દારૂ પીધેલી હાલતમાં કાર ચલાવનાર ફેલ્પ્સ પર 6 મહિના સુધી પ્રતિબંધ

Published: 8th October, 2014 05:58 IST

દારૂ પીધેલી હાલતમાં કાર ચલાવવાના આરોપસર પકડાયેલા ઑલિમ્પિક્સની તરણસ્પર્ધામાં ૧૮ જેટલા ગોલ્ડ મેડલ જીતનાર અમેરિકાના માઇકલ ફેલ્પ્સ પર USA સ્વિમિંગ દ્વારા ૬ મહિના માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.


એ ઉપરાંત તે ૨૦૧૫ની વલ્ર્ડ ચૅમ્પિયનશિપમાં પણ ભાગ નહીં લઈ શકે. ૭ દિવસ પહેલાં બાલ્ટિમોરમાં દારૂ પીને કાર ચલાવવાના, વધુ ઝડપથી ગાડી દોડાવવાના તથા સુરંગની અંદર સેન્ટર લાઇનના નિયમનો ભંગ કરવાના આરોપસર તેની ધરપકડ કરવામાં આવી હતી. ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટે જણાવ્યા પ્રમાણે ફેલ્પ્સ દારૂના નશાની કોઈ પણ ટેસ્ટ પાસ નહોતો કરી શક્યો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK