Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > મિડ ડે કપઃ દિલધડક ટાઇ બાદ સુપર-ઓવરમાં હાલાઈ લોહાણાનો રોમાંચક વિજય

મિડ ડે કપઃ દિલધડક ટાઇ બાદ સુપર-ઓવરમાં હાલાઈ લોહાણાનો રોમાંચક વિજય

17 March, 2019 11:45 AM IST | મુંબઈ

મિડ ડે કપઃ દિલધડક ટાઇ બાદ સુપર-ઓવરમાં હાલાઈ લોહાણાનો રોમાંચક વિજય

12મી સિઝનનો 12મો દિવસ રહ્યો લૉ સ્કોરિંગ

12મી સિઝનનો 12મો દિવસ રહ્યો લૉ સ્કોરિંગ


પ્રી-ક્વૉર્ટર ફાઇનલ-૪

ગઈ કાલની પ્રથમ મૅચ અને પ્રી-ક્વૉર્ટર ફાઇનલ નંબર ૪માં હાલાઈ લોહાણાના કૅપ્ટન તેજસ કાનાણીએ ટૉસ જીતીને પહેલાં ફીલ્ડિંગ કરવાનો નર્ણિય લીધો હતો. કપોળની નવી ઓપનિંગ જોડી ઉમંગ શાહ અને ઉમંગ શેઠ પહેલી બે ઓવરમાં ૧૪ રન બનાવીને શાંત શરૂઆત બાદ ત્રીજી ઓવરમાં એક સિક્સર અને લગાતાર ત્રણ ફોર ફટકારીને બોનસના ૬ રન સાથે કુલ ૨૫ રન બનાવ્યા હતા અને સ્કોરને ૩૯ રન પર પહોંચાડી દીધો હતો. ચોથી ઓવરના છેલ્લા બૉલે ઉમંગ શેઠના આઉટ થતાં કપોળને પહેલો ઝટકો લાગ્યો હતો. પાંચમી અને પાવર ઓવરમાં કૅપ્ટન મૌલિક મહેતા આઉટ થઈ જતાં કપોળના સ્કોરમાંથી ૧૦ રન માઇનસ થઈ ગયા હતા. પાવર ઓવરમાં કમાલ કરનાર હાલાઈ લોહાણાના નિકુંજ કારિયાએ ત્યાર બાદ સાતમી ઓવરમાં પણ બે ઝટકા આપીને કપોળની બૅટિંગ લાઇનઅપની કમર તોડી નાખી હતી. લોહાણા એક્સપ્રેસ તરીકે જાણીતા હાલાઈ લોહાણાના જય ચંદારાણાએ છેલ્લી ઓવરમાં તરખાટ મચાવતાં ૩ વિકેટ ઝડપીને કપોળ જેવી ટીમને ૧૦ ઓવરમાં માત્ર ૬૬ રનમાં ઑલઆઉટ કરી દીધી હતી. હાલાઈ લોહાણા ૬૭ રનનો ટાર્ગેટ છઠ્ઠી કે સાતમી ઓવરમાં મેળવી લેશે એવી ચર્ચાઓ થવા લાગી હતી. ૩ ઓવરમાં ૧૯ રન સાથે સંયમી શરૂઆત બાદ ચોથી ઓવરમાં હાલાઈ લોહાણાને પહેલો ઝટકો લાગ્યો હતો. સાતમી ઓવરના અંતે સ્કોર એક વિકેટે ૫૦ રન થયો હતો અને હવે જીત માટે ૧૮ બૉલમાં ૧૭ રનની જરૂર હતી અને ૯ વિકેટ બાકી હતી. આઠમી ઓવરમાં માત્ર ૪ રન બન્યા હતા અને મેહુલ ગોકાણીની વિકેટ પણ પડી હતી. નવમી ઓવરમાં એક ફોર સાથે સાત રન બનતાં હાલાઈ લોહાણાને જીત માટે હવે ૬ બૉલમાં ૬ રનની જ જરૂરી હતી. છેલ્લી ઓવરનો પહેલો બૉલ ડૉટ રહ્યા બાદ બીજા બૉલમાં હર્મેશ સોમૈયાએ બાઉન્ડરી ફટકારીને ટીમને જીતના દ્વારે લઈ ગયો હતો અને હવે જીત માટે ચાર બૉલમાં માત્ર બે રનની જરૂર હતી. ચોથા બૉલે લેગ-બાયનો એક રન બનતાં સ્કોર લેવલ થઈ ગયો હતો. હવે સ્ટ્રાઇક પર કૅપ્ટન તેજસ કાનાણી આવ્યો હતો. કપોળના બોલર સિતાંશુ પારેખે ચોથા અને પાંચમા બૉલમાં કોઈ રન બનવા નહોતો દીધો અને છેલ્લા બૉલે તેજસ કાનાણીના દાંડિયા ગૂલ કરી દેતાં મૅચ રોમાંચક રીતે ટાઈ થઈ હતી અને કપોળ ટીમ અને સમર્થકો જય જય કપોળના નારા સાથે ફુલ જોશમાં આવી ગયા હતા.



દિલધડક ટાઇ બાદ મૅચના વિજેતા નક્કી કરવા સુપર-ઓવર કૉન્ટેસ્ટ થઈ હતી, જેમાં ૧૧ રનના ટાર્ગેટ સામે માત્ર ૬ રન જ બનાવી શકતાં હાલાઈ લોહાણા ચાર રનથી જીતીને ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચ્યું હતું. હાલાઈ લોહાણા આજે ક્વૉર્ટર ફાઇનલમાં કચ્છી લોહાણા સામે ટકરાશે.


mid day cup

સુપર-ઑવરમાં શું થયું?


કપોળ ટીમે તેના ત્રણ બૅટ્સમેનમાં ઉમંગ શાહ, ઉમંગ શેઠ અને કૅપ્ટન મૌલિક મહેતા તથા બોલર તરીકે ભાર્ગવ મહેતા પસંદ કયોર્ હતો. હાલાઈ લોહાણાએ બૅટ્સમેન તરીકે દીપ મહેતા, પૃથ્વી ખખ્ખર અને હર્મેશ સોમૈયા તથા બોલર તરીકે જય ચંદારાણાને પંસદ કર્યો હતો. સુપર-ઓવરમાં કપોળના કૅપ્ટન મૌલિક મહેતાએ ટૉસ જીતીને હાલાઈ લોહાણાને પહેલાં બૅટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું.

હાલાઈ લોહાણા

(ઓપનર હર્મેશ સોમૈયા અને દીપ ઠક્કર)

પ્રથમ બૉલ : હર્મેશ સોમૈયા - ચાર રન

બીજો બૉલ : વાઇડ બૉલ

બીજો બૉલ : હર્મેશ સોમૈયા - કોઈ રન નહીં

ત્રીજો બૉલ : હર્મેશ સોમૈયા - એક રન

ચોથો બૉલ : દીપ ઠક્કર - કોઈ રન નહીં

પાંચમો બૉલ : દીપ ઠક્કર - કૅચ આઉટ

છઠ્ઠો બૉલ : હર્મેશ સોમૈયા - ચાર રન

કપોળ

(ઓપનર ઉમંગ શાહ અને ઉમંગ શેઠ)

પ્રથમ બૉલ : ઉમંગ શાહ - કોઈ રન નહીં

બીજો બૉલ : વાઇડ બૉલ

બીજો બૉલ : ઉમંગ શાહ - કૅચ આઉટ

ત્રીજો બૉલ : ઉમંગ શેઠ - ત્રણ રન

ચોથો બૉલ : મૌલિક મહેતા - કોઈ રન નહીં

પાંચમો બૉલ : મૌલિક મહેતા - કોઈ રન નહીં

છઠ્ઠો બૉલ : મૌલિક મહેતા - બે રન

mid day cup

મેઇન મૅચમાં બે ઓવરમાં ૧૬ રનમાં બે વિકેટ બાદ સુપર ઓવરમાં ૧૧ રનના ટાર્ગેટ સામે એક વિકેટ સાથે માત્ર ૬ રન આપીને ટીમની યાગદાર જીતમાં મહkïવના યોગદાન બદલ હાલાઈ લોહાણાનો જય ચંદારાણા મૅન ઑફ ધ મૅચ જાહેર થયો હતો.

ટૂંકો સ્કોર

કપોળ : ૧૦ ઓવરમાં ૬૬ રનમાં ઑલઆઉટ (ઉમંગ શાહ ૨૯ બૉલમાં એક સિક્સર અને પાંચ ફોર સાથે ૩૯ અને સિતાંશુ પારેખ ૬ બૉલમાં એક ફોર સાથે ૮ રન, વિનેશ ઠક્કર બે રનમાં અને નિકુંજ કારિયા પાંચ રનમાં ૩-૩ વિકેટ, જય ચંદારાણા ૧૬ રનમાં બે તથા પૃથ્વી ખખ્ખર ૧૩ રનમાં એક વિકેટ)

હાલાઈ લોહાણા : ૧૦ ઓવરમાં ૩ વિકેટે ૬૬ રન (દીપ ઠક્કર ૧૪ બૉલમાં એક સિક્સર અને બે ફોર સાથે ૨૧, હર્મેશ સોમૈયા ૨૧ બૉલમાં ૩ ફોર સાથે અણનમ ૧૮ અને મેહુલ ગોકાણી ૨૨ બૉલમાં ૧૫ રન, સિતાંશુ પારેખ ૯ રનમાં, હર્ષિત ગોરડિયા ૯ રનમાં અને ઉમંગ શેઠ ૯ રનમાં એક-એક વિકેટ)

રિઝલ્ટ : મૅચ ટાઇ અને સુપર ઓવરમાં હાલાઈ લોહાણાનો ૪ રનથી વિજય.

પ્રી-ક્વૉર્ટર ફાઇનલ-૫

પ્રી-ક્વૉર્ટર ફાઇનલ નંબર પાંચમા રોહિદાસવંશી વઢિયારાના કૅપ્ટન ભરત સોલંકીએ ટૉસ જીતીને પહેલાં ફીલ્ડિંગ કરવાનો નર્ણિય લીધો હતો. અડાઆઠમ દરજીએ પહેલી જ ઓવરમાં રન-આઉટમાં વિકેટ ગુમાવીને નબળી શરૂઆત કરી હતી. કૅપ્ટન રવિ પરમારના ૧૫ બૉલમાં ૨૪ રનની ઇનિંગ્સ તથા પ્રિતેશ રાઠોડના ૧૩ રન સાથે ઉપયોગી ઇનિંગ્સને લીધે તથા રોહિદાસવંશી વઢિયારાની સચોટ બોલિંગ અટૅકને લીધે અડાઆઠમ દરજી ૧૦ ઓવરમાં ૯ વિકેટે ૬૨ રન સુધી સીમિત રહ્યું હતું. ફરી મેદાનમાં રોહિદાસવંશી વઢિયારા ૬ કે ૭મી ઓવરમાં વિજય મેળવી લેશે એવી ચર્ચાઓ થવા લાગી હતી. જોકે અડાઆઠમ દરજીની યુવા ટીમ અલગ જ ઇરાદા સાથે મેદાનમાં ઊતરી હતી. તેમને બરાબર ખબર હતી કે સ્કોર ઓછો હોવાથી જીતવું હશે તો વિકેટ ઝડપવી ખૂબ જરૂરી છે અને પહેલી અને પાંચમી છોડીને પ્રત્યેક ઓવરમાં વિકેટ ઝડપતા રહ્યા હતા. આઠ ઓવર બાદ રોહિદાસવંશી વઢિયારાનો સ્કોર ૬ વિકેટે ૪૮ રન થયો હતો અને જીત માટે તેમને હવે ૧૨ બૉલમાં ૧૫ રનની જરૂર હતી. નવમી ઓવરમાં એક ફોર સાથે ૯ રન બનતાં હવે છેલ્લી ઓવરમાં ૬ બૉલમાં ૬ રનની જરૂર હતી. કપોળ-હાલાઈ લોેહાણાની મૅચની જેમ જ આ મૅચમાં પણ ટર્ન આવતાં ફરી ટાઇ અને સુપર-ઓવરનો રોમાંચ જોવા મળશે એવી ચર્ચા થવા લાગી હતી. છેલ્લી ઓવરના પહેલા બૉલે એક રન બાદ બીજો બૉલ ડૉટ રહ્યો હતો. ત્રીજો બૉલ વાઇડ થતાં હવે ચાર બૉલમાં ચાર રનની જરૂર હતી. ત્રીજા અને ચોથા બૉલે એક-એક રન બનતાં હવે બે બૉલમાં બે રનની જરૂર હતી. પાંચમા બૉલે રન-આઉટના રૂપમાં વિકેટ પડતાં છેલ્લા બૉલે ટાઇ માટે એક અને જીત માટે બે રનની જરૂર હતી. છેલ્લા બૉલે ઓપનર હરિશ ડોડિયા આગળ આવીને રમવા જતાં બૉલ ચૂકી ગયો હતો અને વિકેટકીપર રવિ પરમારે સ્ટમ્પ આઉટ કરી દેતાં અડાઆઠમ દરજીનો એક રનથી રોમાંચક વિજય થયો હતો. જીત બાદ અડાઆઠમ દરજી ટીમે આ જીત બાદ ચૅમ્પિયન બની ગઈ હોય એવી રીતે જોશભર્યું સૅલિબ્રેશન કરીને ઉજવણી કરી હતી. અડાઆઠમ દરજીએ મિડ-ડે કપમાં પહેલી વાર ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ કયોર્ હતો અને આજે સેમી ફાઇનલમાં પ્રવેશ માટે કચ્છી વીસા ઓસવાળ જૈન સામે ટકરાશે. અનુભવી રોહિદાસવંશી વઢિયારાએ હાથમાં આવેલી આસાન જીત છીનવાઈ જતાં નિરાશા સાથે વિદાય લીધી હતી.

૧૧ રનમાં ૩ વિકેટ અને ટીમને રોમાંચક જીત અપાવનાર અડાઆઠમ દરજીનો રોહન ચૌહાણ મૅન ઑફ ધ મૅચ જાહેર થયો હતો.

ટૂંકો સ્કોર

અડાઆઠમ દરજી : ૧૦ ઓવરમાં ૯ વિકેટે ૬૨ રન (રવિ પરમાર ૧૫ બૉલમાં પાંચ ફોર સાથે ૨૪ અને પ્રિતેશ રાઠોડ ૧૪ બૉલમાં બે ફોર સાથે ૧૩ રન, પ્રકાશ સોલંકી ચાર રનમાં ચાર તથા શૈલેષ સાપરિયા ૧૩ રનમાં અને પ્રવીણ સોલંકી ૧૩ રનમાં બે-બે વિકેટ)

રોહિદાસવંશી વઢિયારા : ૧૦ ઓવરમાં ૭ વિકેટે ૬૧ રન (હરિશ ડોડિયા ૨૮ બૉલમાં ૩ ફોર સાથે ૩૦ અને પ્રકાશ સોલંકી ૧૧ બૉલમાં ૧૩ રન, રોહન ચૌહાણ ૧૧ રનમાં ૩, નિલેશ ચૌહાણ ૧૫ રનમાં બે અને ગણેશ દરજી ૬ રનમાં એક વિકેટ)

