દેશપ્રેમને ખાતર આર્જેન્ટિનાની ટીમમાં પાછો ફરશે લિયોનેલ મેસી

Published: Aug 14, 2016, 06:29 IST

વિશ્વના મહાનતમ ફુટબૉલરો પૈકીના એક લિયોનેલ મેસીએ તેના દેશ આર્જેન્ટિનાની ટીમમાં પાછા ફરવાની જાહેરાત કરી છે. લિયોનેલ મેસીએ આંતરરાષ્ટ્રીય ફુટબૉલમાંથી સંન્યાસ લેવાના નિર્ણય વિશે પુનર્વિચાર કરીને ટીમમાં પાછા ફરવાનો ફેંસલો કર્યો છે.પોતાના આ ફેંસલા વિશે ૨૯ વર્ષની વયના લિયોનેલ મેસીએ શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ‘આર્જેન્ટિના ફુટબૉલની અનેક સમસ્યાઓથી ઘેરાયેલું છે અને એ બધી સમસ્યાનું નિરાકરણ થવું જરૂરી છે. હું એની બહારથી ટીકા નહીં, પણ અંદરથી મદદ કરવા ઇચ્છું છું. ફુટબૉલમાં પાછા ફરવાનો નિર્ણય મેં કર્યો છે, કારણ કે હું મારા દેશને બહુ પ્રેમ કરું છું અને આર્જેન્ટિનાની જર્સીનું મારા માટે ઘણું મહત્વ છે.’ લિયોનેલ મેસીનો સમાવેશ આર્જેન્ટિનાની વર્લ્ડ કપ ક્વૉલિફાયર ટીમમાં કરવામાં આવ્યો છે. આર્જેન્ટિનાની ટીમ સપ્ટેમ્બરમાં ઉરુગ્વે અને વેનેઝુએલા સામે ક્વૉલિફાયર મૅચો રમવાની છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK