Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > જગતની પહેલવહેલી TEN10 ક્રિકેટ-ટુર્નામેન્ટની લાગલગાટ તેરમી સીઝન

જગતની પહેલવહેલી TEN10 ક્રિકેટ-ટુર્નામેન્ટની લાગલગાટ તેરમી સીઝન

23 January, 2021 12:17 PM IST | Mumbai
Dinesh Savaliya | feedbackgmd@mid-day.com

જગતની પહેલવહેલી TEN10 ક્રિકેટ-ટુર્નામેન્ટની લાગલગાટ તેરમી સીઝન

તસવીર: સતેજ શિંદે

તસવીર: સતેજ શિંદે


‘મિડ-ડે કપ’ની ૧૩મી સીઝનના નૉક-આઉટ રાઉન્ડનો બીજો દિવસ પહેલા દિવસની સરખામણીએ શાંત રહ્યો હતો અને ત્રણેય પ્રી-ક્વૉર્ટર ફાઇનલ ઑલમોસ્ટ વન-સાઇડેડ રહી હતી. પ્રથમ વાર નૉક-રાઉન્ડમાં પ્રવેશનાર ગુર્જર ક્ષત્રિય કડિયા લીગ રાઉન્ડનો પર્ફોર્મન્સ જાળવી નહોતી શકી અને બૅટ્સમેનોની નિષ્ફળતાને લીધે એણે વિદાય લેવી પડી હતી. કચ્છી વીસા ઓસવાળ જૈનને પણ બૅટ્સમેનોની નિષ્ફળતા નડી હતી અને ચરોતર રૂખી સામે ફક્ત ૮૭ રનનો ટાર્ગેટ આપી શકી હતી. બે વખતની ચૅમ્પિયન વાગડ વીસા ઓસવાળ જૈને પણ પાવર-ઓવરમાં બે વિકેટ ગુમાવીને મૅચ પરથી પકડ ગુમાવી દીધી હતી અને વહેલી વિદાય લઈ લીધી હતી. પ્રી-ક્વૉર્ટરના જંગ બાદ ક્વૉર્ટર ફાઇનલનો જંગ ગોઠવાઈ ગયો હતો અને આજે પ્રથમ મૅચમાં બે પટેલ ટીમો બાથે ભીડવાની છે. સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સામેના જંગમાં કચ્છ-વાગડ લેઉવા પટેલે એના પર્ફોર્મન્સમાં જબરો સુધારો કરવો પડશે. બીજા જંગમાં બે કચ્છની ટીમો, છેલ્લા ત્રણ વખતની વિજેતા કચ્છી કડવા પાટીદાર અને ચાર વખતની રનર-અપ કચ્છી લોહાણા વચ્ચે ટક્કર સંઘર્ષપૂર્ણ રહેવાની અપેક્ષા છે. ગઈ સીઝનની ફાઇનલમાં આ જ બે ટીમ વચ્ચે જંગ જામ્યો હતો. આમ આજે એનું રીરન થવાનું છે. કચ્છી લોહાણા પાસે એ હારનો બદલો લેવાની તક છે. છેલ્લી ક્વૉર્ટર ફાઇનલમાં અનુભવી ચરોતર રૂખી અને યુવા તેમ જ હોંશિલી નાથળિયા ઉનેવાળ બ્રાહ્મણ ટીમની ટક્કર પણ બન્ને ટીમના જ્ઞાતિબંધુઓના જબરા સપોર્ટને લીધે રોમાંચક રહેવાની અપેક્ષા છે.

પ્રી-ક્વૉર્ટર ફાઇનલ-૪



કચ્છ-વાગડ લેઉવા પટેલ ટીમના કૅપ્ટન પીપૂષ ગોઠીએ ટૉસ જીતી પહેલાં ફીલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ગુર્જર ક્ષત્રિય કડિયા ટીમે પ્રથમ ત્રણ ઓવરમાં વિના વિકેટે ૨૮ રન સાથે સારી શરૂઆત કરી હતી. પાંચમી અને પાવર-ઓવર બાદ સ્કોર એક વિકેટે ૪૦ રન થયો હતો. જોકે બાકીની પાંચ ઓવરમાં કોઈ બૅટ્સમૅન મેદાનમાં વધુ સમય સુધી ટકી ન શકતાં તેઓ ૧૦ ઓવરમાં ૬ વિકેટે ૭૯ રન જ બનાવી શક્યા હતા. કચ્છ-વાગડ લેઉવા પટેલે પહેલી જ ઓવરમાં સતત ચાર ફોર ફટકારીને કુલ ૨૩ રન  બનાવીને જીતનો પાયો નાખી દીધો હતો. પાવર-ઓવરમાં એક વિકેટ પડવાને લીધે ૧૦ રન માઇનસના ફટકા છતાં ૯ ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને સહેલાઈથી મૅચ જીતી લીધી હતી.


બે ઓવરમાં માત્ર પાંચ રન આપીને બે વિકેટ તથા ૧૧ રન  સાથે ઑલરાઉન્ડ પર્ફોર્મન્સ બદલ કચ્છ-વાગડ લેઉવા પટેલનો કલ્પેશ નોર મૅન ઑફ ધ મૅચ બન્યો હતો.

ટૂંકો સ્કોર


ગુર્જર ક્ષત્રિય કડિયા: ૧૦ ઓવરમાં ૬ વિકેટે ૭૯ રન ( અલ્પેશ ટાંક ૧૧ બૉલમાં ૩ ફોર સાથે ૧૮, નવીન જાદવ ૬ બૉલમાં બે ફોર સાથે અણનમ ૧૨, જિજ્ઞેશ વાઘેલા ૧૪ બૉલમાં ૧૧ અને કાર્તિક મકવાણા ૧૪ બૉલમાં એક ફોર સાથે ૧૦ રન, કલ્પેશ નોર પાંચ રનમાં બે તથા આકાશ ચામરિયા ૧૪ રનમાં, ભાવેશ રાવરિયા ૧૫ રનમાં અને હસમુખ હથિયાણી ૧૮ રનમાં એક-એક વિકેટ)

કચ્છ-વાગડ લેઉવા પટેલ: ૯ ઓવરમાં ચાર વિકેટે ૮૦ રન (વીરેન દુબરિયા ૧૭ બૉલમાં એક સિક્સર અને ત્રણ ફોર સાથે ૨૯, પીયૂષ ગોઠી ૯ બૉલમાં ચાર ફોર સાથે ૧૭, આકાશ ચામરિયા ૧૨ બૉલમાં એક સિક્સર અને એક ફોર સાથે ૧૪ તથા કલ્પેશ નોર ૭ બૉલમાં બે ફોર સાથે ૧૧ રન, આલેશ ટાંક ૭ રનમાં, નિર્મલ ચૌહાણ ૮ રનમાં અને નવીન જાદવ ૧૮ રનમાં એક-એક વિકેટ)

પ્રી-ક્વૉર્ટર ફાઇનલ-૫

ચરોતર રૂખી ટીમના કૅપ્ટન હર્ષદ રાજપૂતે ટૉસ જીતી પહેલાં ફીલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. અમુક અનુભવી બૅટ્સમેનોની ગેરહાજરીમાં કચ્છી-વીસા ઓસવાળ જૈન જેવી મજબૂત અને અનુભવી ટીમની બૅટિંગ લાઇનઅપ નબળી પડેલી જણાઈ હતી અને ટૉપ ઑર્ડર કૅપ્ટન કોઈ વધુ કમાલ ન કરી શકતાં ૧૦ ઓવરમાં ૮૬ રન જ બનાવી શક્યા હતા. બીજા બૉલમાં ઓપનર નીતિન પરમારની વિકેટ ગુમાવ્યા બાદ અનુભવી જિતેશ પુરબિયા અને સચિન સોલંકી ૭.૧ ઓવરમાં ૮૮ રન ફટકારીને ટીમને ક્વૉર્ટર ફાઇનલમાં દોરી ગયા હતા. જિતેશ પુરબિયા ૧૮ બૉલમાં ૧૫ રન બનાવી સંયમપૂર્વક રમ્યો હતો, જ્યારે સામે છેડે સચિન સોલંકીઅે પાંચ સિક્સર અને ત્રણ ફોર સાથે આક્રમક ૪૭ રન બનાવ્યા હતા.

એક વિકેટ અને ૨૩ બૉલમાં પાંચ સિક્સર અને ત્રણ ફોર સાથે અણનમ ૪૭ રનની શાનદાર ઇનિંગ્સ બદલ ચરોતર રૂખીનો સચિન સોલંકી મૅન ઑફ ધ મૅચ બન્યો હતો.

ટૂંકો સ્કોર

કચ્છી વીસા ઓસવાળ જૈનઃ ૧૦ ઓવરમાં ૬ વિકેટે ૮૬ રન (જિગર ફુરિયા ૨૨ બૉલમાં એક સિક્સર અને ૩ ફોર સાથે ૨૮, મિહિર પાસડ ૧૦ બૉલમાં બે ફોર સાથે ૧૪ અને ધીરેન દેઢિયા ૯ બૉલમાં બે ફોર સાથે ૧૧ રન, હર્ષદ રાજપૂત ૭ રનમાં બે તથા ગૌરવ સોલંકી ૩ રનમાં, ધીરજ સોલંકી ૧૭ રનમાં અને સચિન સોલંકી ૧૮ રનમાં એક-એક વિકેટ)

ચરોતર રૂખીઃ ૭.૧ ઓવરમાં એક વિકેટે ૮૮ રન (સચિન સોલંકી ૨૩ બૉલમાં પાંચ સિક્સર અને ત્રણ ફોર સાથે અણનમ ૪૭ અને જિતેશ પુરબિયા ૧૮ બૉલમાં એક સિક્સર સાથે અણનમ ૧૫ રન, પ્રિયાંક વીરા ૯ રનમાં એક વિકેટ)

પ્રી-ક્વૉર્ટર ફાઇનલ-૬

વાગડ વીસા ઓસવાળ જૈનના કૅપ્ટન હર્ષુલ નંદુએ ટૉસ જીતીને પહેલાં બૅટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઓપનરોએ ચાર ઓવરમાં ૬૩ રન ફટકારતાં કૅપ્ટનનો આ નિર્ણય યોગ્ય જ લાગી રહ્યો હતો અને ટીમ ૧૫૦ પ્લસનો ટાર્ગેટ નાથળિયા ઉનેવાળ બ્રાહ્મણને આપશે એવું લાગી રહ્યું હતું, પણ પાવર-ઓવરમાં નાથળિયા ઉનેવાળ બ્રાહ્મણે પાવર બતાવતાં બે વિકેટ ઝડપીને માઇનસ ૨૦ રન કરાવીને શાનદાર કમબૅક કર્યું હતું. પાવર-ઓવરના ઝટકા બાદ વાગડ વીસા ઓસવાળ જૈન ફસડાઈ ગઈ હતી અને ૧૦ ઓવરમાં ૧૦૦ રનનો આંકડો પણ પાર નહોતી કરી શકી અને પાંચ વિકેટે ૮૭ રન સુધી સીમિત રહ્યા હતા. ૮૮ રન પણ વાગડ વીસા ઓસવાળ જૈન આસાનીથી બનાવવા નહીં દે એ બધા સુપેરે જાણતા હતા અને એટલે જ નાથળિયા ઉનેવાળ બ્રાહ્મણ ટીમના કૅપ્ટન વિવેક જોષીએ બીજા અને ત્રીજા બૉલમાં બે સિક્સર ફટકારીને ૯ રન બોનસ સાથે પહેલી ઓવરમાં ૨૭ રન બનાવીને વાગડ ટીમના કમબૅકના દરવાજા ઑલમોસ્ટ બંધ કરી દીધા હતા. ત્યાર બાદ ખાસ કરીને પાવર-ઓવરમાં આસાનીથી રમતાં નાથળિયા ઉનેવાળ બ્રાહ્મણે ૯.૨ ઓવરમાં વિજય મેળવીને મોટો અપસેટ સર્જી દીધો હતો. ગઈ કાલે બે વખતની ચૅમ્પિયન વાગડ વીસા ઓસવાળ જૈન હરાવ્યા બાદ આજે ક્વૉર્ટર ફાઇનલમાં નાથળિયા ઉનેવાળ બ્રાહ્મણ ટીમે ડબલ મહેનત કરવાની છે, કેમ કે આજે તેમનો મુકાબલો ચાર વખત ચૅમ્પિયન ચરોતર રૂખી સામે છે.

બે ઓવરમાં માત્ર ૧૩ રનમાં અને પાવર-ઓવરમાં બે વિકેટ ઝડપવા બદલ નાથળિયા ઉનેવાળ બ્રાહ્મણનો હિરેન ઓઝા મૅન ઑફ ધ મૅચ બન્યો હતો.

ટૂંકો સ્કોર

વાગડ વીસા ઓસવાળ જૈનઃ ૧૦ ઓવરમાં પાંચ વિકેટે ૮૭ રન (હર્ષુલ નંદુ ૧૭ બૉલમાં ચાર સિક્સર અને બે ફોર સાથે ૪૦, ચિરાગ નિસર ૧૭ બૉલમાં એક સિક્સર અને બે ફોર સાથે ૨૪ અને નિર્સગ છેડા ૧૧ બૉલમાં એક સિક્સર અને ૧૩ રન, હિરેન ઓઝા ૧૩ રનમાં બે તથા વિવેક જોષી ૧૧ રનમાં, હેમલ ઓઝા ૧૬ રનમાં અને ઉર્વેશ ઓઝા ૨૪ રનમાં એક-એક વિકેટ)

નાથળિયા ઉનેવાળ બ્રાહ્મણઃ ૯.૨ ઓવરમાં ત્રણ વિકેટે ૯૨ રન (વિવેક જોષી ૧૩ બૉલમાં બે સિક્સર અને ત્રણ ફોર સાથે ૨૭, ઉર્વેશ ઓઝા ૨૧ બૉલમાં બે ફોર સાથે ૧૪ અને હેમલ ઓઝા પાંચ બૉલમાં બે ફોર સાથે ૧૦ રન, નિર્સગ છેડા ૯ રનમાં, પ્રિન્સ ગડા ૧૨ રનમાં અને પલક સાવલા ૧૧ રનમાં એક-એક વિકેટ)

Whatsapp-channel Whatsapp-channel

23 January, 2021 12:17 PM IST | Mumbai | Dinesh Savaliya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK