મિડ-ડે કપની પાંચમી સીઝનમાં ગઈ કાલે ત્રીજા દિવસે વણિક અને પટેલ ટીમોએ પોતાની મૅચોમાં આસાનીથી જીત મેળવીને વિજયી-શ્રીગણેશ કર્યા હતા.
મૅચ ૧
સોરઠિયા મુસ્લિમ ઘાંચીએ લીગ રાઉન્ડની પોતાની આ પ્રથમ મૅચમાં બૅટિંગ લઈને સાધારણ શરૂઆત કરી હતી અને આખી ટીમ ૬૦ રનનો ફિગર પણ પાર નહોતી કરી શકી. એની ઇનિંગ્સ ૫૯ રને સમાપ્ત થઈ હતી. એકમાત્ર બૅટ્સમૅન અખલાક ચૌહાણ ૨૦ રનનો આંકડો પાર કરી શક્યો હતો.
નવગામ વીસા નાગર વણિકે શરૂઆતથી જ રનમશીન ફાસ્ટ રાખ્યું હતું. આવું ચોથી ઓવર સુધી સતત ચાલ્યું હતું અને પછી પાવર ઓવરનો ચોથો બૉલ ફેંકાયો એ પહેલાં જીત માટે એક જ રન જરૂરી હતો, પરંતુ એ બૉલમાં નીરવ શાહે ફોર ફટકારી હોવાથી એ ફોરના બમણા રન મળ્યા હતા અને ટીમનું ટોટલ ૫૯ પરથી ૬૭ ઉપર પહોંચી જતાં એની જીત થઈ હતી.
મૅચ ૨
સૌરાષ્ટ્ર લેઉવા પટેલે બૅટિંગ લઈને પાંચ વિકેટે ૧૦૬ રન બનાવ્યા હતા. પાવર ઓવરમાં બનેલા ૨૧ રન મૅચવિનિંગ નીવડ્યા હતા.
મિડ-ડે કપમાં પહેલી જ વાર રમી રહેલી મોડાસા એકડા દશા ખડાયતા ટીમે ઠંડી શરૂઆત કરી હતી. પાવર ઓવરમાં એણે બે વિકેટના આંચકા સહન કરવા પડ્યા હતા. ઓપનર વિરલ શાહ અને મિડલ-ઑર્ડરના ભાવિન શાહ સિવાય બીજો કોઈ બૅટ્સમૅન મોટી ઇનિંગ્સ નહોતો રમી શક્યો અને આ ટીમનો ૨૮ રનથી પરાજય થયો હતો.
મૅચ ૩
વીસા સોરઠિયા વણિકે બૅટિંગ મળ્યા પછી પાવર ઓવર સુધી દરેક ઓવરમાં વિકેટ ગુમાવી હતી. પ્રથમ બે ઓવરમાં ૭ અને ૯ રન બન્યા હતા, પરંતુ ત્રીજી ઓવરમાં રનમશીન એકદમ ફાસ્ટ થઈ ગયું હતું. એ ઓવરમાં ૨૧ રન બન્યા હતા. આ ટીમે ૬ વિકેટે ૧૧૮ રન કર્યા હતા અને એ ટોટલને ડિફેન્ડ કરવામાં સફળતા મેળવી હતી.
જવાબમાં પાટણવાડા લિમ્બાચીયાની પાવર ઓવર સુધીની ઓવરો સુસ્ત રહી હતી. ત્યાર પછી પણ વીસા સોરઠિયા વણિકના બોલરો અને ફીલ્ડરોએ સતતપણે મૅચ પર પકડ જમાવી રાખી હતી અને ૨૯ રનથી જીત મેળવી હતી.
મૅચ ૪
કચ્છ-વાગડ લેઉવા પટેલે બૅટિંગ લઈને ૬ વિકેટે જે ૧૧૭ રન બનાવ્યા હતા એમાં મુખ્યત્વે ચાર બૅટ્સમેનોના મોટા યોગદાનો હતા. મુંબઈ વતી રણજી ટ્રોફીમાં રમી ચૂકેલો ભાવેશ પટેલ ૯ બૉલમાં ૧૪ રન બનાવી શક્યો હતો, પરંતુ તેના ભાઈ અને સાથીઓપનર હર્ષિલ પટેલે બૅટિંગમાં જ નહીં, પછીથી બોલિંગમાં પણ સૌથી સારું પફોર્ર્મ કર્યું હતું.
હર્ષિલ પટેલના ૩૫ રનની મદદથી નાથળિયા ઉનેવાળ બ્રાહ્મણને કચ્છ-વાગડ લેઉવા પટેલે જે ૧૧૮ રનનો ટાર્ગેટ આપ્યો હતો એ ડિફેન્ડ કરવામાં પણ હર્ષિલ પટેલનો સૌથી મોટો ફાળો હતો. તેણે ૧૧ રનમાં ત્રણ વિકેટ લીધી હતી. તેના સહિત મોટા ભાગના બોલરોએ નાથળિયા ઉનેવાળ બ્રાહ્મણની ટીમને કન્ટ્રોલમાં રાખી હતી અને ૯મી ઓવરમાં આ ટીમ માત્ર ૬૯ રને ઑલઆઉટ થઈ ગઈ હતી.
સ્કોર-ર્બોડ
મૅચ ૧
સોરઠિયા મુસ્લિમ ઘાંચી-B૪
૧૦ ઓવરમાં ૫૯/૮ (અખલાક ચૌહાણ ૧૩ બૉલમાં એક સિક્સર અને ચાર ફોર સાથે ૩૧ નૉટઆઉટ, વિનય શાહ ૨-૦-૧૭-૩, પ્રણવ શાહ ૨-૦-૧૯-૩)
v/s
નવગામ વીસા નાગર વણિક-B૧
૪.૪ ઓવરમાં ૬૭/૦ (નીરવ શાહ ૧૬ બૉલમાં પાંચ ફોર સાથે ૨૫ નૉટઆઉટ, કૃશાંત શાહ ૧૨ બૉલમાં ચાર ફોર સાથે ૧૮ નૉટઆઉટ)
મૅચ ૨
સૌરાષ્ટ્ર લેઉવા પટેલ-B૨
૧૦ ઓવરમાં ૧૦૬/૫ (હિતેશ ભાયાણી ૨૫ બૉલમાં ૮ ફોર સાથે ૪૧, વૈભવ કોઠારી ૨-૦-૧૪-૨)
v/s
મોડાસા એકડા દશા ખડાયતા-B૩
૧૦ ઓવરમાં ૭૮/૬ (વિરલ શાહ ૨૬ બૉલમાં ૮ ફોર સાથે ૪૩, શૈલેશ માણિયા ૨-૦-૧૧-૨, જનક સુતરિયા ૨-૦-૧૬-૨)
મૅચ ૩
વીસા સોરઠિયા વણિક-F૩
૧૦ ઓવરમાં ૧૧૮/૬ (જતીન શાહ ૨૭ બૉલમાં એક સિક્સર અને પાંચ ફોર સાથે ૩૬, મેહુલ લિમ્બાચીયા ૨-૦-૧૮-૨)
v/s
પાટણવાડા લિમ્બાચીયા-F૨
૧૦ ઓવરમાં ૮૯/૭ (પવન પનારા ૧૫ બૉલમાં એક સિક્સર અને ચાર ફોર સાથે ૩૦, મનીષ શાહ ૨-૦-૧૨-૨, ધરીન શાહ ૨-૦-૧૩-૨)
મૅચ ૪
કચ્છ-વાગડ લેઉવા પટેલ-F૧
૧૦ ઓવરમાં ૧૧૭/૬ (હર્ષિલ પટેલ ૧૪ બૉલમાં બે સિક્સર અને પાંચ ફોર સાથે ૩૫, જૈનેશ પટેલ ૧૧ બૉલમાં એક સિક્સર અને ત્રણ ફોર સાથે ૨૭ નૉટઆઉટ, પીયૂષ પટેલ ૧૪ બૉલમાં એક સિક્સર અને ત્રણ ફોર સાથે ૨૦, પાર્થિવ મહેતા ૨-૦-૨૪-૨)
v/s
નાથળિયા ઉનેવાળ બ્રાહ્મણ-F૪
૮.૩ ઓવરમાં ૬૯/૧૦ (અંકિત પાઠક ૧૦ બૉલમાં એક સિક્સર અને બે ફોર સાથે ૧૯, હર્ષિલ પટેલ ૨-૦-૧૧-૩, કુણાલ પટેલ ૨-૦-૧૦-૨)
Women’s Day: 6000થી વધુ યુવતીઓને વેશ્યાવૃત્તિથી બચાવનાર ત્રિવેણી આચાર્ય
5th March, 2021 18:27 ISTSSR કેસ: NCBએ ફાઈલ કરી 12,000 પાનાની ચાર્જશીટ
5th March, 2021 14:01 ISTGauahar Khan Father Passes Away: ગૌહર ખાનના પિતાનું થયું નિધન
5th March, 2021 12:21 ISTTotal Timepaas: રાકેશ રોશને લીધી કોવિડની વૅક્સિન, ડિલિવરી બાદ પાર્ટી કરતી જોવા મળી કરીના
5th March, 2021 12:17 IST