રિઝલ્ટ : અડાઆઠમ દરજીનો એક રનથી વિજય

પ્રી-ક્વૉર્ટર ફાઇનલ-૬

છઠ્ઠી અને છેલ્લી પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં સૌરાષ્ટ્ર લેઉવા પટેલના કૅપ્ટન હિતેશ ભાયાણીએ ટૉસ જીતીને પહેલાં બૅટિંગ કરવાનો નર્ણિય લીધો હતો. પાવરફુલ બૅટિંગ લાઇનઅપના જોરે મોટો સ્કોર બનાવવાના ગેમï-પ્લાન સાથે પ્રથમ બૅટિંગ કરનાર સૌરાષ્ટ્ર લેઉવા પટેલ ટીમ કચ્છી વીસા ઓસવાળ જૈન ટીમની સચોટ બોલિંગ અને ફીલ્ડિંગ સામે ફસડાઈ પડી હતી અને ૧૦ ઓવરમાં ૬ વિકેટે માત્ર ૬૪ રન જ બનાવી શકી હતી. કચ્છી વીસા ઓસવાળ જૈને ત્યાર બાદ બૅટિંગમાં પણ સેન્સિબલી રમતાં ૮.૩ ઓવરમાં ૩ વિકેટ ગુમાવીને વિજય મેળવી લીધો હતો. કૅપ્ટન વિરલ ગંગર સેન્સિબલી રમતાં ૨૮ બૉલમાં પાંચ ફોર સાથે અણનમ ૩૭ રન સાથે ટીમને ક્વૉટર ફાઇનલમાં દોરી ગયો હતો. ત્રણેય લીગમાં ધમાકેદાર પફોર્ર્મન્સને લીધે આ સીઝનમાં વિજેતા બનવા ફેવરિટ લાગી રહેલી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ ટીમે આ સાથે નિરાશાજનક રીતે ટુર્નામેન્ટમાંથી વિદાય લીધી હતી.

લો-સ્કોરિંગ મૅચમાં ૨૮ બૉલમાં પાંચ ફોર સાથે અણનમ ૩૭ રન તથા એક વિકેટ અને એક કૅચ સાથે શાનદાર ઑલરાઉન્ડ પફોર્ર્મન્સ બદલ કચ્છી વીસા ઓસવાળ જૈનનો કૅપ્ટન વિરલ ગંગર મૅન ઑફ ધ મૅચ જાહેર થયો હતો.

ટૂંકો સ્કોર

સૌરાષ્ટ્ર લેઉવા પટેલ : ૧૦ ઓવરમાં ૬ વિકેટે ૬૪ રન (હિતેષ ભાયાણી ૩૬ બૉલમાં એક સિક્સર અને ચાર ફોર સાથે ૩૯ અને રાજેશ કલથિયા ૧૩ બૉલમાં એક ફોર સાથે ૧૪ રન, સાગર છાડવા ૧૪ રનમાં બે તથા જિનિત પાસડ ૧૩ રનમાં અને વિરલ ગંગર ૧૩ રનમાં એક-એક વિકેટ)

કચ્છી વીસા ઓસવાળ જૈન : ૮.૩ ઓવરમાં ૩ વિકેટે ૬૫ રન (વિરલ ગંગર ૨૮ બૉલમાં પાંચ ફોર સાથે અણનમ ૩૭ અને યશ કાપડિયા ૧૪ બૉલમાં ૧૦ રન, પંકજ ધામેલિયા ૯ રનમાં, જિતેશ વઘાસિયા ૧૧ રનમાં અને પીયૂષ પટેલ ૧૨ રનમાં એક-એક વિકેટ)

રિઝલ્ટ : કચ્છી વીસા ઓસવાળ જૈનનો ૭ વિકેટે વિજય

Whatsapp-channel Whatsapp-channel

17 March, 2019 11:45 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK