પાક પ્લેયર્સ બટ-આમિર-આસિફને સાત વર્ષ સુધીની જેલ થઈ શકે

Published: 5th October, 2011 18:47 IST

લંડન: ગયા વર્ષે ઇંગ્લૅન્ડમાં ટેસ્ટમૅચ દરમ્યાન જાણી જોઈને નો-બૉલ ફેંકવા સહિતના સ્પૉટ-ફિક્સિંગમાં ભૂમિકા ભજવવા બદલ પાકિસ્તાનના ભૂતપૂર્વ કૅપ્ટન સલમાન બટ તેમ જ પેસ બોલરો મોહમ્મદ આમિર અને મોહમ્મદ આસિફને સાત વર્ષ સુધીની જેલની સજા થઈ શકે એવી અટકળ ગઈ કાલે લંડનની કોર્ટ દ્વારા નિયુક્ત ૧૨ મેમ્બરોના સમાવેશવાળા જ્યુરી (પંચ) માટેની શપથવિધિ થઈ એ પહેલાં થઈ રહી હતી.

 

જ્યુરીના ૧૨ મેમ્બરોમાં શ્વેત અને અશ્વેત જાતિના મેમ્બરોનો સમાવેશ છે. ૧૨માંથી છ પુરુષો અને છ મહિલાઓ છે. ચારથી પાંચ અઠવાડિયાં ચાલનારી કોર્ટની સુનાવણીની મુખ્ય વિધિ આજે (ભારતીય સમય મુજબ બપોરે અઢી વાગ્યે) શરૂ થશે. ત્રણેય પાકિસ્તાની પ્લેયરો પર છેતરપિંડીના કાવતરામાં ભાગ લીધો હોવાનો તેમ જ ફિક્સિંગની રકમ મેળવી હોવાનો આરોપ છે. તેઓ પોતાનો ગુનો કબૂલી ચૂક્યા હોવાનું મનાય છે. આસિફ અંગ્રેજી ભાષા બરાબર ન સમજી શક્તો હોવાથી પંજાબી ભાષામાં અનુવાદ કરનારને તે કોર્ટમાં પોતાની સાથે લાવ્યો હતો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK