મેરી કૉમની બૉક્સિંગ ચેમ્પિયનશિપમાં હાર બાદ વિવાદ, રેફરીના નિર્ણય પર ઉઠ્યા સવાલ

Published: Oct 12, 2019, 13:18 IST | મુંબઈ

વર્લ્ડ બૉક્સિંગ ચેમ્પિયનશિપમાં મેરી કૉમને હારનો સામનો કરવો પડ્યો છે. જો કે તેમની હાર બાદ રેફરીના નિર્ણય પર સવાલો ઉઠી રહ્યા છે.

મેરી કૉમ
મેરી કૉમ

મેરી કૉમ કે જેઓ વર્લ્ડ બૉક્સિંગ ચેમ્પિયનશિપમાં મેડલ જીતવાના પ્રબળ દાવેદર હતા તેમને સેમીફાઈનલમાં તુર્કીની બુસેનાઝ સામે હારનો સામનો કરવો પડ્યો છે. મેચનો નિર્ણય મેરી કૉમની સામે 1-4 રહ્યો. જેના પર સવાલો ઉઠી રહ્યા છે.

મેરી કૉમને વર્લ્ડ બૉક્સિંગ ચેમ્પિયનશિપનું સેમીફાઈનલ બાઉટ જેવું ખતમ થયું તેવું તેમને રેફરીના નિર્ણયની રાહ હતી. મેરી કૉમ એ વાતને લઈને પુરી રીતે આશ્વસ્ત હતા કે રેફરી તેમના હકમાં નિર્ણય આપશે. પરંતુ તેવું ન થયું. પાંચમાંથી માત્ર એક રેફરીએ મેરી કૉમને બાઉટના વિજેતા માન્યા અને મેરીનું જીતવાનું સ્વપ્ન તૂટી ગયું.


નિર્ણય આવ્યા બાદ મેરી કૉમ નાખુશ નજર આવ્યા. તેમના ચહેરા પણ આ નિર્ણયને લઈને નારાજગી નજર આવી રહી હતી.

આ પણ જુઓઃ એન્કરથી એક્ટર સુધી...જાણો મોન્ટુની બિટ્ટુ ફેમ બંસી રાજપૂતની સફરને...

મેચ ખતમ થયા બાદ મેરી કૉમના આધિકારીક સોશિયલ મીડિયા અકાઉન્ટ પર તેને લઈને સવાલ ઉઠી રહ્યા છે. મેરીએ ટ્વીટ કરતા રેફરીના નિર્ણય વિશે પુછ્યું કે, આખરે આવું કેવી રીતે અને શા માટે થયું તેની જાણકારી આખી દુનિયાને હોવી જોઈએ. તેમણે પોતે એ જોવું જોઈએ કે આ નિર્ણય કેટલો સાચો છે અને કેટલો ખોટો.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK