ગટરનું પાણી મેદાન પર આવી ગયું એટલે અમ્પાયરે મૅચ બંધ કરાવી

Published: 21st October, 2011 18:48 IST

ચર્ચગેટના ક્રૉસ મેદાન પરના કર્ણાટક એસએસ ગ્રાઉન્ડ પર ગઈ કાલે મુંબઈ ક્રિકેટ અસોસિએશન દ્વારા આયોજિત અન્ડર-૧૯ સિલેક્શન માટેની ટ્રાયલ માટે જે મૅચ ચાલી રહી હતી એ દરમ્યાન મહાનગરપાલિકાના કામદારો દ્વારા પમ્પ દ્વારા છોડવામાં આવેલું ગટરનું પાણી મેદાન પર પ્રસરી જતાં મૅચ અટકી ગઈ હતી.

 

વિજય મર્ચન્ટ ઇલેવન અને ખંડુ રાંગણેકર ઇલેવન વચ્ચેની આ મૅચ દરમ્યાન ગટરના પાણીથી મેદાન ખરાબ થઈ જવાને લીધે બાકીની રમત થઈ શકે એમ ન હોવાથી અમ્પાયરે રમત બંધ કરાવી દીધી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK