કપોળ જ્ઞાતિનો ટીનેજર હૅરિસ શીલ્ડની ત્રણ મૅચમાં ઝળક્યો

Published: 8th December, 2012 06:47 IST

મૌલિક મહેતાના ઑલરાઉન્ડ પફોર્ર્મન્સથી બોરીવલીની એસવીઆઇએસ સ્કૂલનો બે મૅચમાં બોનસ પૉઇન્ટ સાથે વિજયએકસાથે બે ઉપલબ્ધિ : થોડા દિવસ પહેલાં કાંદિવલી (વેસ્ટ)ના પોઇસર જિમખાનાની ઇન્ટર-સ્કૂલ ટુર્નામેન્ટમાં
પોતાની સ્કૂલ એસવીઆઇએસે જીતેલી ટ્રોફી (ડાબે) તથા ૪ મૅચમાં ૧૧ વિકેટ લેવા બદલ મળેલા બેસ્ટ બોલરના ઇનામ સાથે મૌલિક મહેતા.


મેદાન ક્રિકેટમાં કપોળ જ્ઞાતિનું નામ રોશન કરતા ચાર પ્લેયરો ઉમંગ શાહ, ઉમંગ શેઠ, સિતાંશુ પારેખ અને મનન ગાંધીની સિદ્ધિઓ વિશે જાણવા મળ્યા પછી હવે એ લિસ્ટમાં કાંદિવલી (વેસ્ટ)માં રહેતા આ જ્ઞાતિના મૌલિક મહેતાનો પણ સમાવેશ થયો છે. ૧૫ વર્ષના મૌલિકે છેલ્લાં ત્રણ અઠવાડિયાં દરમ્યાન હૅરિસ શીલ્ડ અન્ડર-૧૬ ટુર્નામેન્ટમાં ઑલરાઉન્ડ પફોર્ર્મન્સથી બોરીવલી (વેસ્ટ)ની એસવીઆઇએસ (સ્વામી વિવેકાનંદ ઇન્ટરનૅશનલ સ્કૂલ)ને ત્રણમાંથી બે મૅચમાં વિજય અપાવ્યો હતો.

દસમા ધોરણમાં ભણતો મૌલિક રાઇટી મિડલ-ઑર્ડર બૅટ્સમૅન અને ઑફ સ્પિનર છે. તેણે ગયા મહિનાના ત્રીજી અઠવાડિયા દરમ્યાન ચર્ચગેટના ક્રૉસ મેદાનની ત્રણ દિવસની મૅચમાં રિઝવી સ્પ્રિંગફીલ્ડ સામેની મૅચમાં ૧૭ તથા ૪૧ રન બનાવ્યા હતા અને ૪ વિકેટ લીધી હતી. જોકે એસવીઆઇએસનો એમાં પરાજય થયો હતો.

મૌલિકે પછીથી ફાતિમા હાઈ સ્કૂલ સામેની મૅચમાં ૬૫ રન બનાવવા ઉપરાંત ત્રણ વિકેટ લીધી હતી અને ત્યાર બાદ આ મહિને બાંદરાની આઇઈએસ ન્યુ ઇંગ્લિશ સ્કૂલ સામેની મૅચમાં પાંચ રન તથા અણનમ ૧૦૪ રન બનાવવા ઉપરાંત ત્રણ વિકેટ લીધી હતી. આ બન્ને મૅચમાં એસવીઆઇએસની બોનસ પૉઇન્ટ સાથે જીત થઈ હતી.

મૌલિક મૂળ અમરેલી જિલ્લાના નાગેશ્રી ગામનો છે. હવે આ મહિને તે વધુ કેટલીક મૅચો રમશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK