય ૧૫ બૉલમાં ૧૫ નૉટઆઉટ, ભરત ગોરસિયા ૨-૦-૧૩-૨)

સૌરાષ્ટ્ર લેઉવા પટેલ : ૧૦ ઓવરમાં ૪ વિકેટે ૯૨ રન (શૈલેશ માણિયા ૩૬ બૉલમાં ચાર સિક્સર અને છ ફોર સાથે ૬૦ નૉટઆઉટ, રવિ ભારોડિયા ૧૧ બૉલમાં એક ફોર સાથે ૧૦ રન, મનીષ ભટ્ટ ૨-૦-૬-૨, મિહિર ભટ્ટ ૨-૦-૮-૨)

આજે લીગ મૅચોનો છેલ્લો દિવસ

સવારે ૯.૦૦

મેઘવાળ (G૧)

V/S

આહિર (G૨)

સવારે ૧૧.૦૦

બ્રહ્મક્ષત્રિય (H૩)

V/S

મોચી (H૪)

બપોરે ૧.૦૦

વાગડ વીસા ઓસવાળ જૈન (F૧)

V/S

દશા સોરઠિયા વણિક (F૨)

બપોરે ૩.૦૦

હાલાઈ લોહાણા (H૧)

V/S

ગુર્જર સુતાર (H૨)

પ્રી-ક્વૉર્ટર ફાઇનલ

આવતી કાલના મુકાબલા

સવારે ૯.૦૦

ચરોતર રૂખી

V/S

બાલાસિનોર

સવારે ૧૧.૦૦

કચ્છી કડવા પાટીદાર

V/S

ઘોઘારી વીસા શ્રીમાળી જૈન

બપોરે ૧.૦૦

કચ્છી વીસા ઓસવાળ જૈન

V/S

માહ્યાવંશી

બપોરે ૩.૦૦

નવગામ વીસા નાગર વણિક

V/S

કપોળ


Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK