બ્રાઝિલના ભૂતપૂર્વ સ્ટાર ફુટબોલર ડૅની એલ્વિસે તાજેતરમાં લિયોનેલ મેસીના ગુસ્સા પર પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. એલ્વિસના મતે લિયોનેલ મેસીને બાર્સેલોના ટીમ પાસેથી સપોર્ટ નથી મળ્યો. તાજેતરમાં રમાયેલી લા લીગા ટુર્નામેન્ટમાં બાર્સેલોના ૬ ગેમ હારી ગઈ હતી જેને કારણે તે સાતમા ક્રમાંકે પહોંચી ગઈ હતી. એલ્વિસે કહ્યું કે ‘મેસી એક નૅચરલ વિનર છે. મૅચ હારવાનું તેને ગમતું નથી. જાહેર ટીમ હારે છે ત્યારે સામાન્ય રીતે તે ગુસ્સે ભરાય છે. મારી જેમ તેને હંમેશાં જીતવાનું ગમે છે, જે તે છેલ્લા કેટલાક સમયથી કરતો આવ્યો છે અને એ જ તેણે કર્યું છે. જ્યારે ટીમ એક ચીજ આપે છે ત્યારે તે પોતે બીજી વસ્તુ આપે છે. માટે તે કહી શકે છે કે ટીમ માટે શું યોગ્ય છે અને શું અયોગ્ય છે. બાર્સેલોનામાં ઘણો વખત પસાર કર્યો હોવાથી તેમની અનેક વાતોમાં અનુભવી બની ગયો છે અને તે જાણે છે કે ટીમને જીતવા માટે શું જરૂરી છે. મારા મતે તેને ટીમ પાસેથી મળતો સપોર્ટ ઘણો ઓછો છે.’
ટીમ ઇન્ડિયાની વૉલ ૨.૦ પૂજારા ૩૩ વર્ષનો થયો
26th January, 2021 14:10 ISTઅમને ઑસ્ટ્રેલિયન પ્લેયર્સ સાથે લિફ્ટમાં જવાની અનુમતિ નહોતી આપવામાં આવી: અશ્વિન
26th January, 2021 14:07 ISTઇન્ડિયાને વર્લ્ડ કપ ૨૦૧૯ની સેમી ફાઇનલ ન જિતાડી શકવાનો પંતને છે અફસોસ
26th January, 2021 14:04 ISTભારત માટે ચેતવણી: ઇંગ્લૅન્ડે ૬ વિકેટે બીજી મૅચ જીતીને શ્રીલંકાને આપી ક્લીન સ્વીપ
26th January, 2021 14:02 IST