World Cup 2019 : અજેય ટીમ ઇન્ડિયાને પછાડી શકે છે ઇંગ્લેન્ડની ટીમ

London | Jun 30, 2019, 11:32 IST

ટીમ ઇન્ડિયા આજે એટલે રવિવારે ઇંગ્લેન્ડ સામે મહત્વની મેચ રમવા જઇ રહી છે. ઉલ્લેખનીય છે કે બંને ટીમ વર્લ્ડ કપ જીતવા માટે મજબુત દાવેદાર ગણવામાં આવે છે. બીજી તરફ ઇંગ્લેન્ડને સેમી ફાઇનલમાં પહોંચવું હોય તો આજની ભારત સામેની મેચ જીતવી જરૂરી છે.

World Cup 2019 : અજેય ટીમ ઇન્ડિયાને પછાડી શકે છે ઇંગ્લેન્ડની ટીમ

London : ઇંગ્લેન્ડમાં ચાલી રહેલ વર્લ્ડ કપ 2019માં એક માત્ર ટીમ છે જે હજુ સુધી હારી નથી અને તે વિરાટ કોહલીની સેના ટીમ ઇન્ડિયા છે. આ ટીમ ઇન્ડિયા આજે એટલે રવિવારે ઇંગ્લેન્ડ સામે મહત્વની મેચ રમવા જઇ રહી છે. ઉલ્લેખનીય છે કે બંને ટીમ વર્લ્ડ કપ જીતવા માટે મજબુત દાવેદાર ગણવામાં આવે છે. બીજી તરફ ઇંગ્લેન્ડને સેમી ફાઇનલમાં પહોંચવું હોય તો આજની ભારત સામેની મેચ જીતવી જરૂરી છે. એટલે ઇંગ્લેન્ડ માટે કરો યા મરોની મેચ રહેશે. જો ભારત સામે ઇંગ્લેન્ડ હારી જશે તો તે વર્લ્ડ કપ 2019માંથી બહાર ફેકાઇ જશે.


આ મેચમાં રસપ્રદ વાત એ છે કે જો ભારત સામેની મેચ ઇગ્લેન્ડ જીતી જશે તો પાકિસ્તાન વર્લ્ડ કપમાંથી ફેંકાઇ જશે. પરંતુ ભારતનો પ્રયાસ રહેશે આ મેચ જીતીને ટીમ ઇન્ડિયા સેમી ફાઇનલમાં પોતાનું સ્થાન નક્કી કરશે. જોકે, વર્લ્ડકપમાં અત્યાર સુધીમાં અજેય રહેલી ટીમ ઇન્ડિયા માટે આજની મેચમાં વિજય મેળવવો મુશ્કેલ રહેશે. યજમાન ઇગ્લેન્ડની ટીમ મજબૂત દેખાઇ રહી છે. જોકે, ઇગ્લેન્ડની ટીમની છેલ્લી મેચોમાં  પ્રદર્શન ખરાબ રહ્યુ છે.

Virat Kohli and MS Dhoni

ઇંગ્લેન્ડની બેટીંગ લાઇન અપ મજબુત
ઇંગ્લેન્ડનો બેટિંગ ક્રમ મજબૂત છે. ઇગ્લેન્ડના તમામ બેટ્સમેનોએ વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શન કર્યં છે. ખાસ કરીને જો રૂટ ભારત માટે ચિંતાનો વિષય છે. સ્પિનરો સામે જો રૂટ સરળતાથી રમી શકે છે. ત્યારે ભારતે જો રૂટ માટે ખાસ રણનીતિ બનાવવી પડી શકે છે. જો રૂટ સીવાય ટીમમાં જોની બેયરસ્ટો, ઇયોન મોર્ગન, બેન સ્ટોક્સ, જોસ બટલર, મોઇન અલી જેવા ધરખમ બેટ્સમેન છે. જે એકલા હાથે મેચનું પાસુ પલટી શકે છે. તે સિવાય બોલિગની વાત કરવામાં આવે તો જોફ્રા આર્ચર આ ટુનામેન્ટમાં વિકેટ લેવામાં ટોપ 3માં સામેલ છે.

ઇંગ્લેન્ડના આ ત્રણ ક્રિકેટરોથી ભારતને સાવચેત રહેવાની જરૂર
ઇંગ્લેન્ડના સ્ટાર બેટ્સમેન જો રૂટે અત્યાર સુધી 7 મેચમાં 72ની એવરેજથી 432 રન કર્યા છે. જેમાં તેણે 2 સદી ફટકારી છે. તો બીજી તરફ ઓલ રાઉન્ડર બેન સ્ટોક્સ પણ ભારત સામે ખતરનાક સાબિત થઇ શકે છે. તેણે વર્લ્ડ કપ 2019માં 7 મેચમાં 58.30ની એવરેજથી 291 રન કર્યા છે. તો બોલીંગમાં પણ તે ખતરનાક સાબિત થઇ શકે છે. જ્યારે બોલીંગમાં જોફ્રા આર્ચરથી ભારતીય બેટ્સમેનોએ સાવચેત રહેવું પડશે. તેણે 7 મેચમાં 20.31ની એવરેજથી 16 વિકેટ ઝડપી છે.

આ પણ જુઓ : વર્લ્ડ કપ દરમિયાન ફૅમસ થઈ આ મિસ્ટ્રી ગર્લ, જાણો કોણ છે?

જોકે,ટીમ ઇન્ડિયા પાસે શાનદાર બોલરો છે પરંતુ ટીમ ઇન્ડિયા માટે મધ્યમક્રમ ચિંતાનો વિષય છે. ટીમ વિરાટ  કોહલી અને રોહિત શર્મા પર વધુ મદાર રાખે છે. વિજય શંકર, કેદાર જાધવ, ધોનીની બેટિંગ ચિંતાનો વિષય છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK