Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > મારા મિત્ર રોનાલ્ડો કરતાં મેસી સારો ફુટબોલર છે : રૂની

મારા મિત્ર રોનાલ્ડો કરતાં મેસી સારો ફુટબોલર છે : રૂની

21 April, 2020 12:17 PM IST | London
Agencies

મારા મિત્ર રોનાલ્ડો કરતાં મેસી સારો ફુટબોલર છે : રૂની

વેન રૂની

વેન રૂની


ભૂતપૂર્વ ઇંગ્લેન્ડ અને મૅન્ચેસ્ટર યુનાઇટેડના કૅપ્ટન વેન રૂનીનું કહેવું છે કે પોર્ટુગલના ક્રિસ્ટિયાનો રોનાલ્ડો કરતાં આર્જેન્ટિનાનો લિયોનેલ મેસી વધુ સારો ફુટબોલર છે. છેલ્લા દાયકાથી બન્ને ફુટબોલર એક પછી એક રેકૉર્ડ તોડી રહ્યા છે આથી કોને સારો ફુટબોલર કહેવો એની ચર્ચા સતત ચાલતી રહે છે. રૂનીએ ઓલ્ડ ટ્રેફર્ડમાં રોનાલ્ડો સાથે ડ્રેસિંગરૂમ શૅર કર્યો હતો. જોકે તેણે બાર્સેલોનાના પ્લેયર મેસીને પસંદ કર્યો એ નવાઈની વાત છે. રૂનીએ કહ્યું હતું કે ‘અમે જ્યારે સાથે રમવાનું શરૂ કર્યું ત્યારે રોનાલ્ડો શરૂઆતમાં ગોલ કરવા પર એટલો ફોકસ નહોતો, પરંતુ તમે જોઈ શકો છો કે તે ફક્ત એટલું જ ઇચ્છે છે કે તેણે દુનિયાનો બેસ્ટ ફુટબોલર બનવું છે. તેણે પ્રૅક્ટિસ અને ખૂબ જ પ્રેક્ટિસ કરી અને તેણે ગોલ કરવાનું શરૂ કર્યું. ક્રિસ્ટિયાનો ખૂબ જ અદ્ભુત સ્કોરર બની ગયો છે અને તે અને મેસી આ ફુટબોલના બેસ્ટ પ્લેયર છે. ક્રિસ્ટિયાનો સાથેની મારી ફ્રેન્ડશિપ છતાં હું મેસીને પસંદ કરીશ. મેસીની ગેમ એકદમ અલગ છે. મને એવું યાદ નથી કે મેસીમાં તાકાત હોય એટલી જોરનો ઉપયોગ કરીને તેણે કોઈ ગોલ કર્યો હોય. તે ખૂબ જ સરળતાથી ગોલ કરે છે. રોનાલ્ડો બૉક્સમાં ખૂબ જ રુથલેસ છે. તે એક કિલર જેવો છે. જોકે મેસી તમારું ખૂન કરે એ પહેલાં તમને ખૂબ જ ટૉર્ચર કરશે. મેસી સામે તમે રમો ત્યારે તમને દેખાય છે કે તે ફક્ત મજા લઈ રહ્યો છે. ગોલ સ્કોરિંગના નંબરમાં તેમણે બન્નેએ કાયાપલટ કરી દીધી છે. મને નથી લાગતું કે તેમના નંબરને કોઈ મૅચ કરી શકશે.’


Whatsapp-channel Whatsapp-channel

21 April, 2020 12:17 PM IST | London | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK