Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > મિડ-ડે કપ દિવસ-5 : પ્રથમ બૅટિંગ કરનાર ચારેય ટીમનો જયજયકાર

મિડ-ડે કપ દિવસ-5 : પ્રથમ બૅટિંગ કરનાર ચારેય ટીમનો જયજયકાર

30 December, 2011 02:12 AM IST |

મિડ-ડે કપ દિવસ-5 : પ્રથમ બૅટિંગ કરનાર ચારેય ટીમનો જયજયકાર

મિડ-ડે કપ દિવસ-5 : પ્રથમ બૅટિંગ કરનાર ચારેય ટીમનો જયજયકાર


 


મિડ-ડે કપમાં ગઈ કાલે ચારમાંથી ત્રણ મૅચમાં રસાકસી જોવા મળી હતી. જોકે ગઈ કાલની પાંચમા દિવસની રમતની વિશેષતા એ હતી કે પ્રથમ બૅટિંગ કરનાર ચારેય ટીમે જીત મેળવી હતી.

મૅચ ૧

રવિવારે સત્તરગામ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સામેની પ્રથમ મૅચ આસાનીથી જીતી લેનાર ડિફેન્ડિંગ ચૅમ્પિયન ચરોતર રુખીએ ગઈ કાલે દશા સોરઠિયા વણિક સામે પણ સહેલાઈથી વિજય મેળવ્યો હતો. મૅચની પ્રથમ ઓવરમાં ૨૩ રન બનાવવામાં ઓપનર ખીમજી મકવાણાની બે સિક્સર સહિતના ૧૮ રનનો સૌથી મોટો ફાળો હતો. તે સતત બીજી વખત મૅચવિનિંગ ઇનિંગ્સ રમ્યો હતો. દશા સોરઠિયા વણિકે નિર્ધારિત ૪૫ મિનિટમાં એક ઓવર ઓછી કરી હોવાથી એની ૧૦ રનની પેનલ્ટીનો ચરોતર રુખીને ફાયદો થયો હતો અને ૧૩૦ રનનું પડકારરૂપ ટોટલ બન્યું હતું.

દશા સોરઠિયા વણિકના પાર્થ ચુડાસમા સિવાય બીજો કોઈ બૅટ્સમૅન ૧૦ રનનો આંકડો પાર નહોતો કરી શક્યો અને આખી ટીમ ૭ વિકેટે ૬૨ રન બનાવી શક્તા ૬૮ રનથી હારી ગઈ હતી.

મૅચ ૨

લુહાર સુતારે બૅટિંગ મળતાં પોતાની પ્રથમ મૅચના સ્ટાર-બૅટ્સમૅન કર્ણ કારેલિયાની હાફ સેન્ચુરી (૫૯)ની મદદથી ૧૦ ઓવરમાં પાંચ વિકેટે ૧૧૩ રન બનાવ્યા હતા. પ્રથમ પાંચ ઓવરમાં ૫૧ અને છેલ્લી પાંચ ઓવરમાં ૬૨ રન બન્યા હતા.

લુહાર સુતારને આ વખતની નવી ટીમ સત્તરગામ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈને જોરદાર વળતી લડત આપી હતી. એના બૅટ્સમૅન હર્ષ શાહે સતત ત્રણ ફોર ફટકારતાં ટીમને ત્રીજી ફોરના ચારને બદલે ૧૦ રન મળતાં ફાયદો થયો હતો, પરંતુ છેવટે ટોટલ ૬ વિકેટે ૧૦૬ રન રહેતાં એની માત્ર ૭ રનથી હાર થઈ હતી.

મૅચ ૩

મેઘવાળે બૅટિંગ લઈને ૧૦ ઓવરમાં ૬ વિકેટે ૧૨૨ રન ખડકી દીધા હતા. જોકે એમાં વાઇડના કુલ ૨૬ રનનો સમાવેશ હતો. ઓપનર નરેશ મારુ (૪૫) પછી મિસ્ટર એક્સ્ટ્રાના ૩૩ રન સેકન્ડ-હાઇએસ્ટ હતા.

સોમવારે ૪ વિકેટે ૧૨૪ રન બનાવીને જીતી જનાર રોહિદાસ વંશી વઢિયારાની ટીમ ગઈ કાલે ૧૦ ઓવરમાં ૪ વિકેટે ૧૦૪ રન કરી શકી હતી અને ૧૮ રનથી હારી ગઈ હતી.

મૅચ ૪


નવગામ વીસા નાગર વણિક સામેની પ્રથમ મૅચ હારી જનાર સોરઠિયા મુસ્લિમ ઘાંચીએ ગઈ કાલે જીતનું ખાતું ખોલાવ્યું હતું. એણે ૧૦ ઓવરમાં ૭ વિકેટે ૧૦૫ રન બનાવ્યા હતા.

સૌરાષ્ટ્ર લેઉવા પટેલે ૧૦ ઓવરમાં પાંચ વિકેટે ૯૨ રન બનાવતાં એનો ૧૩ રનથી પરાજય થયો હતો. બૅટથી થતા પ્રત્યેક રન ડબલ કરી આપતી પાવર ઓવરમાં એક વિકેટ પડતાં આ ટીમના ટોટલમાંથી ૧૦ રન કપાઈ ગયા હતા અને પછી સાતમી ઓવરમાં બીજી બે વિકેટ પડી હતી જેના કારણે બાજી સોરઠિયા મુસ્લિમ ઘાંચીના હાથમાં આવી ગઈ હતી.

પાવર ઓવરમાં ગુમાવી કમબૅકની અમૂલ્ય તક

ચરોતર રુખીની ટીમના સુપરસ્ટાર ખીમજી મકવાણાનો પાવર ઓવરમાં દશા સોરઠિયા વણિકના વિકેટકીપર અનિશ ધાબલિયાએ કૅચ છોડ્યો અને એ સાથે એણે પોતાની ટીમને આ મૅચમાં કમબૅક કરાવવાનો સારો ચાન્સ ગુમાવ્યો હતો.

લુહાર સુતારના ૫૦ રન ૪.૫ ઓવરમાં અને ૧૦૦ રન ૯ ઓવરમાં બન્યા હતા જેની સરખામણીમાં આ વખતની નવી ટીમ સત્તરગામ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈને ફિફ્ટી રન ૪.૧ ઓવરમાં અને ૧૦૦ રન માત્ર ૮.૩ ઓવરમાં પૂરા કર્યા હતા, પરંતુ હરીફ ટીમને ખૂબ સંઘર્ષ કરાવ્યા પછી સત્તરગામ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈને છેવટે પરાજય જોવો પડ્યો હતો.

મેઘવાળ સામે રોહિદાસ વંશી વઢિયારાએ વાઇડના ૨૬ સહિત એક્સ્ટ્રાના જે ૩૩ રન આપ્યા હતા એ જ એને ભારે પડ્યા હતા. એના ૧૮ રનથી થયેલા પરાજય માટે આટલા બધા એક્સ્ટ્રાના રન જવાબદાર કહી શકાય.

સ્કોર-ર્બોડ

મૅચ ૧

ચરોતર રુખી-A૧


૧૦ ઓવરમાં ૧૩૦/૫ (ખીમજી મકવાણા ૨૨ બૉલમાં બે સિક્સર અને પાંચ ફોર સાથે ૪૨, મિતુલ શેઠ ૨-૦-૨૧-૨)

v/s

દશા સોરઠિયા વણિક-A૩

૧૦ ઓવરમાં ૬૨/૭ (પાર્થ ચુડાસમા ૨૪ બૉલમાં ચાર ફોર સાથે ૨૬, ભરત સોલંકી ૨-૦-૧૩-૩, પરેશ વાલોંત્રા ૨-૦-૭-૨)

મૅચ ૨

લુહાર સુતાર-A૨

૧૦ ઓવરમાં ૧૧૩/૫ (કર્ણ કારેલિયા ૨૭ બૉલમાં ચાર સિક્સર અને છ ફોર સાથે ૫૯, સ્મિત રાતડિયા ૨-૦-૧૭-૨)

v/s


સત્તરગામ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન-A૪

૧૦ ઓવરમાં ૧૦૬/૬ (હર્ષ શાહ ૨૭ બૉલમાં એક સિક્સર અને પાંચ ફોર સાથે ૩૪, શૈલેશ દોશી ૧૭ બૉલમાં ચાર ફોર સાથે ૨૩, અંકિત કનાડિયા ૨-૦-૧૭-૨, પારસ ચિત્રોડા ૨-૦-૧૯-૨)

મૅચ ૩

મેઘવાળ-C૨

૧૦ ઓવરમાં ૧૨૨/૬ (નરેશ મારુ ૨૫ બૉલમાં ત્રણ સિક્સર અને ત્રણ ફોર સાથે ૪૫, પ્રશાંત ગોહિલ ૨-૦-૧૨-૩)

v/s

રોહિદાસ વંશી વઢિયારા-C૪

૧૦ ઓવરમાં ૧૦૪/૪ (પંકજ ગોહિલ ૨૫ બૉલમાં એક સિક્સર અને છ ફોર સાથે ૪૫, પ્રશાંત ગોહિલ ૧૩ બૉલમાં એક સિક્સર અને બે ફોર સાથે ૨૨, વિજય ખુમાણ ૨-૦-૨૦-૨)

મૅચ ૪

સોરઠિયા મુસ્લિમ ઘાંચી-B૪


૧૦ ઓવરમાં ૧૦૫/૭ (અમજદ દયાતર ૨૧ બૉલમાં ચાર ફોર સાથે ૨૯, જનક સુતરિયા ૨-૦-૧૭-૨)

v/s

સૌરાષ્ટ્ર લેઉવા પટેલ-B૨


૧૦ ઓવરમાં ૯૨/૫ (જનક સુતરિયા ૨૦ બૉલમાં એક સિક્સર અને પાંચ ફોર સાથે ૩૧, શોએબ સિધાતર ૨-૦-૮-૩)


Whatsapp-channel Whatsapp-channel

30 December, 2011 02:12 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK