Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > મિડ ડે ક્રિકેટ કપઃકચ્છી કડવા પાટીદારની કમાલ, સતત ત્રીજા વર્ષે ચૅમ્પિયન

મિડ ડે ક્રિકેટ કપઃકચ્છી કડવા પાટીદારની કમાલ, સતત ત્રીજા વર્ષે ચૅમ્પિયન

25 March, 2019 09:10 AM IST | મુંબઈ

મિડ ડે ક્રિકેટ કપઃકચ્છી કડવા પાટીદારની કમાલ, સતત ત્રીજા વર્ષે ચૅમ્પિયન

કચ્છી કડવા પાટીદાર સતત ત્રીજા વર્ષે બની ચેમ્પિયન

કચ્છી કડવા પાટીદાર સતત ત્રીજા વર્ષે બની ચેમ્પિયન


કાંદિવલી (વેસ્ટ)માં આવેલા પોઇસર જિમખાનામાં ગઈ કાલે રમાયેલી મિડ-ડે કપની ૧૨મી સીઝનની વન-સાઇડેડ રહેલી ફાઇનલમાં છેલ્લી બે સીઝનની ચૅમ્પિયન કચ્છી કડવા પાટીદારે કચ્છી લોહાણાને ૧૧૭ રનના મસમોટા માર્જિનથી હરાવીને સતત ત્રીજા વર્ષે વિજેતા બનીને ચૅમ્પિયશિપની હૅટ-ટ્રિક કરી હતી. આ સાથે ચરોતર રૂખીના રેકૉર્ડની બરોબરી કરી લીધી હતી. ચરોતર રૂખી ૨૦૧૧, ૨૦૧૨ અને ૨૦૧૩માં મિડ-ડે કપ જીતીને હૅટ-ટ્રિક કરનાર પ્રથમ ટીમ બની હતી. ૨૦૧૩, ૨૦૧૫ અને ૨૦૧૭માં ત્રણ-ત્રણ વાર ફાઇનલમાં પ્રવેશ છતાં ચમ્પિયનશિપની ટ્રોફીથી વંચિત રહેનાર કચ્છી લોહાણા ગઈ કાલે ચોથી ફાઇનલમાં ફસડાઈ પડવાના સિલસિલાને તોડવાના દૃઢનિય સાથે મેદાનમાં ઊતરી હતી, પણ કચ્છી કડવા પાટીદારની પાવરફૂલ ટીમને રોકવામાં નિષ્ફળ રહી હતી. ૨૦૧૭ બાદ ગઈ કાલે ફરી વાર કચ્છી લોહાણાને કચ્છી કડવા પાટીદાર સામે ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ જીત સાથે કચ્છી કડવા પાટીદારે આ બારમી સીઝનની ઓપનિંગ સેરેમની બાદ રમાયેલા પ્રથમ મુકાબલામાં કચ્છી લોહાણા સામે મળેલી ૯ વિકેટથી હારનો બદલો પણ લઈ લીધો હતો. 

kutchi lohana



કચ્છી લોહાણા બની રનર્સ અપ


ફર્સ્ટઇનિંગ્સમાં શું થયું?

કચ્છી કડવા પાટીદારના ફાઇનલના કૅપ્ટન જિજ્ઞેશ નાકરાણીએ ટૉસ જીતીને પ્રથમ બૅટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. કચ્છી કડવા પાટીદારના સ્ટાર ઑલરાઉન્ડર ભાવિક ભગતે તેની સ્ટાઇલ પ્રમાણે ત્રીજા જ બૉલે સિક્સર ફટકારીને શાનદાર શરૂઆત કરી હતી, પણ કચ્છી લોહાણાના સ્ટાર બોલર જય સચદેએ પાંચમા બૉલે ભાવિક ભગતને ન્ગ્ષ્ કરીને પૅવિલિયન પાછો મોકલી દીધો હતો. ત્યાર બાદ બીજી ઓવર લઈને આવેલા કચ્છી લોહાણાના ભાવિન ઠક્કરે પહેલા જ બૉલે ઓપનર પરેશ ધોળુના દાંડિયા ડૂલ કરીને વધુ એક ઝટકો આપ્યો હતો. આમ માત્ર પ્રથમ સાત જ બૉલમાં કચ્છી કડવા પાટીદારના બન્ને ઓપનરોને પૅવિલિયન ભેગા કરીને કચ્છી લોહાણા આ વખતે કંઈક અલગ કરવાના મૂડમાં છે એવું લાગવા લાગ્યું હતું, પણ ત્યાર બાદ કચ્છી કડવા પાટીદારના બે સ્ટાર ઑલરાઉન્ડરો દિનેશ નાકરાણી (૩૩ બૉલમાં ચાર સિક્સર અને પાંચ ફોર સાથે અણનમ ૬૫), અલ્પેશ રામજિયાણી (૨૧ બૉલમાં પાંચ સિક્સર સાથે અણનમ ૪૨)એ ૫૪ બૉલમાં ૧૪૪ રનની અણનમ પાર્ટનરશિપ સાથે ટીમના સ્કોરને ૧૦ ઓવરના અંતે બે વિકેટે ૧૫૪ રનના તોતિંગ સ્કોર સુધી લઈ ગયા હતા.


mid day cup 01

દિનેશ નાકરાણીને કચ્છી લોહાણાએ શરૂઆતમાં આપેલું જીવતદાન ભારે પડ્યું હતું. અલ્પેશ રામજિયાનીએ બે વાર અને દિનેશ નાકરાણીએ એક વાર સતત બે બૉલમાં બે સિક્સર ફટકારીને ટીમને કુલ ૨૭ રન બૉનસના અપાવ્યા હતા. પ્રથમ પાંચ ઓવરમાં બે વિકેટે ૪૨ રન બનાવનાર કચ્છી કડવા પાટીદારે બાકીની પાંચ ઓવરમાં વિના વિકેટે ૧૧૨ રન ફટકારીને કમાલનું કમબૅક કર્યું હતું. નવમી ઓવરના અંતે પણ કચ્છી કડવા પાટીદારનો સ્કોર ૧૦૮ રન જ હતો, પણ છેલ્લી ઓવરમાં કુલ ચાર સિક્સર અને એક ફોર સાથે કુલ ૪૬ રન ફટકારીને કચ્છી લોહાણા ટીમના જુસ્સાને તોડી નાખ્યો હતો. છેલ્લી ઓવરમાં કચ્છી કડવા પાટીદારને બે વાર સતત બે બૉલમાં બે સિક્સર ફટકારવા બદલ કુલ ૧૯ રન બૉનસના મળ્યા હતા.

mid day cup 01
કચ્છી લોહાણાએ પહેલી જ ઓવરમાં ૧૫ રન ફટકારીને શાનદાર શરૂઆત કરી હતી, પણ બીજી ઓવરમાં ઓપનર જયેશ ઠક્કર આઉટ થઈ જતાં રનની ગતિ અટકી ગઈ હતી. ઓપનર ભાવિન ઠક્કર અને કૅપ્ટન અવધ ઠક્કરે ૩૬-૩૬ રનની ઇનિંગ્સ સાથે લડત આપી હતી, પણ ૧૦ ઓવરના અંતે સ્કોર ચાર વિકેટે ૧૦૯ રન સુધી જ લઈ જઈ શક્યા હતા. આ સાથે કચ્છી કડવા પાટીદારને ૪૫ રનની મહkવપૂર્ણ લીડ મળી હતી.

બીજી ઇનિંગ્સમાં શું થયું?

બીજી ઇનિંગ્સમાં પણ કચ્છી કડવા પાટીદારના કૅપ્ટન જિજ્ઞેશ નાકરાણીએ ટૉસ જીતીને પ્રથમ બૅટિંગ કરવાનો નર્ણિય લીધો હતો. પહેલી ઇનિંગ્સની નિષ્ફળતાનું સાટું વાળતો હોય એમ ભાવિન ભગતે ૧૦ બૉલમાં એક સિક્સર અને ૩ ફોર સાથે ૨૧ રન ફટકારીને ટીમને મજબૂત શરૂઆત કરાવી આપી હતી. ભાવિક ભગત બાદ સાથી ઓપનર પરેશ ધોળુએ પણ વિકેટ ગુમાવી દીધી હતી. ફરી પાછા દિનેશ નાકરાણી (૧૯ બૉલમાં એક સિક્સર અને પાંચ ફોર સાથે અણનમ ૩૭) અને અલ્પેશ રામજિયાણી (૨૫ બૉલમાં ૩ સિક્સર અને ૬ ફોર સાથે અણનમ ૫૭) મેદાનમાં દીવાલ બનીને ઊભા રહી ગયા હતા.

આ પણ વાંચોઃ થૅન્ક યુ મિડ-ડે: મિડ-ડેના એક મેસેજથી CM તરફથી 15 મિનિટમાં પારેખ પરિવારને રાહત મળી

મૅચમાં બીજી વાર સેન્ચુરી પાર્ટનરશિપ કરતાં ૪૧ બૉલમાં અણનમ ૧૦૯ જોડીને ટીમના સ્કોરને બે વિકેટે ૧૪૨ સુધી લઈ ગયા હતા અને કચ્છી લોહાણાને જીત માટે ૧૮૮ રનનો મસમોટો ટાર્ગેટ આપ્યો હતો. કચ્છી લોહાણાએ પહેલી જ ઓવરમાં ભાવિન ઠક્કરની વિકેટ ગુમાવતાં તેમની હાર ઑલમોસ્ટ નક્કી થઈ ગઈ હતી. જયેશ ઠક્કર અને અવધ ઠક્કરની બંધુજોડીએ ૫૩ રનની પાર્ટનરશિપ સાથે થોડી લડત આપી હતી, પણ ટીમ ૧૦ ઓવરમાં ૩ વિકેટે માત્ર ૭૦ રન જ બનાવી શકી હતી અને ૧૧૭ રનની તોતિંગ હાર સાથે ચોથી વાર ફાઇનલમાં ફસડાઈ પડી હતી.

Whatsapp-channel Whatsapp-channel

25 March, 2019 09:10 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK