Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > મિડ ડે કપઃ ફાઈનલ માટે ત્રણ કચ્છી ટીમો વચ્ચે જામશે જંગ

મિડ ડે કપઃ ફાઈનલ માટે ત્રણ કચ્છી ટીમો વચ્ચે જામશે જંગ

18 March, 2019 11:39 AM IST | મુંબઈ

મિડ ડે કપઃ ફાઈનલ માટે ત્રણ કચ્છી ટીમો વચ્ચે જામશે જંગ

મિડ ડે કપઃ ફાઈનલ માટે ત્રણ કચ્છી ટીમો વચ્ચે જામશે જંગ


ક્વૉર્ટર ફાઇનલ-૧

રોમાચંક પ્રી-ક્વૉર્ટર જંગ બાદ ગઈ કાલે રમાયેલી પ્રથમ ક્વૉર્ટર ફાઇનલ ચૅમ્પિયન કચ્છી વીસા ઓસવાળ જૈન સામે પરજિયા સોની ટીમના કૅપ્ટન દેવેન સતીકુંવરે ટૉસ જીતીને પહેલાં ફીલ્ડિંગ કરવાનો નર્ણિય લીધો હતો. કચ્છી કડવા પાટીદારના આધારસ્તંભ ભાવિક ભગતે પહેલી જ ઓવરમાં ચાર બાઉન્ડરી ફટકારીને શાનદાર શરૂઆત કરી હતી. પરજિયા સોનીએ ત્યાર બાદ ખાસ કરીને ટીનેજર સ્પિનર પરિક્ષીત ધાણકની આગેવાનીમાં ચાર ઓવરમાં માત્ર ૧૭ રન આપીને કમબૅક કર્યું હતું. પરિક્ષીત ધાણકે તેના કાંડાની કરામત વડે કચ્છી કડવા પાટીદારના ફટાકેબાજ બૅટ્સમેનો સામે બે ઓવરમાં માત્ર ૬ રન જ આપ્યા હતા અને લોકોની વાહવાહ મેળવી હતી. પાવર ઓવર બાદ ચૅમ્પિયન કચ્છી કડવા પાટીદારે બાવડાનું જોર બતાવવાનું શરૂ કરી દીધું હતું અને દરેક ઓવરમાં એકાદ-બે સિક્સર અને ફોર ફટકારતા રહીને સ્કોર બોર્ડને ફરતું રાખ્યું હતું અને ૧૦ ઓવરના અંતે ટીમના સ્કોરને ૩ વિકેટે ૧૦૩ રન ચૅલૅન્જિંગ સ્કોર સુધી લઈ ગયા હતા. સૌરાષ્ટ્ર રણજી ટીમના ભૂતપૂર્વ ખેલાડી દિનેશ નાકરાણીએ લગાતાર બે સિક્સર ફટકારીને ટીમને ૯ રન બૉનસ  અપાવ્યા હતા, જ્યારે ઓપનર યુવા ઑલરાઉન્ડર વેદાંશ ધોળુ ઓપનિંગથી છેલ્લે સુધી અણનમ રહી ૨૮ બૉલમાં બે સિક્સર અને ચાર ફોર સાથે ૪૩ રનની શાનદાર ઇનિંગ્સ રમ્યો હતો. ૧૦૪ રનના ટાર્ગેટ સામે પહેલી ઓવરમાં ચાર રન બનાવીને સંયમી શરૂઆત બાદ પરજિયા સોનીએ બીજી ઓવરમાં પ્રી-ક્વૉટર ફાઇનલ જીતનો હીરો પ્રેમલ મહાજન તથા વિકી ધાણકની વિકેટ ગુમાવતાં ટીમ પ્રેશરમાં આવી ગઈ હતી. બીજી ઓવરમાં પરજિયા સોનીને બે-બે ઝટકા આપનાર કચ્છી કડવા પાટીદારના સ્ટાર ઑલરાઉન્ડર અલ્પેશ રામજિયાનીએ પાંચમી અને પાવર ઓવરમાં વધુ એક ઝટકો આપીને ૧૦ રન માઇનસ પણ કરાવી દીધા હતા. આમ અલ્પેશ રામજિયાણીએ બે ઓવરમાં માત્ર ચાર રન આપીને ૩ વિકેટ સાથે પરજિયા સોની ટીમની કમર તોડી નાખી હતી. પરજિયા સોની આખરે ૧૦ ઓવરમાં ૬ વિકેટે ૪૮ રન સુધી પહોંચી શક્યું હતું અને ૫૫ રનની મસમોટી હાર સાથે ટુર્નામેન્ટમાંથી વિદાય લીધી હતી.



૨૮ બૉલમાં બે સિક્સર અને ૪ ફોર સાથે અણનમ ૪૩ રનની શાનદાર ઇનિંગ્સ બદલ કચ્છી કડવા પાટીદારનો વેદાંશ ધોળુ મૅન ઑફ ધ મૅચ જાહેર થયો હતો.


mid day cup 05

ટૂંકો સ્કોર


કચ્છી કડવા પાટીદાર : ૧૦ ઓવરમાં ૩ વિકેટે ૧૦૩ રન (વેદાંશ ધોળું ૨૮ બૉલમાં બે સિક્સર અને ચાર ફોર સાથે અણનમ ૪૩, દિનેશ નાકરાણી ૧૬ બૉલમાં બે સિક્સર અને એક ફોર સાથે ૨૩ અને ભાવિક ભગત ૧૩ બૉલમાં ચાર ફોર સાથે ૨૦ રન, સંજય સોની ૨૩ રનમાં બે અને સારંગ સોની ૧૯ રનમાં એક વિકેટ )

પરજિયા સોની : ૧૦ ઓવરમાં ૬ વિકેટે ૪૮ રન (હર્ષ ધાણક ૧૭ બૉલમાં ૩ ફોર સાથે ૨૩, દેવેન સતીકુંવર ૮ બૉલમાં એક સિક્સર અને એક ફોર સાથે ૧૧ અને યશ ધાણક ૧૭ બૉલમાં એક ફોર સાથે ૧૦ રન, અલ્પેશ રામજિયાણી ચાર રનમાં ત્રણ, દિનેશ નાકરાણી ૧૪ રનમાં બે અને ભાવિક ભગત ૨૦ રનમાં એક વિકેટ)

રિઝલ્ટ : કચ્છી કડવા પાટીદારનો ૫૫ રનથી વિજય.

ક્વૉર્ટર ફાઇનલ-૨

બીજી ક્વૉર્ટર ફાઇનલમાં જંગ બે લોહાણા ટીમો કચ્છી લોહાણા અને હાલાઈ લોહાણા વચ્ચેનો હતો. કચ્છી લોહાણાના કૅપ્ટન અવધ ઠક્કરે ટૉસ જીતીને પ્રથમ બૅટિંગ કરવાનો હિંમતભયોર્ નર્ણિય લીધો હતો. ત્રીજા જ બૉલે ઓપનર જયેશ ઠક્કરે સિક્સર ફટકારીને ટીમનો ઇરાદો જાહેર કરી દીધો હતો. જયેશ ઠક્કરની ૧૯ બૉલમાં બે સિક્સર અને પાંચ ફોર સાથે ૩૮ રન ફટકારીને છઠ્ઠી ઓવરમાં વિદાય બાદ મુંબઈ રણજી ટીમના ભૂતપૂર્વ ખેલાડી ભાવિન ઠક્કરે બાજી સંભાળી લીધી હતી. ભાવિન ઠક્કરે હાલાઈ લોહાણાના કૅપ્ટન તેજસ કાનાણીને સતત પાંચ બૉલમાં પાંચ ફોર ફટકારી હતી. ભાવિન ઠક્કર મિડ-ડે કપમાં તેની પ્રથમ હાફ-સેન્ચુરી ૨૮ બૉલમાં ફટકાર્યા બાદ ૩૫ બૉલમાં ૧૨ ફોર સાથે ૬૬ રન બનાવીને અણનમ રહ્યો હતો. જયેશ ઠક્કર અને ભાવિન ઠક્કરની અફલાતૂન ઇનિંગ્સના જોરે કચ્છી લોહાણાએ ૧૦ ઓવરમાં ૩ વિકેટ સાથે ૧૩૨ રનનો ચૅલૅન્જિંગ સ્કોર બનાવ્યો હતો. હાલાઈ લોહાણાએ પહેલી ઓવરમાં ૩ બાઉન્ડરી સાથે ૧૪ રન ફટકારીને યોગ્ય શરૂઆત કર્યા બાદ બીજી ઓવરમાં કૅપ્ટન તેજસ કાનાણી અને ત્રીજી ઓવરમાં વન-ડાઉન બૅટ્સમૅન દીપ ઠક્કરની વિકેટ પડી જતાં રનગતિ અટકી ગઈ હતી. ચોથી ઓવરમાં ૧૪ અને પાંચમી અને પાવર ઓવરમાં ડબલ સાથે કુલ ૧૨ રન બનતાં સ્કોર પાંચ ઓવરને અંતે ૪૪ રન થયો હતો. જોકે વિશાલ રૂપારેલે નાખેલી છઠ્ઠી ઓવરમાં ત્રણ-ત્રણ વિકેટ પડી જતાં હાલાઈ લોહાણા ટીમનો પરાજય નિãત થઈ ગયો હતો. હાલાઈ લોહાણાએ આખરે ૧૦ ઓવરમાં ૬ વિકેટે ૭૭ રન બનાવ્યા હતા અને ૫૫ રનના મોટા માર્જિનથી હાર સાથે બારમી સીઝનનો નિરાશાજનક રીતે તેમની સફરનો અંત થયો હતો.

૩૫ બૉલમાં ૧૨ આકર્ષક ફોર સાથે અણનમ ૬૬ રનની લાજવાબ ઇનિંગ્સ બદલ કચ્છી લોહાણાનો ભાવિન ઠક્કર મૅન ઑફ ધ મૅચ જાહેર થયો હતો.

ટૂંકો સ્કોર

કચ્છી લોહાણા : ૧૦ ઓવરમાં ૩ વિકેટે ૧૩૨ રન (ભાવિન ઠક્કર ૩૫ બૉલમાં ૧૨ ફોર સાથે અણનમ ૬૬ અને જયેશ ઠક્કર ૧૯ બૉલમાં બે સિક્સર અને પાંચ ફોર સાથે ૩૮ રન, વિનેશ ઠક્કર ૧૧ રનમાં એક વિકેટ)

હાલાઈ લોહાણા : ૧૦ ઓવરમાં ૬ વિકેટે ૭૭ રન (હર્મેશ સોમૈયા ૨૨ બૉલમાં ચાર ફોર સાથે ૩૦, સ્નેહલ વિઠલાણી ૧૦ બૉલમાં એક ફોર સાથે ૧૪ અને પ્રશાંત કારિયા ૧૨ બૉલમાં એક ફોર સાથે અણનમ ૧૧ રન)

રિઝલ્ટ : કચ્છી લોહાણાનો ૫૫ રનથી વિજય

ક્વૉર્ટર ફાઇનલ-૩

ત્રીજી અને છેલ્લી ક્વૉર્ટર ફાઇનલમાં કચ્છી વીસા ઓસવાળ જૈનના કૅપ્ટન વિરલ ગંગરે  ટૉસ જીતીને પહેલાં ફીલ્ડિંગ કરવાનો નર્ણિય લીધો હતો. કચ્છી વીસા ઓસવાળ જૈન  ટીમના અનુભવી બોલિંગ-અટૅક અને ફીલ્ડિંગ સામે અડાઆઠમ દરજીના બૅટ્સમેનો કોઈ ખાસ કમાલ નહોતા કરી શક્યા અને ૧૦ ઓવરમાં પાંચ વિકેટે માત્ર ૫૫ રન જ બનાવી શક્યા હતા. અડાઆઠમ દરજી વતી કૅપ્ટન રવિ પરમાર (૨૨ બૉલમાં ૨૨) અને પ્રીતેશ રાઠોડ (૧૧ બૉલમાં ૧૦ રન) જ ડબલ ફિગરનો સ્કોર નોંધાવવામાં સફળ થયા હતા. કચ્છી વીસા ઓસવાળ જૈન ટીમે માત્ર પાંચ જ ઓવરમાં બે વિકેટ ગુમાવીને ૫૬ રન બનાવીને ૮ વિકેટે આસાનીથી જીત મેળવી લીધી હતી અને સેમી ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. કચ્છી વીસા ઓસવાળ જૈન વતી કૅપ્ટન વિરલ ગંગરે હાઇએસ્ટ ૧૯ રન બનાવ્યા હતા. વિરલ ગંગરને ઇનિંગ્સના પહેલા જ બાïૅલે જીવતદાન મYયું હતું.

૯ બૉલમાં ૧૯ રન અને એક કૅચ બદલ કચ્છી વીસા ઓસવાળ જૈનનો કૅપ્ટન વિરલ ગંગર સતત બીજી મૅૅચમાં મૅન ઑફ ધ મૅચ જાહેર થયો હતો.

ટૂંકો સ્કોર

અડાઆઠમ દરજી : ૧૦ ઓવરમાં પાંચ વિકેટે ૫૫ રન (રવિ પરમાર ૨૨ બૉલમાં બે ફોર સાથે ૨૨ અને પ્રીતેશ રાઠોડ ૧૧ બૉલમાં એક ફોર સાથે ૧૦ રન, વિરલ છેડા ૯ રનમાં, જિગર ફુરિયા ૧૧ રનમાં અને જિમિત પાસડ ૧૩ રનમાં એક-એક વિકેટ)

કચ્છી વીસા ઓસવાળ જૈન : પાંચ ઓવરમાં બે વિકેટે ૫૬ રન (વિરલ ગંગર ૯ બૉલમાં ચાર ફોર સાથે ૧૯ અને માનવ પાસડ ૧૨ બૉૅલમાં બે ફોર સાથે ૧૨ રન, રોહન ચૌહાણ ૩ રનમાં અને ગણેશ દરજી ૧૪ રનમાં એક વિકેટ)

રિઝલ્ટ : કચ્છી વીસા ઓસવાળ જૈનનો ૮ વિકેટે વિજય

Whatsapp-channel Whatsapp-channel

18 March, 2019 11:39 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK