મુંબઈની ગુજરાતી જ્ઞાતિઓ માટેના ભવ્ય ક્રિકેટજલસાની આઠમી સીઝન ૧૪ જાન્યુઆરીથી

Published: 26th November, 2014 03:36 IST

મિડ-ડે કપ ૨૦૧૫ માટે ટીમોને એન્ટ્રી મોકલવાનું આમંત્રણ


midday cupમુંબઈની ગુજરાતી જ્ઞાતિઓ માટે મિડ-ડે દ્વારા દર વર્ષે યોજાતી ક્રિકેટસ્પર્ધાની આઠમી સીઝનનો સમય નજીક આવી ગયો છે ત્યારે આ સ્પર્ધા માટે ટીમોને એન્ટ્રી મોકલવાનું આમંત્રણ છે. આ રોમાંચક સ્પર્ધાની ઓપનિંગ સેરેમની ૧૪ જાન્યુઆરીએ થશે અને બીજા દિવસથી સ્પર્ધા શરૂ થઈને ૧૫ ફેબ્રુઆરીએ એ પૂરી થશે.

ટ્વેન્ટી૨૦ ક્રિકેટની જેમ લેધરના બૉલથી રમાતી ૧૦-૧૦ ઓવરની આ એક્સાઇટિંગ ક્રિકેટ-ઇવેન્ટે છેલ્લાં ૭ વર્ષમાં મુંબઈના ગુજરાતીઓમાં અનેરું સ્થાન બનાવ્યું છે. આ સ્પર્ધા પાછી ક્યારે આવશે એની કાગડોળે રાહ જોવાતી હોય છે અને એ ઇન્તેજાર હવે વહેલી તકે પૂરો થઈ રહ્યો છે.

આ સ્પર્ધા માટેના જે નિયમો છે એમાંનો મુખ્ય એ છે કે એમાં વેસ્ટર્નમાં વિરાર સુધીના તથા સેન્ટ્રલમાં શહાડ, બદલાપુર, પનવેલ સુધીના ખેલાડીઓ જ હોવા જોઈશે.

મિડ-ડેની આ ક્રિકેટ-ટુર્નામેન્ટમાં હટકે નિયમો હોય છે અને આ વખતે એમાં વધુ એક્સાઇટમેન્ટ ઉમેરવાના પ્રયાસ પણ કરવામાં આવી રહ્યા છે. સ્પર્ધાનું ફૉર્મેટ ટીમોની સંખ્યાને આધારે નક્કી કરવામાં આવશે.

આ સ્પર્ધા માટેની એન્ટ્રી-ફી ૧૫,૦૦૦ રૂપિયા છે. એ ઉપરાંત ભાગ લેનારી દરેક જ્ઞાતિએ પોતાની ટીમનો સ્પૉન્સર મેળવી આપવાનો રહેશે જેની વિગતવાર માહિતી મિડ-ડેના પ્રતિનિધિ તરફથી પૂરી પાડવામાં આવશે.

આ ટુર્નામેન્ટમાં લાગ લેવા ઇચ્છતી જ્ઞાતિઓ દિનેશ પટેલને ૯૮૨૦૨ ૨૯૮૯૬ નંબર પર ફોન કરીને નામ નોંધાવી શકે છે.

જેટલી પણ એન્ટ્રી આવશે એમાંથી ટીમોના સિલેક્શનમાં મિડ-ડેનો નિર્ણય ફાઇનલ ગણાશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK