Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > ઑસ્ટ્રેલિયન ઓપનમાં ફેડરરની આગેકૂચ

ઑસ્ટ્રેલિયન ઓપનમાં ફેડરરની આગેકૂચ

25 January, 2020 02:12 PM IST | Melbourne

ઑસ્ટ્રેલિયન ઓપનમાં ફેડરરની આગેકૂચ

રૉજર ફેડરર

રૉજર ફેડરર


ઑસ્ટ્રેલિયન ઓપનમાં રમાયેલી પુરુષ સિંગલ્સના ત્રીજા રાઉન્ડમાં રૉજર ફેડરરે ઑસ્ટ્રેલિયન પ્લેયર જૉન મિલમૅનને અંદાજે ૪-૬, ૭-૬ (૨), ૬-૪, ૪-૬, ૭-૬ (૧૦-૨)થી મહાત આપી છે. બન્ને પ્લેયરો વચ્ચેની આ મૅચ અંદાજે ચાર કલાક ચાલી હતી. લાંબી મહેનત બાદ આ મૅચ પોતાના નામે કરી લીધા પછી ફેડરરે મૅચને અઘરી ગણાવી હતી.

સામા પક્ષે પુરુષ ડબલ્સમાં દિવિજ શરણ અને ઑસ્ટ્રેલિયન આર્ટેમ સિતકની જોડી બીજા રાઉન્ડમાં હારીને ટુર્નામેન્ટની બહાર થઈ ગઈ છે. આ જોડી બ્રુનો સોરેસ અને મૅચ પેવિકની જોડી સામે ૭-૬ (૬-૨), ૬-૩થી હારીને ટુર્નામેન્ટની બહાર થઈ ગ, છે. આ ગેમ અંદાજે એક કલાક ૧૭ મિનિટ રમાઈ હતી. આ જોડી પહેલાં રોહન બોપ્પન્ના અને યસુતાકા ઉચિયામાની જોડી બૉબ અને માઇકની જોડી સામે હારી ગઈ હતી.



મહિલા એકલ વર્ગમાં ધમાકેદાર શરૂઆત કર્યા બાદ સેરેના વિલિયમ્સ જેવી ટૉપ પ્લેયરને પણ બહાર જવાનો વારો આવ્યો હતો. તે ત્રીજા રાઉન્ડમાં ક્વાન્ગ વાન્ગ સામે ૪-૬, ૬-૭ (૭-૨), ૫-૭થી હારી ગઈ હતી.


Whatsapp-channel Whatsapp-channel

25 January, 2020 02:12 PM IST | Melbourne

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK